આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

મા ગાયત્રીની પૂજા અને અર્ચના કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને માતાની કૃપાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા ગાયત્રીની અર્ચના માટે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે. નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત રહે છે અને જલદી ગુસ્સો આવતો નથી.

અહીં જુઓ કેવી રીતે કરવો ગાયત્રી મંત્રનો જાપ અને જાપ કરવામાં કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું.

  • શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ મંત્ર જણાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપ માટે ત્રણ સમય જણાવવામાં આવ્યા છે. આ ત્રીજા સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે.
  • ગાયત્રી મંત્રનો જાપ કરવાનો પહેલો સમય પ્રાત:કાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલાં મંત્રજાપ શરૂ કરવો જોઇએ. જાપ સૂર્યોદય બાદ સુધી કરવો જોઇએ.
  • મંત્રજાપ માટે બીજો સમય છે બપોરનો. બપોરે પણ આ મંત્રનો જાપ કરવો જોઇએ.
  • ત્રીજો સમય છે સાંજે સૂર્યાસ્તથી થોડીવાર પહેલાં. સૂર્યાસ્ત પહેલાં મંત્રજાપ શરૂ કરવો અને સૂર્યાસ્ત થઈ જાય તેની થોડી વાર સુધી જાપ કરવો.
  • આ ત્રણ સમય સિવાય કોઇ બીજા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો મૌન રહીને કે મનમાં જાપ કરવો જોઇએ.
READ MORE   જાણો સોમવતી અમાસ મહત્વ

ગાયત્રી મંત્ર– ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ: સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરામાત્માના તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, પરમાત્મા આ તેજ આપણી બુદ્ધિને સદ્માર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

  • આ મંત્રનો જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રહે છે.
READ MORE   મહાશિવરાત્રીનું મહત્વ

આ મંત્રનો જાપ કરવાથી મળે છે 11 લાભ

આ મંત્રનો જાપ કરવાથી આપણને 11 લાભ મળે છે. ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે, ત્વચામાં ચમક આવે છે, તામસિકતા દૂર થાય છે, પરમાર્થ કાર્યોમાં રૂચિ જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશિર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

READ MORE   જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ

મંત્ર જાપથી વધે છે આંતરિક શક્તિઓ

સતત ધ્યાન ધરી મંત્ર જાપ કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને મનોહર બનવા લાગે છે.

આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

Leave a Comment