ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

બનાસકાંઠા: જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે.

Banaskantha: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

બનાસકાંઠા: જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં  ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી. જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે.

READ MORE   Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat 3D view 360 Degree
Banaskantha: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

 

કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે. જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ  મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

READ MORE   VNSGU Recruitment 2024: Veer Narmad South Gujarat University Bumper Recruitment Announced, Salary Upto ₹ 40,000

તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાની આ મહિલા અત્યારે ટેકનૉલોજિની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરી રહી છે. ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ ઠાકોર ગર્વ અનુભવી રહ્યા છે. તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકારનો રહ્યા છે. તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહ્યા છે. તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબધ્ધ બનશે.

READ MORE   IPL 2024 Schedule 2024
બનાસકાંઠા જિલ્લાના ઠાકોર પરિવારની આ મહિલાના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે. ત્યારે સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે.

Leave a Comment