આલ્કોહોલ પીધા પછી હેંગઓવર કેમ થાય છે?:હેંગઓવરને દૂર કરવા માટે રાખો 6 સાવધાની, આ રીતે સવારે માથાના દુખાવાથી છુટકારો મેળવી શકાય

આલ્કોહોલ પીધા પછી હેંગઓવર કેમ થાય છે?:હેંગઓવરને દૂર કરવા માટે રાખો 6 સાવધાની, આ રીતે સવારે માથાના દુખાવાથી છુટકારો મેળવી શકાય

 

સાંજનો સમય હોય, ફ્રેન્ડ્સ બધા ભેગા થયા હોય અને વાઇનની બોટલ હોય તો પીનારાઓ માટે ‘સોને પે સુહાગા’ થઈ જાય છે, પેગ પર પેગ બનાવે છે અને બાદમાં ઘણું બધું થાય છે. કેટલાક ખુશી વ્યક્ત કરે છે અને કેટલાક તેમના હૃદયને હળવાં કરે છે.

ત્યાં સુધી બધું બરાબર છે. રાત આનંદથી પસાર થાય છે, પરંતુ સવારમાં જ સમસ્યા થાય છે. કોઈ માથું પકડીને બેઠું છે. કેટલાક લોકો ડિહાઇડ્રેટેડ છે અને કેટલાક લોકોને ઊલટી થવા લાગે છે. આ બધાનું કારણ એક જ છે – હેંગઓવર.

રાત્રે દારૂ સવારે હેંગઓવરમાં ફેરવાઈને પોતાનો જાદુ બતાવી રહ્યો છે.

પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ હેંગઓવર શું છે? આવું કેમ થાય છે? રાત્રે દાળ-રોટલી ખાવાથી નથી થતું, તો દારૂના કારણે કેમ થાય છે.

તેથી આજે ‘તબિયતપાણી’માં આપણે હેંગઓવર વિશે વાત કરીશું. ખબર પડશે કે –

– હેંગઓવરનું કારણ શું છે?

– તેને કેવી રીતે ઠીક કરી શકાય?

-હેંગઓવરથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપચારના દાવામાં કેટલી સત્યતા છે?

-હેંગઓવર વખતે સાવધાન રહેવું ક્યારે જરૂરી છે?

સૌ પ્રથમ, નીચે આપેલા ગ્રાફિકમાંથી હેંગઓવરનાં મુખ્ય લક્ષણોને સમજો-

તમે આગલી રાત્રે જેટલો વધુ આલ્કોહોલ પીઓ છો તેટલો વધુ હેંગઓવર બીજા દિવસે સવારે થશે. કપડાંની દુકાનની જેમ તેમાં પણ લક્ષણોની વિશાળ શ્રેણી હોય છે. આનાથી માથામાં હળવો દુખાવોથી લઈને ઊબકા અને ઊલટી થઈ શકે છે.

દારૂ પીધા પછી હેંગઓવર કેમ થાય છે?
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, આપણે જે પણ ખાઈએ છીએ કે પીએ છીએ તે પેટમાં જ પચી જાય છે. તમે જે વસ્તુઓ ખાઓ છો તેમાંથી શરીર સીધું ઊર્જા મેળવી શકતું નથી. ઊર્જામાં રૂપાંતરિત થતાં પહેલાં ખોરાક ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.

READ MORE   એલચીનું પાણી કોઈપણ મહેનત વગર તમારું વજન ઘટાડશે, જાણો તેનું સેવન કેવી રીતે કરવું… તમે ખૂબ જ ફિટ અને પાતળા થઈ જશો…

ખોરાકને આંતરડાં પચાવે છે, પરંતુ દારૂને નહીં. દારૂને તોડવાનું અને પચાવવાનું કામ લિવર કરે છે. જ્યારે તમે આલ્કોહોલ પીઓ ​​છો, ત્યારે લિવર તેને એવો બનાવવાનો પ્રયાસ કરે છે જેને આંતરિક અવયવો સરળતાથી શોષી શકે.

આ પ્રક્રિયામાં લિવર એન્ટિ-ડ્યુરેટિક હોર્મોન એટલે કે ADH નામનું એક ખાસ એન્ઝાઇમ છોડે છે, જે આલ્કોહોલને તોડવાનું કામ કરે છે. આ પ્રક્રિયામાં એસિટિલ્ડિહાઈડ બને છે, જે એક ઝેરી રસાયણ છે. હાનિકારક રસાયણને જોઈને શરીર તેને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરે છે. જેના કારણે પેટમાં દુખાવો, ઊબકા, ઊલટી જેવાં અનેક લક્ષણો દેખાય છે.

શા માટે દારૂ પીવાથી ડિહાઇડ્રેશન થાય છે?

વાઈનમાં આલ્કોહોલ ઉપરાંત, કન્જેનર અને સલ્ફાઇટ નામનાં તત્ત્વો પણ હોય છે. આ આપણા શરીરમાં વાસોપ્રેસિન ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને અટકાવે છે. વાસોપ્રેસિન એ એક હોર્મોન છે જે આપણી કિડનીને શરીરમાં પ્રવાહિતા જાળવવા માટે ઉત્તેજિત કરે છે. વાસોપ્રેસિન સમાપ્ત થવાને કારણે કિડની શરીરમાં રહેલા પાણીને સતત બહાર કાઢે છે. આના કારણે વારંવાર પેશાબ થાય છે અને શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે. જે માથાનો દુખાવો અને થાકનું કારણ બને છે.

ઊબકા – આલ્કોહોલ સતત પેટમાં ઝેરી એસિડમાં પરિવર્તિત થાય છે, જે આંતરડાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પેટમાં બળતરા અને ઊબકા આવવા લાગે છે.

થાક- હેંગઓવર દરમિયાન થાક લાગવાનાં મુખ્ય ત્રણ કારણો છે:

  • સૌથી પહેલાં તો આલ્કોહોલ પીવાથી તમારી ઊંઘમાં ખલેલ પડે છે. જેના કારણે શરીર અને તેમનાં અંગોને આરામ મળતો નથી.
  • આલ્કોહોલમાંથી બનેલો એસિડ લોહી સાથે ભળે છે અને આખા શરીરમાં ફેલાય છે. જેના કારણે શરીરમાં દુખાવો અને થાક લાગે છે.
  • વારંવાર પેશાબ સાથે, આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ અને ખનિજો પણ શરીરમાંથી દૂર થાય છે. તેનાથી તમને થાક પણ લાગે છે.

માથાનો દુખાવો- તમે ઉપર વાંચ્યું છે કે દારૂ પીધા પછી ડિહાઇડ્રેશન થાય છે. શરીરમાં પાણીની ઊણપને કારણે આપણું મગજ સંકોચવા લાગે છે. જેના કારણે માથાનો દુખાવો થાય છે. જો તમને આધાશીશી છે, તો આ તેમને ટ્રિગર કરી શકે છે.

READ MORE   Download Saral Rogopchar Aayurvedic Book Pdf.

હેંગઓવરમાં મગજની કામગીરી ધીમી પડી જાય છે
2017માં ‘નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી એન્ડ ઇન્ફર્મેશન’ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, હેંગઓવર દરમિયાન જ્ઞાનાત્મક કાર્ય ધીમા પડી જાય છે. પરિણામે, તમે ખૂબ સજાગ રહી શકતા નથી. યાદશક્તિ નબળી પડી જાય છે, કશું યાદ રહેતું નથી, શરીરનાં તમામ કાર્યો ધીમાં પડી જાય છે કારણ કે બધું મગજ દ્વારા નિયંત્રિત થાય છે.

હેંગઓવરથી કેવી રીતે છુટકારો મેળવવો

રાત્રે દારૂ પીધો છે. સવારે વહેલા ઓફિસ જવાનું છે, એક જરૂરી મિટિંગ છે અને તમને માથાનો દુખાવો થાય છે, શું કરવું? હેંગઓવરથી કેવી રીતે છુટકારો મેળવવો?

જો તમે અમને પૂછો કે હેંગઓવરનો ઇલાજ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે, તો અમે કહીશું કે બેસ્ટ માર્ગ છે – “દારૂ ન પીવો.”

પરંતુ અમારી આ સલાહને અનુસરવાને બદલે, તમે અમારો તિરસ્કારક કરો તેવી સંભાવના વધારે છે.

તો ચાલો વાત કરીએ હેંગઓવરથી છુટકારો મેળવવાની.

જોકે, વિજ્ઞાન માને છે કે હેંગઓવરનો ઈલાજ કરવાનો કોઈ ઉપાય નથી. તે આપોઆપ ધીમો પડી જાય છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય છે, જે તમને રાહત આપી શકે છે.

પ્રથમ નીચે ગ્રાફિક જુઓ.

શક્ય તેટલું વધુ પાણી પીવો – હેંગઓવર પછી મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે. જો તમે સતત પાણી પીતા રહેશો તો તમારો હેંગઓવર ઝડપથી ઠીક થઈ જશે અને સમસ્યાઓ પણ ઓછી થશે.

નારિયેળ પાણી પીવો- ડિહાઇડ્રેશનને કારણે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ થાય છે. નારિયેળ પાણી આ ઊણપને પૂર્ણ કરે છે.

લીંબુ પાણી ફાયદાકારક છે- લીંબુ પાણી એક મહાન ડિટોક્સ પીણું છે. તેનાથી તમારા શરીરમાં ઉત્પન્ન થયેલો ઘણો એસિડ બહાર નીકળી જશે અને ડિહાઈડ્રેશન પણ નહીં થાય.

READ MORE   મગફળીના દાણાનું સેવન પથરી, કેન્સર, બીપી, ખરતા વાળ વજન બધું કરી દેશે ગાયબ…

હેલ્ધી બ્રેકફાસ્ટ કરો- હેંગઓવર દરમિયાન શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઊણપ થાય છે. એનર્જી મેળવવા માટે તમારે સારો નાસ્તો કરવો જોઈએ. આમાં મોસમી ફળો અવશ્ય સામેલ કરો.

મધ પણ ખૂબ જ ઉપયોગી છે – આલ્કોહોલનું સેવન લિવર અને મેટાબોલિઝમને ઘણું નુકસાન પહોંચાડે છે. જેના ઈલાજ માટે મધનું સેવન કરી શકાય છે. તે લિવરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે અને મેટાબોલિઝમને ઉત્તેજન આપે છે.

સવારમાં હેંગઓવર થયા પછી શું કરવું તે બાબત હતી. પરંતુ એક મહત્ત્વનો પ્રશ્ન એ પણ છે કે રાત્રે દારૂ પીતી વખતે શું કરવું જેથી હેંગઓવરની શક્યતા ઘટી શકે.

નીચેના ગ્રાફિક પરથી સમજો.

હેંગઓવરને દૂર કરવા માટેની ટિપ્સ અને આલ્કોહોલ પીવાથી સંબંધિત સાવચેતીઓની સાથે, તેનાથી સંબંધિત ઘણી માન્યતાઓ છે. તથ્યો શું છે અને દંતકથાઓ શું છે તે નીચેના ગ્રાફિકમાંથી જાણો.

ડૉક્ટર પાસે જવું ક્યારે જરૂરી બને છે?
માથાનો દુખાવો, ઊબકા, ઊલટી અને ચક્કર એ હેંગઓવરનાં સામાન્ય લક્ષણો છે. જો આ બધું ખૂબ જ હળવું છે. પરંતુ લક્ષણ ગંભીર જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Comment