જો તમે અડદની દાળ ખાઓ છો તો એકવાર અવશ્ય વાંચજો, દાળથી તમારા શરીરમાં…

જો તમે અડદની દાળ ખાઓ છો તો એકવાર અવશ્ય વાંચજો, દાળથી તમારા શરીરમાં…

  • સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી
  • આ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન્ટ હોય છે 
  • ફાયદાની સાથે સાથે નુકશાન પણ છે 

કાળાં ફોતરાંવાળી અડદની દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે. આ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ફેટ, વિટા‌મિન બી-6, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં પોષકતત્ત્વ રહેલાં છે. આ દાળ તમારા હૃદય માટે લાભદાયી છે અને નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કાળાં ફોતરાંવાળી અડદની દાળની તાસીર ઠંડી હોય છે અને અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ માથાનો દુખાવો, લિવરનો સોજો ઓછો કરવામાં, લકવાથી રાહત મેળવવામાં, સાંધાના દુખાવા, અલ્સર, તાવ અને સોજા જેવી અનેક બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે.

આ નુકસાન પણ જાણો
કાળાં ફોતરાંવાળી અડદની દાળનું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. કાળાં ફોતરાંવાળી અડદની દાળનું વધુ સેવન કરવાથી બ્લડમાં યુરિક એસિડ વધવાનું જોખમ રહે છે. યુરિક એસિડ વધવાના કારણે કિડનીમાં કેલ્સિફિકેશન સ્ટોન બની શકે છે. જે લોકોને કિડનીમાં પથરી હોય છે તેમને આ દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. – ગાંઠની બીમારીથી પીડિત લોકોને અડદની દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. આ દાળનું સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં વધારો થઈ શકે છે. અડદની દાળનું વધુ સેવન કરવાથી પિત્ત કે ગાઉટ થવાનું જોખમ રહે છે. જો તમે આ પ્રકારની કોઈ પણ બિમારી છે તો અડદની દાળનું સેવન બિલકુલ પણ ન કરવું.

READ MORE   રોજ સવારે ખાલી પેટ પી લેવું આ વસ્તુનું પાણી, દૂર થશે ડાયાબીટીસ, ઘટશે વજન.

અડદની દાળનું વધુ સેવન કરવાથી અપચા અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા છે તેમણે ડૉકટરની સલાહ લીધા બાદ આ દાળનું સેવન કરવું.

જે લોકોને આળસ, નબળાઈ, દિવસ દરમિયાન થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેઓએ અડદની દાળને તેમના આહારમાં સામેલ કરવી જોઈએ. વાસ્તવમાં અડદની દાળમાં જોવા મળતો ન્યુટ્રલ પદાર્થ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે. આ સિવાય તેના સેવનથી શરીર મજબૂત રહે છે.
જો તમે અડદની દાળને પીસીને પેસ્ટ બનાવો છો અને પછી તેને માથા પર લગાવો છો, તો તેની ઠંડકની અસર માથાનો દુખાવો અને તણાવ, ચિંતામાં રાહત આપવાનું કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમને હેડકી આવી રહી છે અને આરામ નથી કરી શકતા, તમે સળગતા અંગારા પર અડદની દાળ નાખો અને તેમાંથી થોડો ધુમાડો શ્વાસમાં લો. તેનાથી તમારી હેડકીની સમસ્યા દૂર થઈ જશે. અડદની દાળને આખી રાત પલાળીને સવારે દૂધ અને ખાંડ સાથે ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
તેની સાથે તે બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત આપે છે. આ સિવાય જે લોકો હ્રદયની બીમારીથી પીડિત હોય તેમણે અડદની દાળનો ઉપરોક્ત ઉપાય અવશ્ય કરવો.
  • નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે, તેને અપનાવતા પહેલા કોઈ જ્ઞાન કે ડૉક્ટરની સલાહની જરૂર લેવી. procbse.in આને સમર્થન આપતુ નથી.)

READ MORE   શિયાળામાં વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત માટે અજમાવો આ પદ્ધતિ

Leave a Comment