કપાળમાં 5 રેખાઓ પડતી હોય તેઓ જીવે છે વૈભવી જીવન, રેખા તૂટતી હોય તો મળી શકે છે કષ્ટદાયક જીવન

કપાળમાં 5 રેખાઓ પડતી હોય તેઓ જીવે છે વૈભવી જીવન, રેખા તૂટતી હોય તો મળી શકે છે કષ્ટદાયક જીવન

woman lying on brown surface

હેલ્થ ડેસ્ક: સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે રીતે હાથની રેખાઓનું મહત્વ હોય છે બરાબર એ જ રીતે માથાની રેખાઓનું પણ મહત્વ હોય છે. માથાનો આકાર, રંગ અને કપાળ માણસની ઉંમર વિશે જણાવે છે. ભવિષ્ય અને ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, માથાની રેખાઓ તમારા જીવનની પરિસ્થિતિઓ વિશે જણાવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર માથાના અલગ-અલગ પ્રકાર હોય છે. જે ઉન્નત, મધ્યમ અને નિમ્ન તરીકે ઓળખાય છે. માથા પર બનતી રેખાઓ  તે વ્યક્તિની ઉંમરની સાથે એ પણ જણાવે છે કે જીવનમાં સુખ મળશે કે દુ:ખ.

READ MORE   ભગવતગીતા એક પરમ રહસ્ય

કેવી રીતે જાણવું શું કહે છે માથાની રેખાઓ

– જે વ્યક્તિના કપાળમાં બે આખી રેખાઓ દેખાય, તેની ઉંમર 60 વર્ષ સુધીની હોઇ શકે છે. આ સિવાય આ લોકો જીવનમાં ખૂબજ નામના કમાય છે. આ લોકોને ક્યારેય પૈસાની અછત રહેતી નથી. જો કપાળની આ બે રેખાઓ વચ્ચેથી કપાતી હોય તો, માણસને જીવનભર મુશ્કેલીઓ જ નડ્યા કરે છે.

READ MORE   અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

– જે લોકોના માથામાં ત્રણ રેખાઓ પડતી હોય તેઓ જીવનમાં સુખી રહે છે. આ લોકો 70 વર્ષ કરતાં વધુ જીવે છે, કારણકે ત્રણ રેખાઓ શુભ ગણાય છે.

– કપાળ પર પાંચ રેખાઓ પડતી હોય તો તે ખૂબજ ઉત્તમ ગણાય છે. તેમને જીવનમાં દરેક પ્રકારનાં સુખ ભોગવવા મળે છે. આવી રેખાઓ વાળા લોકો સો વર્ષ સુધી જીવે છે.

– કપાળ પર બે રેખાઓ પડતી હોય અને તે એકબીજાને અડતી હોય તો, આ લોકો સાઇઠ વર્ષ કરતાં વધુ જીવે છે.

READ MORE   મંદિરમા શાસ્ત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠા - વિધિનુ વિજ્ઞાન

 

– કપાળ પર કોઇપણ જાતની રેખા પડતી ન હોય અને કપાળ એકદમ સપાટ હોય તો, આ લોકો 30 થી 40 વર્ષ જીવે છે. તેમનું જીવન કષ્ટોમાં જ પસાર થાય છે.

– કપાળ પર પાંચ કરતાં વધારે રેખાઓ પડતી હોય તો તે વ્યક્તિને ઘણું ઓછું આયુષ્ય ભોગવવા મળે છે.

કપાળમાં 5 રેખાઓ પડતી હોય તેઓ જીવે છે વૈભવી જીવન, રેખા તૂટતી હોય તો મળી શકે છે કષ્ટદાયક જીવન

Leave a Comment