અનેક ગુણોથી ભરપૂર છે આ વસ્તુ.. સોપારી ખાતા હોય તો મુંઝાતા નહિ… સોપારી ખાવાથી થાય છે આટલા ફાયદા..

અનેક ગુણોથી ભરપૂર છે આ વસ્તુ.. સોપારી ખાતા હોય તો મુંઝાતા નહિ… સોપારી ખાવાથી થાય છે આટલા ફાયદા..

સોપારીના પાનમાં રહેલા તત્વો પાચનતંત્ર, હૃદયની તંદુરસ્તી અને તણાવથી રાહત મેળવવામાં મદદ કરે છે. જો તમે સોપારી ખાવાના શોખીન છો તો સોપારી સાથે પાન ખાવાના ફાયદા વિશે… પાનમાં રહેલા ગુણો પાચન શક્તિને વધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. સોપારીના પાનને નિયમિત રીતે ચાવવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.19 Sept 2023

સોપારી એ ગુજરાતીઓના ઘરેઘરમાં જોવા મળતું ફળ છે. પૂજામાં રિદ્ધિસિદ્ધિ તરીકે ગણપતિજીની બાજુમાં મૂકાય છે. તેને ચાંદલો કરી ચોખા ચોડી પૂજા પણ કરાય છે. તો ઘણા લોકો સોપારીને ખાસ અંજારથી લાવેલી મઢાવેલી સૂડીથી જે રીતે કતરતા તે જોવું એ લહાવો છે. પાનવાળા લોકો સોપારીના ટુકડા અને ભૂકો અથવા કતરણ રાખે. જમીને સોપારી કાપીને ખાવાનો રિવાજ હતો. ઘણાં ઘરોમાં આજે પણ છે. પાનમાં નાખીને સોપારી ખવાય છે. તો ઘણા માવા, ફાકી કે મસાલાના નામે પ્લાસ્ટિકના કાગળમાં અપાતા એક મિશ્રણમાં સોપારી ખાય. એ પણ કાચી ટુકડા. જી. સોપારી બે પ્રકારની આવે. કાચી અને શેકેલી અથવા પાકી.

હવે આપણે સોપારીના આરોગ્યલક્ષી ફાયદા જોઈએ કારણ કે આપણી દિનચર્યામાં જે કંઈ વાતો વણાયેલી છે તે આરોગ્યલક્ષી છે. સોપારીમાં ત્રણ પ્રકારના ઘટક હોય છે.

સોપારી માત્ર ભારત નહીં, દુનિયાના ઘણા હિસ્સાઓમાં લોકપ્રિય છે. તેના મનોવૈજ્ઞાનિક અને ઉત્તેજક પ્રભાવોના લીધે તેનો ઉપયોગ એશિયા અને આફ્રિકામાં વધુ છે. સોપારીના કેટલાક ઘટકોમાં ઔષધીય ગુણો હોય છે. તેનો ઉપયોગ ઉચ્ચ કે નિમ્ન રક્તચાપ (બ્લડપ્રેશર), અનિયમિત હૃદયગતિ, અને અસ્થમાને વધારી શકે છે. કેન્સરનો ખતરો પણ વધી શકે છે.

InteliHealth મુજબ, સોપારીનો અર્ક સ્ટ્રૉકની સમસ્યામાં ફાયદારૂપ હોઈ શકે છે. તે અવાજ સુધારવા, મૂત્રાશય નિયંત્રિત કરવા, અને માંસપેશીઓની તાકાત વધારવા માટે થઈ શકે છે.

એનઆઈએચ મુજબ, પ્રારંભિક શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકોને સ્કિઝોફ્રેનિયા છે તેમને સોપારીથી રાહત મળે છે.

સોપારીમાં જીવાણુવિરોધી ગુણ હોય છે. તેનો ઉપયોગ કેવિટી રોકવા ટૂથપેસ્ટમાં એક ઘટક તરીકે કરાતો હતો.

READ MORE   શેરડીનો રસ પીવાના છે 10 ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો

આ ઉપરાંત જે લોકો સોપારી ચાવે છે તેમના મોઢામાં લાળ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તેથી મધુમેહ (ડાયાબિટીસ) અને સજોગ્રેન (sjogren’s syndrome) જેવા રોગના કારણે મોઢું સૂકાવાની સમસ્યાથી છૂટકારો આપવામાં મદદ કરે છે.

સોપારીમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રૉટીન અને ખનીજ તત્ત્વો હોય છે. સાથે, ટેનિન, લિગ્નિન અને ગેલિક એસિડ તેમાં રહેલા હોય છે. સોપારી ચામડીના રોગોમાં પણ લાભદાયક છે. ખંજવાળ, ચકામા, ધાધર, ખસમાં સોપારીને પાણીમાં ઘસીને લેપ લગાડવાથી ફાયદો થાય છે. સોપારીનો ઉકાળો બનાવીને ઘા પર લગાડવાથી પણ રાહત મળે છે. તેનું બારીક ચૂર્ણ લગાવવાથી લોહી વહેતું અટકી જાય છે. સોપારી ચાવવાથી તણાવમાં પણ રાહત મળે છે. સોપારીમાં એન્ટી ઑક્સિડન્ટ હોય છે. તેનાથી શરીર રોગોથી બચે છે. બહુમૂત્રતામાં સોપારીનું ચૂર્ણ એકથી બે ગ્રામ ગાયના ઘી સાથે નિયમિત સેવનથી લાભ થાય છે. સોપારીના પાકથી પુરુષને નસોમાં નબળાઈ દૂર થવામાં અને શીઘ્રપતન રોકવામાં લાભ મળે છે.

જોકે તેના સતત સેવનથી વાત વધે છે. સોપારી કાચી ન ખાવી જોઈએ. તેના વધુ પડતા ઉપયોગથી લોહીનું દબાણ વધુ ઘટી જાય છે અને ચક્કર આવવા લાગે છે.

lifestyle-benefits-of-betel-nut-for-your-health

સોપારીના વૃક્ષ તાડ તથા નારિયેળની જાતિના લાંબા લાંબા તેમજ બગીચામાં ઘણાં હોય છે. એનું વૃક્ષ સ્થંભની જેમ સીધું ઉગે છે. એના પાંદડા નારિયેળના પાંદડાની જેમ લાંબા લાંબા હોય છે. એની ઉપર મોટા-મોટા સમાન ફળ ઉંચાઈએ ગોળ-ગોળ હોય છે. અને છાલકાની અંદરથી સોપારી નીકળે છે. આ સોપારીની અનેક જાતો હોય છે. જેમકે, જિહાજી, શ્રવર્ધની, માનગચન્દી વગેરે.

ગુણ : સાધારણ સોપારી મોહકારી, સ્વાદિષ્ટ, ઋચિજનક, તૂરી, રૂક્ષ, મધુર, ભારે, પથ્ય, દીપન, મુખની વિરસના નાશક, તથા વમન, ત્રિદોષ, મળ, વામ, કફ, પિત્ત તથા દુર્ગંધ દૂર કરનારી છે. કાચી સોપારી તૂરી, કષ્ટશોધક અભિય્યન્દી, સારક, ભારે,

READ MORE   સવારે અડધી ચમચી મેથીના દાણા ખાઈ લો, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એક ઝાટકે ખતમ થઇ જશે

દ્રષ્ટિનાશક, મન્દાગ્નિ કારક, રક્તવિકાર, મુખ, મળ, પિત્ત, આમ રોગને નષ્ટ કરનારી છે.

સૂકી સોપારી ઋચિકર, પાચક, રેચક, સ્નિગ્ધ, બાદી, કુષ્ઠ રોગ તથા ત્રિદોષ નાશક છે. પાન વગર એકલી સોપારી ખાવાથી સોજો તથા પાંડુરોગ પેદા થાય છે. શેકેલી કાચી સોપારી સ્નિગ્ધ, વાતકારણ તથા ત્રિદોષનાશક છે. કોમળ સોપારી ત્રિદોષ નિવારણ કરનારી છે. આંધ્ર પ્રદેશની સોપારી પચવામાં મધુર, અમ્લ, તૂરી તથા કફ, વાત નાશક અને મુખને જડતાદાયક છે.

ચમ્પાપુરી સોપારી પાચક, અગ્નિ પ્રદીપક, રસાત્મ્ય તથા કફ નાશક છે. રોઠી સોપારી ઋચિકારક, અગ્નિવર્ધક, તૂરી, ગરમ, મળ રોધક તથા પિત્ત જનક છે.

વલ્ગુલી સોપારી ઋચિદાયક, અગ્નિપ્રદીપક, પાચક મલસ્તંભક ભેદ તથા ત્રિદોષ નાશક છે. ચંદાપુરી સોપારી રસમાં મધુર, તૂરી, તીક્ષ્ણ, ઋચિકારક,

સ્વાદુ, અગ્નિદીપન, પાચક તથા કફ નાશક છે. ગુહાગરી સોપારી મધુર, તૂરી, હળવી, દ્રાવક, પાચક, વિશદ અને આધ્યાન વાત મલ સ્તંભક વિનાશક છે. નૈલવતી સોપારી કષ્ઠશોધક, પાચક, મધુર, ઋચિકારક, સારક કાન્તિકારક, હળવી તથા રસામ્ય છે. સોપારી વૃક્ષનો ગુંદર મોહજનક, શીતળ, ભારે, પાકમાં ઉષ્ણ, પિત્તકારક, તીક્ષ્ણ, ખાટો તથા વાત નિવારક છે. સોપારીની રાખ, રેશમની રાખ તથા લીડાની રાખ, બિજોડા લીંબુના ચૂર્ણ સાથે પાણીમાં મિશ્રિત કરી સેવન કરવાથી વમનનો નાશ થાય છે.

મૂત્રાઘાત હોય તો સોપારીની છાલની રાખ પાણીમાં પલાળી પેડું ઉપર લેપ કરવો જોઈએ. સોપારીના લેપથી આધાશીશીનો દુઃખાવો દૂર થાય છે.

ખસ અને દાદર ઉપર ચીકણી સોપારી પાણીમાં વાટી લેપ કરવો જોઈએ. ખરજવા ઉપર સોપારીની રાખ તથા તલનું તેલ લગાવવાથી ખરજવું તથા ખંજવાળ દૂર થાય છે.

ગરમીના કારણે પડેલી ફોડલીઓ ઉપર પહેલાં માખણ લગાવવું અને પછી સોપારીની રાખ કાથો નાખી ભભરાવી દેવી. આનાથી ઘા ઘણો વહેલો સૂકાઈ જાય છે. સોપારીનું ચૂર્ણ યોનિ સંકોચન પણ કરે છે.

નિયમિત રૂપથી ચાવવાથી માંસપેશીઓ શક્તિમાં સુધારો કરી શકાય છે.

READ MORE   લીંંબુ પાણી આ રીતે બનાવી પી લેશો વજન જલદીથી ઓછુ થઇ જશે

જે લોકો સોપારી ચાવે છે એ ખૂબ પ્રમાણમાં લાળ પેદા કરવાની પ્રવૃત્તિ રાખે છે. જે લોકોનું મોઢું હેમશા સૂકાયેલું રહે છે એ વ્યક્તિઓને ડાયાબિટસ સિન્ડ્રોમ જેવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે.

જો તમને કોઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારા માટે સોપારીનું સેવન રામબાણ ઔષધિના રૂપમાં કામ કરે છે. એમાં ભરપૂર માત્રામાં ટૈનિન નામનું તત્વ રહેલું હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

કોઇ પણ પ્રકારની ઇજા થવા પર સોપારીથી બનેલા કાઢાથી ઘાવને ધોઇને એના બારીક ચૂર્ણને લગાવવાની લોહી આવવાનું બંધ થઇ જાય છે અને થોડાક જ સમયમાં ઘાવ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ જાય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Leave a Comment