તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી કેમ પીવું જોઈએ?

તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી કેમ પીવું જોઈએ?

 

ઘર હોય કે ઓફિસ જ્યાં સુધી ભૂખ તરસ ન લાગે, ત્યાં સુધી કામમાં મન નથી લાગતું. આપણે તરસ પ્રમાણે પાણી પીએ છીએ, આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તેને ધ્યાનમાં નથી રાખતા. ઓછું પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે તે જણાવી રહ્યા છે ડાયટિશિયન અનીતા ઝા.

તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી કેમ પીવું જોઈએ?
પાણી પીવાથી બોડી એક્ટિવ રહે છે. પરસેવા દ્વારા શરીરમાંથી ટોક્સિન નીકળી જાય છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે. દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી ત્વચા અને યુરિન સાથે સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે. ઘણી વખત માથાનો દુખાવો, થાક, અને અનિદ્રાના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. તેથી ડૉક્ટર એક તંદુરસ્ત વ્યક્તિને 3-4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. જો કે, કિડની અથવા લિવર સાથે સંબંધિત સમસ્યાઓમાં ઓછું પાણી પીવાનું કહેવામાં આવે છે.

જો તમે પાણી પીવાનું ભૂલી જાઓ છો, તો મોબાઇલ પર એક રિમાઇન્ડર સેટ કરો, જે તમને સમયાંતરે પાણી પીવાનું યાદ અપાવશે.
જો તમે પાણી પીવાનું ભૂલી જાઓ છો, તો મોબાઇલ પર એક રિમાઇન્ડર સેટ કરો, જે તમને સમયાંતરે પાણી પીવાનું યાદ અપાવશે.

ઓછું પાણી પીવાથી કઈ બીમારીઓનું જોખમ રહે છે?
કબજિયાતની સમસ્યા વધી શકે છે- ઓછું પાણી પીવાના કારણે શરીર ખાવાનું યોગ્ય રીતે પચાવી શકતું નથી, જેના કારણે પેટ સાફ નથી થતું. લાંબા સમય સુધી ઓછું પાણી પીવાની આદત હોય તો પેટ સાથે સંબંધિત સમસ્યા થવાની આશંકા વધી જાય છે.

READ MORE   ગરમ પાણી સાથે એક ચમચી પીઓ આ વસ્તુ. પેટમાંથી બધોં જ કચરો અને જુનો મળ નીકળી જશે બહાર

એક્જિમાની સમસ્યા વધી શકે છે- ત્વચા પર લાલ ચકામા, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા એક્જિમાના સંકેત હોય છે. શરીરમાં પાણીના અભાવના કારણે પરસેવો નથી થતો જેના કારણે ટોક્સિન રૂપમાં ત્વચા પર લાલ ચકામા થઈ જાય છે.

બ્લડ પ્રેશરનું જોખમ રહે છે- પાણી ઓછું પીવાથી લોહી જાડું થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ અટેક અથવા સ્ટોકની આશંકા પણ રહે છે.

પાણીના અભાવે માથાનો દુખાવો થાય છે. ઘરની બહાર જતી વખતે હંમેશાં પાણીની બોટલ સાથે રાખવી.
પાણીના અભાવે માથાનો દુખાવો થાય છે. ઘરની બહાર જતી વખતે હંમેશાં પાણીની બોટલ સાથે રાખવી.

ડિહાઈડ્રેશનની સમસ્યા- શરીરમાં પાણીની અછતના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે. તેમાં શરીર થાક મહેસૂસ કરે છે. માથું ભારે થઈ જવું. તે ઉપરાંત ચહેરા પર ગ્લો ઓછો થઈ જાય છે, વ્યક્તિ પોતાની ઉંમર કરતા મોટો દેખાય છે.

યુરિન ઈન્ફેક્શનની આશંકા વધે છે- દિવસભર પૂરતું પાણી ન પીવાના કારણે યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. હકીકતમાં પાણી પીવાથી યુરિનમાં રહેલા ટોક્સિન પાણીમાં ડાઈલિયુટ નથી થતા અને યુરિન જાડું થઈ જાય છે, જે પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન વધારે છે.

બ્રેનના ફંક્શનિંગ પર અસર પડે છે- પાણી પીવાથી શરીર અને મગજ બંને એક્ટિવ રહે છે. તેમજ પાણીના અભાવથી શરીરમાં એનર્જી પણ ઘટવા લાગે છે. તેનાથી મગજ એકાગ્ર નથી થઈ શકતું. વિચારવાની, કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે અને માથું પણ દુખે છે.

READ MORE   ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા… ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા

પાણીના અભાવથી મેદસ્વિતા વધે છે- જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ, તો આપણી ડાયટ વધી જાય છે. આપણને ભૂખ વધારે લાગે છે અને પેટ ભરવા માટે આપણે ઓવરઈટિંગ કરવા લાગીએ છીએ. પછી તે બપોરનું ભોજન હોય કે રાતનું. લાંબા સમય સુધી આ આદતને અપનાવાના કારણે વજન ઝડપથી વધે છે.

કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે કોઈ બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું જોઈએ.
કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે કોઈ બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું જોઈએ.

પાણી પીવાની આ બાબતોને અવગણશો નહીં

  • જેમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે કોઈ બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું જોઈએ.
  • જો તમે સ્તનપાન કરાવો છો, તો વધુ પાણી પીઓ, જેથી શરીરમાં પાણીની અછત ન રહે.
  • બોટલમાં પાણી ભરીને બાળકોને થોડી-થોડીવારે પીવડાવતા રહો, ઈચ્છો તો ખાંડ મિક્સ કરી લો.
  • પાણી પીવું ક્યારેક હવામાન અને તાપમાન પર આધારિત હોય છે, તેનું ધ્યાન રાખવું.
  • પાણીની જગ્યાએ લિક્વિડમાં નારિયેળ પાણી, જ્યુસ, સ્મૂધી પણ લઈ શકાય છે.
  • ચા-કોફી ઓછી પીઓ. તેમાં રહેલ કેફીનના કારણે શરીરમાં પાણીની અછત સર્જાઈ શકે છે.

કઈ ઉંમરે કેટલું પાણી પીવું એ અહીંથી વાચો

 

 

READ MORE   તમે કેવો ખોરાક ખાઓ છો એ પ્રત્યે તમે સભાન છો ખરા ?

Leave a Comment