જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ

જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ

શ્રી વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ૯૦૦ વર્ષ જુનો છે

વાળીનાથ મહાદેવ ની થનાર પ્રાણ પતિષ્ઠાનુ લાઇવ પ્ર્સારણ DAY – 1 

https://www.youtube.com/live/-L1OvI6sts0?feature=shared

પાંડવ જ્યારે જુગારમાં રાજપાટ હારી ગયા પછી બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષે ગુપ્ત રહેવાનું. લોકવાયકા અનુસાર એ સમયે ધોળકા એ વૈરાટનગરી હતી. ગુજરાતમાં ઘણાંબધા તીર્થસ્થળો છે જે વનવાસ દરમ્યાન પાંડવ આવ્યા હોય અથવા તો મહાદેવના શિવલીંગનુ સ્થપન કર્યુ હોય કે પુજન કર્યુ હોય. જેમકે ભીમનાથ મહાદેવ, ભાવનગરની પાસે નિષ્કલંક મહાદેવ કોળીયાક વગેરે.
વાળીનાથ મહાદેવ ની થનાર પ્રાણ પતિષ્ઠા નુ આમત્રણ પત્રીક ડાઉનલોડ કરવા અહિ ક્લીક કરો 
ગુપ્ત રહેવા માટે પાંડવોએ વિરાટનગર જવા નિકળ્યા ત્યારે હાલમાં જે જગ્યા વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે ત્યાં રાતવાસો કર્યો હતો અને શિવલીંગનુ સ્થાપન કરી પુજન કર્યુ હતુ એવી અહીના લોકોની માન્યતા છે. જે સાણંદ પાસે  કાણેટી ગામથી થોડે દુર ભગવાન વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. સ્થાનીક લોકોની માન્યતા પ્રમાણે આ સ્થળ પાંડવકાલીન માનવામાં આવે છે. શ્રાવણમાસ કે શિવરાત્રી દરમ્યાન આજબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે.

શ્રી વાળીનાથ ધામ, ઉત્તર ગુજરાત (પુરાતન – આનર્ત પ્રદેશ ) માં રુપેણ અને પુષ્પાવતી નામ ની નદીઓના મધ્યે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પાસે આવેલ તરભ નામના ગામે ઉંઝા અને વિસનગર રોડ ઉપર આવેલ છે.

મુળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકયણાં કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરભ ગામે નેહડો બાંધી વસેલ.

READ MORE   ગેબી ગિરનાર -સાક્ષાત શિવ

મહેસાણાઃ સમસ્ત રબારી સમાજની ...

આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા.

આ તરભ ગામનું નામ આ શ્રી તરભોવનભા રબારી [ શાખે : મોયડાવ ] ના નામથી પડેલ છે.

શ્રી વાળીનાથ ભગવાનના પ્રાગટ્યની વાત :-

ભક્તરાજ શ્રી તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા.

મુળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શાનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતાં હતા તથા તરભ ગામના ગોદરે જ ધુણો ધખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજ ને પોતાના ગુરુ માનતા હતા.

ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃધ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે,માતાજીને વિનંતિ કરી કે ‘હે મા મે ઘણીવાર આપના દર્શન કર્યા છે. અને તે અર્થે અહીં સુધી આવ્યો પરંતુ હવે આપ મારી સાથે પધારો કારણ કે હુ આવી શકુ તેમ નથી!’

ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ‘તમારા ગુરૂદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને તે વાત તમાર ગુરૂદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરૂષ છે.’

ભક્તરાજ તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના દર્શન કરવા ગયા, તે પહેલાં પરમ પૂ. વિરમગિરિજી મહારાજશ્રીને સમાધી અવસ્થામાં ભગવાનશ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશનાં દર્શન થયાં.

મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને વાત કરી!

બાપુશ્રીએ એ પુરાતન ભૂમિમાંથી મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી.

ત્યાર બાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનુ કેન્દ્ર બન્યુ.

READ MORE   વસંત પંચમી : મા સરસ્વતી ની પૂજાનુ મહત્વ

આજે પણ રબારી સમાજ તથા અન્ય છત્રીસે કોમ આ પવિત્ર સ્થાને આવી શ્રધ્ધાપૂર્વક-દર્શન માનતા વગેરે કરે છે. અને શ્રધ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે.

વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં બિરાજેલા ગુરુગાદી પતિ પૂ. વિરમગિરિ બાપુના નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ.

જેની શ્રી વિરમગીરીજી થી શરુ કરી આજ સુધીના મહંતોની યાદી નીચે મુજબ છે :- (૧) પ્રથમ મહંત : શ્રી વિરમગિરિજી, (૨) બીજા મહંત : શ્રી પ્રેમગિરિજી, (૩) ત્રીજા મહંત : શ્રી સંતોકગિરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી, (૪) ચોથા મહંત : શ્રી ગુલાબિગરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી, (૫) પાંચમા મહંત : શ્રી નાથગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી, (૬) છઠ્ઠા મહંત : શ્રી જગમાલગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી, (૭) સાતમા મહંત : શ્રી શંભુગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૮) આઠમા મહંત : શ્રી ભગવાનગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૯) નવમા મહંત : શ્રી મોતીગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૧૦) દસમા મહંત : શ્રી કેશવગિરીજી, કોઠારી સ્વામી શ્રી હેમગીરીજી, (૧૧) અગિયારમા મહંત : શ્રી હરિગિરિજી, કોઠારી સ્વામી શ્રી રણછોડગીરીજી, (૧૨) બારમા મહંત : શ્રી સૂરજિગરિજી, કોઠારી સ્વામી શ્રી મહાદેવગીરીજી, (૧૩) તેરમા મહંત : શ્રી બળદેવગિરીજી, કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી. (૧૪) ચૌદમા મહંત : શ્રી જયરામગીરી બાપુ! કોઠારી સ્વામી શ્રી દશરથગીરીજી. (નોંધ : હાલ જયરામગીરીજી આચાર્ય પરંપરા તથા દશરથગીરીજી કોઠારી પદ નિભાવી રહ્યા છે.)

ઘણીવાર કોઈ મંદિર પોતાના પ્રભાવથી પોતાના સંતોની સોભાવતું હોય છે અને ઘણીવાર કોઈ સંતો પોતાના પ્રભાવથી તીર્થને શોભાવતા હોય છે. જ્યારે ગુજરાતની અલૌકિક ભૂમિ પર આવેલું તરફ ગામના વાળીનાથ ધામમાં આ બંને જોવા મળે છે.

વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા. પછી તેઓ ઊંઝા આવ્યા અને પટેલોના આગ્રહથી તેઓ ઊંઝા પણ રોકાયા. થોડો સમય ત્યાં સેવાના કાર્યો કર્યા પછી તેઓ ભાવભર્યું વિદાય લઈને નીકળી પડ્યા.

તે પછી તેઓ ઊંઝા અને વિસનગરમાં વચ્ચે રાયણના ઝાડ નીચે વનવગડામાં બેસી ગયા. એકવાર ત્રિભુવનભાઈ રબારી વહેલી સવારે માની પૂજા કરવા માટે આવ્યા. તેમને રાયણના ઝાડ નીચે એક સંતને ધ્યાન ધરેલા બેઠેલા જોયા. ત્રિભુવનભાઈ ની આગલા દિવસે માતાજીની સપનું આવે છે તેવું જ થયું છે તેમના જોડે પછી તેઓ ઝાડ નીચે બેઠેલા ગુરુ જોડે પૂરો પરિવાર તેમની જોડે કંઠી બંધાવે છે. પછી તેઓ વિરમગીરી મહારાજના સેવક બન્યા.

READ MORE   આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

એકવાર સેવકો સાથે સત્સંગ માં બેઠેલા બાપુએ બાજુમાં ખોસેલો ચીપિયો ઉઠાવ્યો તો તેમાંથી ધૂણી નીકળી ત્યારબાદ સેવકો તે ખોડતા તેમાંથી અગ્નિ નીકળી. પછી આ પવિત્ર ભૂમિ ઉપર દસનામી અખાડા નો પાયો નાખી 300 વર્ષ સુધી ભક્તિ અને જ્ઞાનની ગંગા વહેડાવીને આ મહંતે જીવંત સમાધિ લીધી. ત્યારે ભક્તોના ટોળેટોળા ઉમટી પડ્યા.

ત્યારબાદ આ ગાદીએ ઘણા મહંતો જોયા સૌ કોઈ પોતાની રીતે સેવાના કાર્યો કરે છે. આ મંદિર તેમના સત્કાર્યો માટે જાણીતું છે.

 

જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ

Leave a Comment