આ ઘરેલુ ઉપાયથી એસીડીટીથી તાત્કાલિક છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ નહિ થાય એસીડીટી

આ ઘરેલુ ઉપાયથી એસીડીટીથી તાત્કાલિક છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ નહિ થાય એસીડીટી

એસીડીટી એક મેડિકલ કન્ડિશન છે જે વધારે માત્રમાં શરીરમાં એસિડ બનવાથી થાય છે આ એસિડ પેટની ગ્રંથિ થી બને છે. આજકાલની જિંદગીમાં લોકો બારણું ખાવાનું વધારે પસંદ કરે છે જેનાથી આવી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે.

એસિડિટી, જેને ઘણીવાર એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન તરીકે ઓળખવામાં આવે છે.

એસિડિટી ક્યારે અને કોને થાય છે?

વધારે વજન વાળા લોકોને , વધારે તેલ વાળું હવા વાળા લોકોને , મસાલેદાર ખાવાનું , ચા , કોફી , વધારે પડતું ખાવાથી , ઓછા ફાયબર વાળું ભોજન ખાવાથી એસીડીટી જોવા મળતી હોય છે.

અત્યારના લોકોને ઘર કરતા બારનું ખાવાનું વધારે પસંદ હોય છે ને વધારે સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

જેમકે એસિડિટીના કારણે પેટમાં બળતરા, હોજરીમાં સોજો , હાર્ટ બર્ન અને અપચો જેવા લક્ષણો જો મળતા હોઈ છે. આ બધી સમસ્યા અનિયમિત ખાવાની પેટર્ન, શારીરિક રમત-ગમત ઓછી હોવી, દારૂનું સેવન, ધુમ્રપાન, તણાવ, ખાવાની ખરાબ આદત જેવા ઘણા કારણો થી થતી હોય છે. વધારે પડતું માંચ, મસાલેદાર અને તેલ વળી વસ્તુનું સેવન કરવાથી પણ એસીડીટી નો ખતરો વધારે છે.

છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ પેટનું એસિડ અન્નનળી માં પાછું જવાથી છાતીમાં દુખાવો કે બળતરા થતી હોય છે. ખાતા ઓડકાર આવવા આ બધા લક્ષણો એસિડિટીના હોય છે.

એસીડીટી એટલે કે છાતીમાં થતી બળતરાને ચપટી વગાડતા જ દૂર કરવા ઘણા ઘરેલુ ઉપાય છે તેમના બેસ્ટ ઉપાય આજે આપણે જાણીશું.

આપણી પાસે આયુર્વેદ છે જયારે બીજા દેશો પાસે દવા સિવાય બીજા ઉપાયો હોતા નથી. કહેવાય છે ને કે આપણું રસોડું જ આપણું દવાખાનું છે એટલે કે આપણા રસોડામાં વપરાતી વસ્તુઓ જ આપણા માટે દવા નું કામ કરે છે જો તેનો ઉપયોગ ને સાચી રીતે કરીયે તો, આપણા ઘરે વપરાતી અને આસ-પાસ માં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ જ આપણા માટે દવા કરતા પણ વધારે ગુણકારી છે.

READ MORE   રસોડામાં રહેલી આ વસ્તુઓથી મટાડો વર્ષો જૂની કબજિયાત, પેટ અને આંતરડા થઈ જશે એકદમ સાફ…જાણો કબજિયાતને તોડવાના સરળ દેશી ઉપચાર…

તો ચાલો આપણે હવે એસિડિટીના ઘરેલુ ઉપાયો વિષે વાત કરીએ.

એસિડિટીને ઓછું કરવાના પ્રાકૃતિક ઉપાયો

બદામ: તે પેટના રસને બેઅસર કરે છે, પીડામાં રાહત આપે છે અને એસિડિટીની સમસ્યાને સંપૂર્ણપણે અટકાવે છે. જ્યારે તમે તમારો ખોરાક ન ખાઈ શકો ત્યારે બદામ ખાવ. જેથી વધુ પડતા એસિડ સ્ત્રાવને ટાળી શકાય. જમ્યા પછી 4 બદામ લો.

કેળા અને સફરજન: કેળામાં કુદરતી રીતે એન્ટાસિડ્સ હોય છે, જે એસિડિટી સામે લડવામાં મદદ કરે છે અને સૂતા પહેલા સફરજનની કેટલીક સ્લાઇસ ખાવાથી છાતીમાં બળતરા અથવા રિફ્લક્સથી રાહત મળે છે.

નારિયેળ પાણી:  નારિયેળ પાણી પીતી વખતે શરીરનું પીએચ એસિડિક લેવલ આલ્કલાઇન થઇ જાય છે અને તે પેટમાં લાળ ઉત્પન્ન કરે છે. લાળ પેટને વધુ પડતા એસિડના ઉત્પાદનની ગંભીર અસરોથી બચાવે છે. આ ફાઇબરયુક્ત પાણી પાચનમાં મદદ કરે છે અને એસિડિટીના પ્રેષણને અટકાવે છે.

પૂરતી ઊંઘ- ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ જરૂર લો.

READ MORE   સવારે ખાલી પેટ કરો અમૃત સમાન આ 3 ઔષધિનું સેવન, શરીરમાં થશે આવા 5 જબરદસ્ત ફાયદાઓ…જાણીલો આ ખાસ ઉપયોગી માહિતી…

આ ફૂડ પેટમાં એસિડ ઓછું કરશે

શાકભાજી, આદુ, ઓટ્સ, સફેડ ઇંડા, તરબૂચ, કેળા, સફરજન, નાશપતિ, અખરોટ, તલનું તેલ, અવોકાડો, સૂર્યમુખીનું તેલ, અળસી, ઓલિવ ઓઇલ .

એસિડિટીના ઘરેલુ ઉપાયો

જો સૌથી પહેલા અને ફાયદાકારક વાત કરીયે તો લીલા શાકભાજી આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે તો આવા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ

 1. ઉપાય ૧. એક ચમચી જીરું અને અજમા લઇ તેને બરોબર પીસી ને પાણીમાં નાખી ઉકાળી નાખો ત્યારબાદ ઠંડુ કરીને તેમાં સાકર નાખીને પીવાથી છાતીમાં થતી બળતરા એટલે કે એસિડિટીમાં રાહત થાય છે.
 2. ઉપાય ૨. છાતીમાં બળતરા થતી હોય ઓ આદુ ચાવી શકાય જેનાથી તાત્કાલિક રાહત થાય છે. અથવા આદુ વાળી ચા પણ પીય શકાય છે.
 3. ઉપાય ૩. વરિયાળી સાકર અને ધાણા સરખે ભાગે મિક્સ કરીને તેને પીસી તેનો ઉપયોગ કરો.
 4. ઉપાય ૪. એલોવેરા જ્યુસ પીવાથી પણ ઘણી રાહત મળે છે.
 5. ઉપાય ૫. દરરોજ થતી એસીડીટી અંતે દરરોજ સવારે નાસ્તામાં એક કેળું ખાવાથી એસીડીટીની સમસ્યા રહેતી નથી.
 6. આવા ઘરેલુ ઉપાય કરવાથી એસીડીટી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

એસીડીટીને દુર કરવાના ઘરગથ્થું નુસખા

 1. એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.
 2. લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.
 3. એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.
 4. દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.
 5. ૧ ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.
 6. વરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ થાય છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે.
 7. જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે.
 8. આદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લો. આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર થાય છે.
 9. સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
 10. નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.
 11. લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ.
 12. ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે.
 13. પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટી માં ફાયદો થશે.
 14. એસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ. એસીડીટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. આ નુસખા ને અપનાવ્યા પછી પણ એસીડીટી જો ઠીક ન થાય તો ડો\ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો.
READ MORE   કપૂરના સેવનથી દૂર કરો તમારા કેટલાય રોગો. જાણીલો કપૂરના ઉપયોગ કરવાની રીત.

 

Leave a Comment