કબજિયાત માટે ઘરેલુ ઉપાય

કબજિયાત માટે ઘરેલુ ઉપાય

આજની લાઈફસ્ટાઈલ અને ખાવામાં અનિયમિતતા અને પોષ્ટિક આહાર ન લેવાથી ઘણી સમસ્યાઓ થતી હોઈ છે જેમાંની ખુબજ મોટી સમસ્યા ગણાતી કબજિયાતની આજે આપને વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે ઘરેલું ઉપાયથી આપણે આ સમસ્યાનું નિવારણ કરી શકીએ.

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં રોજ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલીઓ આવે છે અને આ મુશ્કેલીઓ આખો દિવસ હેરાન કરતી હોય છે. જો આ સમસ્યાઓ આપણા શરીરમાં ઘર કરી જાય તો મુશ્કેીઓ વધી જતી હોય છે.

આ સમસ્યા આજકાલ મોટી ઉંમરના લોકોને જ નહિ પરંતુ બાળકો થી લઈને વૃદ્ધ લોકો સુધી જોવા મળે છે. જેનું કારણ છે વધારે પડતું બહારનું ખાવાનું, તીખું, તળેલું અને અપોષ્ટિક આહાર. જેના કારણે પેટમાં ગેસ થવો, એસિડિટી, પેટનો દુખાવો અને છાતીમાં બળતરા તથા કબજિયાત જેવી સમસ્યાઓ થતી હોય છે.

જો આ બધી સમસ્યાઓ નું તાત્કાલિક ધોરણે સારવાર અથવા ઉપાય કરવામાં ન આવે તો આ સમસ્યાઓ લાંબા ગાળાની સમસ્યાઓ બની જતી હોય છે. એના માટે તેને ઘરેલુ ઉપાય કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ આડઅસર વિના ફાયદો થશે. અને જો આ તકલીફ ના હોય તો પણ તમે આયુર્વેદનો ઉપાય કરી શકાય છે.

જો પેલેથી કાળજી લેવામાં આવે તો આવી તકલીફો આપનાથી કોસો દૂર રહે છે અને આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

કબજિયાત ૧૦૦ થી પણ વધારે રોગોનું મૂળ કહેવાય છે જો કબજિયાત ના થાય તો ૧૦૦ જેટલા રોગ આપણાથી દૂર રહે છે, જેમકે પેટનો દુખાવો, ગેસ, એસિડિટી, અપચો વગેરે.

કબજિયાત શું છે?

જો કબજિયાત ને સીધી અને સરળ ભાષામાં સમાવી હોય તો ખોરાક તેના મૂળ સ્વરૂપે પચે નય અને મોટા આંતરડામાં પડ્યો રહે અને પેટની સમસ્યાઓ થાય તો અને એ ખોરાક મળ વડે બહાર ના નીકળે તો તેને કબજિયાત કહેવાય છે.

સામાન્ય રીતે ખોરાક જઠર, નાના આંતરડામાં અને ત્યાર બાદ મોટા આંતરડામાંથી પસાર થઈને મળ સ્વરૂપે અંતે બહાર નીકળે છે.

જો આ પ્રક્રિયા બરોબર ના થાય તો કબજિયાત કહી શકાય છે.

આ પરિસ્થિતિ સામાન્ય રૂપે ઓછું પાણી પીવાથી આંતરડામાં વલોવાની પ્રક્રિયા થતી હોય છે તે બરોબર થતી નથી અને ખોરાક પચતો નથી.

કબજીયાત થવાના કારણૉ : – 

 • મસાલેદાર ફાસ્ટફૂડ અને ઓઇલી ખોરાક  ખાવાથી 
 • પૂરતા પ્રમાણમા પાણી ન પીવાથી 
 • મન ન લગાવીને જમવુ 
 • ખરાબ લાઇફ સ્ટાઇલ 
 • ફાઇબર વાળો ખોરાક ન લેવો 
 • પૂરતા પ્રમાણમા ઉંઘ ન લેવાથી 
 • શારીરીક એક્ટિવ ન રહેવાથી 
 • સ્મોકીંગ અન વધુ આલ્કોહોલ લેવાથી 
 • થાઇરોઇડ 
READ MORE   ગરમ પાણી સાથે એક ચમચી પીઓ આ વસ્તુ. પેટમાંથી બધોં જ કચરો અને જુનો મળ નીકળી જશે બહાર

 

કબજિયાત માટે ઘરેલુ ઉપાય

કબજિયાતની સમસ્યા માટે ક્રિફળા ચૂર્ણ બેસ્ટ ગણવામાં આવે છે, જે આમળા, બહેડા અને હરડેના મિશ્રણથી બને છે એટલે જ આને ત્રિફળા કેહવાય છે. કારણ કે આ ત્રણ ફાળો થી બનેલું હોય છે. તેમાં રહેલું ગ્લાઈકોસાઈડ તત્વ રહેલું હોય જે જે પાચન કરવામાં મદદ કરે છે.

એ ચમચી ત્રિફળાને ત્રાંબાના લોટમાં પાણી સાથે મિક્સ કરીને મૂકી દો અને સવારે ઊઠીને આ પાણી પી જાઓ. આ પ્રક્રિયા કરવાથી કબજિયાત દૂર રહેશે અને તમારું પેટ ખુશ રહેશે. એટલે કે કહેવાય છે ને કે પેટ ખુશ તો તમે ખુશ. એનું કારણ છે કે જો કોઈ તકલીફ પેટ માં હોય તો કામમાં માં નથી લાગતું.

પેટની સમસ્યાથી આખો દિવસ તમારો પેટની સમસ્યા માં જ જતો રહે છે. તમે બરોબર રીતે કામ નથી કરી શકતા અને જો ક્યાંય બાર જવાનું થાય તો તેમાં પણ મૂંઝવણ અનુભવીએ છીએ.

આના સિવાય જો કોઈ ઉપાય અને બેસ્ટ રસ્તો હોય તો એ છે ખૂબ જ અને પુષ્કળ પાણી પીઓ અને વધારે માત્રામાં પાણી વાળા ફળ ખાઓ જેમકે મોસંબી, સંત્રા, તરબૂચ અને પપૈયું, જેથી તમે આવી સમસ્યાઓથી તો દૂર રહેશો અને બીજા પણ ઘણા ફાયદા તમારા શરીરને થશે.

ફેક્ટરી માં બનેલો ખોરાક ખાવાથી અથવા બારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આવી સમસ્યાઓ વધતી હોય છે.

ઈસબગુલને ચૂર્ણ કબજિયાત માટે રામબાણ ઈલાજ ગણાય છે જેનો ઉપયોગ પાણી અથવા દૂધ સાથે કરવાથી કબજિયાત દૂર રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર જનો સાથે શેર કરો જેથી આ સમસ્યાઓ નો સામનો તમારા મિત્રો કે પરિવારજનો એ ના કરવો પડે. અને જો સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહેશે તો કામ કરવામાં પણ માં વધારે લાગશે અને તમે સારી જિંદગી જીવી શકશો.

પ્રશ્ન: સતત કબજિયાત રહેવાથી શરીરમાં કઈ સમસ્યાઓ થઈ શકે છે?
જવાબ:
 જ્યારે પેટ લાંબા સમય સુધી સાફ ન થતું હોય અથવા કબજિયાતની સમસ્યા રહેતી હોય. જો તેની સારવાર ન કરવામાં આવે તો આવી સ્થિતિમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબિધિત સમસ્યાઓ થવા લાગે છે. જેમકે-

 • બાવલ સિન્ડ્રોમ
 • ડાયાબિટીસ
 • હાયપરક્લેસીમિયા
 • હેમોરહોઇડ
 • ફિશર

પ્રશ્ન: કયા રોગો ઇંફ્રુક્વેંટ બાવેલ મૂવમેન્ટસ અને હાયપરક્લેસીમિયા છે?
જવાબ:
 ચાલો એક પછી એક સમજીએ-

ઇંફ્રુક્વેંટ બાવેલ મૂવમેન્ટસ : દરેક વ્યક્તિ પાસે સ્ટૂલ પસાર કરવા માટે અલગ અલગ સમય હોય છે. તે દિવસમાં એકથી 2 અથવા તો 3 વખત થઈ શકે છે.

READ MORE   સૂર્ય નમસ્કાર રોજ 10 મિનિટ કરવાથી થાય છે આ 7 અદભૂત ફાયદા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ, પાચન અને કિડનીના રોગો અનુસાર, ‘જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત સ્ટૂલ પસાર કરી શકતા નથી, તો ડૉક્ટરો માને છે કે તમે કબજિયાત અથવા કબજિયાતથી પીડિત હોઈ શકો છો.

હાઈપરક્લેસીમિયા: જ્યારે તમારા લોહીમાં સામાન્ય કરતાં વધુ કેલ્શિયમ હોય છે, ત્યારે ડોકટરો તેને હાઈપરક્લેસીમિયા કહે છે. કબજિયાત અને પાચન સમસ્યાઓ તેના પ્રારંભિક લક્ષણોમાં સામાન્ય છે.

પ્રશ્ન: જ્યારે કબજિયાત હોય ત્યારે શરીરમાં કયા લક્ષણો દેખાય છે?
જવાબ:
 કબજિયાત હોય ત્યારે ઘણા લક્ષણો જોવા મળે છે. ચાલો આ મુદ્દાને સમજીએ-

 • ભૂખ ન લાગવી
 • ઊબકા
 • ચહેરા પર ખીલ
 • પેટ ભારે લાગવું
 • અપચો
 • પેટમાં ગેસ થવો, ખેંચાણ
 • મોઢામાં ચાંદા

પ્રશ્ન: પેટને સ્વસ્થ રાખવા માટે લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફારો કરવા જોઈએ?
જવાબ:
 સૌથી મહત્ત્વની વાત એ છે કે, આજકાલ લોકો મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદે છે અને કબજિયાત કે પેટ સાફ ન થાય તો તેનું સેવન કરે છે. એકવાર થઈ ગયા પછી પેટ સાફ કરવા માટે એક જ યુક્તિનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. આ એક સંપૂર્ણપણે ખોટો અભિગમ છે. કબજિયાતની સ્થિતિમાં લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો અને કુદરતી ઉપચાર અપનાવો.

ચાલો ગ્રાફિક્સ પરથી સમજીએ…

પ્રશ્ન: કબજિયાતથી બચવા માટે કઈ વસ્તુઓ ખાવી ફાયદાકારક છે?
જવાબ:

કીવી: તેમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ હોય છે.

શક્કરિયાઃ તેમાં ફાઈબર, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.

ડ્રાયફ્રૂટઃ તેમાં ફાઈબર હોય છે. આને ખાવાથી શરીરને એનર્જી મળે છે.

કઠોળ: તેમાં ફાઈબર હોય છે. આ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

પોપકોર્નઃ તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ચીઝ ખાવાનું ટાળો.

પ્રશ્ન: શું ખરેખર કબજિયાતને કારણે મૃત્યુનું જોખમ છે?
જવાબ:
 એવું નથી. કબજિયાતની ગંભીર સમસ્યાને કારણે રેક્ટલ પ્રોલેપ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

જેના કારણે આંતરડામાં અવરોધ આવે છે. જો આંતરડા ખૂબ ઝડપથી ખાલી ન થાય તો તે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

પ્રશ્ન: પેટ સાફ કરવાના ઘરેલુ ઉપચાર શું છે?
જવાબ:

મેથીના દાણા: એક ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટ આ મેથીને પાણીમાંથી કાઢીને ચાવીને નવશેકું પાણી પીવો. પેટ સાફ રહેશે.

દૂધ: રાત્રે સૂતા પહેલાં રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે.

ઇસબગુલ રાત્રે સૂતા પહેલાં નવશેકા દૂધમાં ઇસબગુલ મિક્ષ કરીને ખાઓ. સવારે પેટ સાફ કરવું સરળ બનશે.

READ MORE   બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

ત્રિફળા પાઉડરઃ રાત્રે જમ્યાના 1 કલાક પછી અથવા સૂતા પહેલાં એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે ખાઓ. આનાથી સવારે તમારું પેટ સાફ થઈ જશે.

પ્રશ્ન: કબજિયાતના કિસ્સામાં ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?
જવાબ:
 જો પેટમાં તીવ્ર દુખાવો હોય, આંતરડાની ગતિમાં લોહી આવતું હોય અથવા કબજિયાત જે ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહેતી હોય, તો આ સ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Leave a Comment