નરણા કોઠે નારિયેળ પાણી પીવાના આ ૦૯ ચમત્કારી ફાયદા વિશે

નરણા કોઠે નારિયેળ પાણી પીવાના આ ૦૯ ચમત્કારી ફાયદા વિશે

નાળિયેર પાણી (Coconut Water) એક હેલ્ધી ડ્રિંક છે. જે પોષક તત્વથી ભરપૂર હોય છે. જો તમે તેને રોજ પીશો તો શરીર પર કંઇક આવી અસર જોવા મળશે.

Coconut water Benefits: નાળિયેર પાણી (Coconut Water) એ હેલ્ધી ડ્રિંક છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે તેને રોજ પીશો તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવીએ કે તે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનો નેચરલ સોર્સ છે. રોજ નાળિયેર પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ પુરી થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે રોજ નાળિયેર પાણી પીશો તો તેની તમારા શરીર પર શું અસર થશે?આવો જાણીએ નાળિયેર પાણી પીવાના ફાયદા.

નાળિયેર પાણી પીવાના ફાયદા શું છે?

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, હૈદરાબાદની યશોદા હોસ્પિટલના કન્સલ્ટન્ટ જનરલ ફિઝિશિયન ડૉ. શ્રી કરણ ઉદેશ તનુગુલાએ જણાવ્યું કે, નાળિયેર પાણીમાં 94 ટકા પાણી અને બહુ ઓછુ ફેટ હોય છે. તેમાં મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. એક કપ એટલે કે લગભગ 240 મિલી નાળિયેર પાણીમાં 60 કેલરી હોય છે.

નાળિયેર પાણીનો અન્ય એક સંભવિત વધારાનો ફાયદો એ છે કે તે મેગ્નેશિયમનો સારો સોર્સ છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે અને ટાઇપ 2 ડાયાબિટીસને વધુ સારી રીતે કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. રોજ નાળિયેર પાણી પીવાથી બીપી કંટ્રોલમાં રહેશે.

READ MORE   પાંચ મિનિટમાં જ પેટ થશે ખુલાસા બંધ સાફ, આંતરડામાં જામેલો મળ પણ નીકળી જશે 10 મિનિટમાં.

નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં હોય છે પોષક તત્વો

નારાયણ હોસ્પિટલ, ગુરુગ્રામની ડાયેટિશિયન, મોહિની ડોંગરે જણાવ્યું હતું કે હાઇ પોટેશિયમ કંટેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, સંભવિત રીતે કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. વધુમાં, નાળિયેર પાણીમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરીને ઓવરઓલ હેલ્થમાં ફાળો આપી શકે છે. તે સંભવિતપણે રોગપ્રતિકારક તંત્રને સમર્થન કરી શકે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડી શકે છે.

01.હૃદયના રોગોથી બચાવે

નારિયેળમાં ફેટ હોય છે પરંતુ તેનું પાણી ચરબી રહિત હોય છે. નારિયેળ પાણી પીવાથી હૃદયની બીમારીઓ દૂર રહે છે. હૃદયના દર્દીઓએ પણ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ, હૃદયની તંદુરસ્તી જળવાઈ રહેશે. નાળિયેર પાણીમાં 95 ટકા પાણી હોય છે અને તેમાં કોઈ કોલેસ્ટ્રોલ હોતું નથી. નારિયેળ પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

02.ડીહાઈડ્રેશનને કન્ટ્રોલ કરશે

દરરોજ નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે. ઉનાળામાં શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને પૂરી કરે છે.

READ MORE   ઇંડા અને ચિકન કરતાં 100 ગણી વધુ શક્તિશાળી. આ 10 વસ્તુઓનું સેવન કરવાથી જીવનભર પ્રોટીન, એનિમિયા અને ડાયાબિટીસ નહીં થાય.

03.કિડનીની પથરીની બીમારીથી બચાવે

કિડનીની પથરીથી બચવા માટે નારિયેળ પાણીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને કિડનીની તંદુરસ્તી સુધારે છે. એક કપ નાળિયેર પાણીમાં 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે અને કિડનીની પથરીની સારવાર કરે છે.

04.નારિયેળ પાણીથી વાળને પોષણ મળે

એન્ટીઑકિસડન્ટ, લૌરિક એસિડ, બી વિટામિન અને મેગ્નેશિયમથી ભરપૂર નાળિયેર પાણી વાળને પોષણ આપે છે. તેનું સેવન કરવાથી સ્કેલ્પ હાઇડ્રેટ રહે છે અને ડેન્ડ્રફથી રાહત મળે છે.

05.ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખે

નારિયેળ પાણી પીવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. જો ડાયાબિટીસના દર્દી નારિયેળ પાણીનું સેવન કરે તો શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ પૂરી થાય છે.

06.સ્થૂળતાને કન્ટ્રોલ કરે

નારિયેળ પાણીનું સેવન કરવાથી સ્થૂળતા કન્ટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે. નારિયેળ પાણીનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.

07.મૂત્રમાર્ગને ઇન્ફેકશનના જોખમથી દૂર રાખે છે

યૂરિન ટ્રેક ટૂરિનમાં બેકટેરિયલ ઇન્ફેકશનને વધારો આપે છે જેથી કિડની નબળી થવાની શક્યતા રહે છે. નારિયેળ પાણી એક કુદરતી મૂત્રવર્ધક છે જે પેશાબની માત્રા વધારે છે જેથી કિડની ફંકશન વ્યવસ્થિત રીતે થાય છે.

08.માનસિક તાણ ઓછી કરે છે

નારિયેળ પાણી ફર્ત શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નારિયેળ પાણી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે જેથી માનસિક તાણ ઓછી થાય છે.

READ MORE   રોજ રાત્રે સૂતા પહેલા નાભિમાં અવશ્ય લગાવો આ ૭ તેલ, સવારે ઉઠતાની સાથે જ દેખાશે પોઝિટિવ રિઝલ્ટ
09.પેટની તકલીફ દૂર કરે છે

એસિડિટી, પેટમાં બળતરાજેવી તકલીફો થતી હોય તો નારિયેળ પાણી આ સમસ્યાને ડજથી નાબૂદ કરવામાં સક્ષમ છે. પેટની સમસ્યા મોટા ભાગે ખરાબ પાચનક્રિયા અથવા પાણીની કમીનેકારણે થતી હોય છે. એક ગ્લાસ નાળિયેર પાણી શરીરને ભરપૂર માત્રામા ંહાઇડ્રેટ રાખવાની ક્ષમતા ધરાવે છે.

ડો.તનુગુલાએ જણાવ્યું કે કેટલાક રિસર્ચ દર્શાવે છે કે નાળિયેર પાણી પીવાથી કિડનીની પથરી ઓછી થઈ શકે છે. ડોંગરેએ જણાવ્યું હતું કે દરરોજ નાળિયેર પાણી પીવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને કિડનીની પથરી બનતી અટકાવે છે. ડોંગરેએ જણાવ્યું હતું કે, નાળિયેર પાણીના હાઇડ્રેટિંગ ગુણધર્મો સ્કિન હેલ્થ માટે ફાયદાકારક હોઈ શકે છે, યુવાન દેખાવામાં મદદ કરે છે અને ખીલ જેવી સ્થિતિને સંભવિતપણે ઘટાડે છે, તેમ ડોંગરેએ જણાવ્યું હતું.

Leave a Comment