પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ માટલાનુ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…

પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ માટલાનુ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…

માટલાનું પાણી 

માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે. અંજની કિરોડીવાલનું કહેવું છે કે માટલાનું પાણી પીવાથી શરીરમાં ક્ષારતા વધે છે, જેનાથી મોંમાંથી ગંધ નથી આવતી. તે પાણી જ્યારે પેટમાં જાય છે તો પાચન સાથે સંબંધિત સમસ્યા દૂર થાય છે. અલ્કલાઈન વોટર હોર્મોન્સને સંતુલિત કરે છે.

ગરમીની સિઝન આવતા જ માટલાનું મહત્ત્વ વધી જાય છે. તેનું પાણી પીવામાં જેટલું ઠંડું હોય છે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. આજે આરઓ અને ફ્રિજના પાણીની જગ્યાએ લોકો માટલાનું પાણી પીવાનું વધારે પસંદ કરે છે. માટલાનું પાણી શરીરના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને તેનું પાણી પીવાથી માટીના નેચરલ મિનરલ બોડીમાં પહોંચે છે. આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠમાં પ્રોફેસર અચ્યુત ત્રિપાઠીના અનુસાર, ફ્રિજના પાણીમાં એક પ્રકારનો ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તે ગેસ ફ્રિજમાં રાખવામાં આવેલા સફેદ પદાર્થોને વધુ નુકસાન કરે છે, તેની અસરથી અલ્કલાઈટ્સ નાશ પામે છે. ફ્રિજનું પાણી પીવાથી તરસ પણ નથી છીપાતી. ફિલ્ટર્ડ વોટરથી માટલામાં નેચરલ ઓક્સિજન ફિલ્ટર થઈ જાય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક થઈ જાય છે.

અમૃત માટી ઈન્ડિયા ટ્રસ્ટ સંસ્થાના ચેરમેન અંજની કિરોડીવાલ છેલ્લા 15 વર્ષથી માટલાના વાસણના વૈજ્ઞાનિક ફાયદા પર રિસર્ચ કરી રહ્યા છે. 1993માં જર્મનીમાં કરવામાં આવેલા રિસર્ચ વિશે જણાવતા કહ્યું કે આ રિસર્ચના અનુસાર, વ્યક્તિનું પીએચ લેવલ 1-14 કરવામાં આવ્યું છે. આપણા શરીરમાં વિવિધ દ્રવ્ય (લિક્વિડ) હોય છે અને તે તમામનું પીએચ અલગ હોય છે. જે વ્યક્તિનું પીએચ લેવલ સાત છે તે ન એસિડિક છે અને અલ્કલાઈન એટલે તે ન્યૂટ્રલ છે. જે વ્યક્તિનું પીએચ 7થી નીચે જાય છે તે વ્યક્તિનું શરીર એસિડિક છે.

READ MORE   સરગવાનાં મૂળથી લઈને ફળ, પાન અને ફૂલ પણ છે ફાયદાકારક, અનેક બીમારીઓથી છુટકારો મળે

પીએચ લેવલ 7થી 14 સુધી જાય છે તો તેનો અર્થ એ થયો કે શરીરમાં અલ્કલાઈન (ક્ષારતા) વધે છે. પીએચ 7-14નું હોવાનો અર્થ છે કે તમને ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું જોખમ નથી રહેતું. માટલું અલ્કલાઈન ફોર્મેટમાં હોય છે એટલે કે ક્ષારતા પ્રવૃતિનું હોય છે. તેથી માટીના ઘડાનું પાણી પીવાથી શરીરની ક્ષારતા વધે છે. એકંદરે માટલાનું પાણી શરીર માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.

માટલાનું પાણી કેવી રીતે ઠંડું થાય છે?

માટલામાં પાણી ઠંડું થવાની એ જ પ્રક્રિયા છે જે રીતે ત્વચામાંથી પરસેવો સૂકવવાની છે. તેને એવી રીતે પણ સમજી શકાય છે કે જ્યારે ગરમીમાં તમને પરસેવો થાય છે તો પરસેવો થયા પછી સ્કિન ઠંડક મહેસૂસ કરે છે. આ રીતે ઘડામાં પાણી ભર્યા પછી તેના સૂક્ષ્મ છિદ્રોમાંથી હવા પસાર થતી રહે છે જેનાથી પાણી ઠંડું રહે છે. જેટલી વધારે હવા ઘડામાંથી પસાર થશે, એટલું વધારે પાણી પણ ઠંડું થશે.

ઉનાળામાં માટલાનું પાણી પીવું કેમ જરૂરી છે ?

આયુષ મંત્રાલયની રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના પ્રોફેસર અચ્યુત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, માટલાનું પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી, જ્યારે ફ્રિજનું પાણી પીવાથી ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે અને માટલાનું પાણી શરીરને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી. આ પાણી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય રાખે છે. માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે.

અંજની કિરોડીવાલનું કહેવું છે કે માટલાનું પાણી પીવાથી શરીરમાં ક્ષારતા વધે છે, જેનાથી મોંમાંથી ગંધ નથી આવતી. તે પાણી જ્યારે પેટમાં જાય છે તો પાચન સાથે સંબંધિત સમસ્યા દૂર થાય છે. અલ્કલાઈન વોટર હોર્મોન્સને સંતુલિત કરે છે. વધતી ઉંમરની અસર ઓછી કરે છે. વજન નથી વધતું. શરીરના ઝેરી તત્ત્વો બહાર નીકાળે છે. ત્વચા સારી રાખે છે.

READ MORE   શિયાળમાં કમર, ઘૂંટણ અને કરોડરજ્જુના દુખાવામાં રાહત અપાવશે આ લાડુ, જાણો આ ખાસ લાડુ બનાવવાની રીત…

એક નવી શોધ, અલ્કલાઈન વોટર જગ

અમૃત માટી ઈન્ડિયા ટ્રસ્ટે રાજસ્થાનના વિવિધ ભાગમાંથી માટી જમા કરીને અલ્કલાઈન વોટર જગ તૈયાર કર્યા છે જેને IIT રૂડકી દ્વારા પણ સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે. આ જગ પાણીમાંથી પ્રદૂષણ અને ફ્લોરાઈડની સમસ્યા દૂર કરે છે અને પાણીની ગુણવત્તા પણ વધારે છે. અંજની કિરોડીવાલના અનુસાર, આ જગમાં લો પીએચ લેવલનું પાણી નાખતા જ અલ્કલાઈન વોટરમાં બદલાઈ જાય છે અને અલ્કલાઈન વોટર વ્યક્તિના શરીર માટે સૌથી સારું માનવામાં આવે છે.

માટલું ખરીદતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું

કિરોડીવાલના અનુસાર, માટલું ખરીદતી વખતે તમે પીએચ લેવલ સોલ્યુશનથી પીએચ લેવલ તપાસ કરી લો અને જોઈ લો કે તે માટલાના પાણીનું પીએચ 7થી ઉપર હોય તો તે માટલાનું પાણી પીવું ફાયદાકારક છે. તે પીએચ લેવલથી માટલાની માટીની ગુણવત્તા પણ જાણી શકાય છે.

પ્રોફેસર અચ્યુતના અનુસાર, માટલું બે વર્ષ જૂનું ન હોવું જોઈએ. માટલું ચીકણું ન હોવું જોઈએ. તેના પર કોઈ પ્રકારની પોલિશ ન હોવી જોઈએ.

માટલાનું પાણી ક્યારે ન પીવું જોઈએ?

અંજની કિરોડીવાલના અનુસાર, માટલાનું પાણી કોઈપણ સિઝનમાં પી શકાય છે. આ પાણીને પીવાથી કોઈ નુકસાન નથી થતું. જ્યારે ફ્રિજ આ દુનિયામાં નહોતું ત્યારે પણ લોકો માટલાનું પાણી જ પીતા હતા અને તેના કોઈ નુકસાન પણ નથી. ઉદાહરણ આપતાં અંજની સમજાવે છે કે કૂવાનું પાણી ક્યારેય ખરાબ નથી થતું કારણ કે એ પાણીમાં મિનરલ્સ હોય છે, તેવી જ રીતે માટલાનું પાણી ક્યારેય ખરાબ નથી થતું અને તે સ્વાસ્થ્ય માટે દરેક સિઝનમાં ફાયદાકારક હોય છે.

મિત્રો ઉનાળામાં માટલાનું પાણી પીવું ફાયદાકારક હોય છે. આ કુદરતી ફિલ્ટર ની જેમ કામ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી પ્રદાન કરે છે. કેટલીક બીમારીઓથી બચવામાં પણ આ મદદ કરે છે.

આજથી લગભગ 20 વર્ષ પહેલા મોટાભાગના ઘરોમાં માટલા જોવા મળતા હતા. ધીમે ધીમે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી અને ત્યારબાદ આરઓ ના પાણી સૌથી શુદ્ધ જણાવવામાં આવી રહ્યા છે. બજારના દબાણમાં આપણે પ્રકૃતિએ આપેલા કુદરતી ફિલ્ટરને બેકાર સમજવા લાગ્યા.

READ MORE   કિસમિસ જ નહીં તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક, બાળકોના શારીરિક વિકાસમાં વધારો કરે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે

આયુર્વેદિક એક્સપર્ટ પ્રમાણે માટલાનું પાણી દવાની જેમ કામ કરે છે. આ કુદરતી રૂપે પાણીને શુદ્ધ બનાવે છે. જો તમે યોગ્ય રીતે માટલા નો ઉપયોગ કરો છો તો આ કોઈપણ આરઓ વોટર ફિલ્ટર થી વધારે ફાયદાકારક સાબિત થશે.

1) ગેસ-એસીડીટી ની દવા:-

આયુર્વેદિક ડોક્ટર માટલાના પાણીને કોઈ ઔષધીની જેમ માને છે. કારણકે આ પાણીમાં કુદરતી આલ્કલાઇન હોય છે, એટલે કે પેટમાં વધારે પડતા એસિડને શાંત કરવામાં મદદ કરે છે. આ કારણે ગેસ-એસીડીટી ની સમસ્યાથી છુટકારો મળે છે.

2) લુ થી બચાવે:-

 ઉનાળામાં લુ લાગવી ખૂબ જ ખતરનાક હોય છે જેના કારણે તાવ, ભ્રમ, ચક્કર, બેહોશી જેવી સમસ્યા થઈ શકે છે. માટલાના પાણીમાં કેટલાક મિનરલ હાજર હોય છે જે શરીરના તાપમાનને નોર્મલ કરીને હિટસ્ટ્રોક થી બચાવે છે.

3) હાઇડ્રેશનની શ્રેષ્ઠ રીત:-

શરીરને હાઈડ્રેટ કરવા માટે ના ગરમ પાણી જોઈએ ન ઠંડુ. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયેલું પાણી જ ડીહાઇડ્રેશનને દૂર કરી શકે છે. તેથી માટલાનું પાણી શરીરને હાઈડ્રેટ કરવા માટે શ્રેષ્ઠ છે.

4) નેચરલ ફિલ્ટર છે માટલું:-

 માટલા ને કુદરતી ફિલ્ટર માનવામાં આવે છે. આ ગંદકી અને દૂષિત કણોને પોતાના નાના નાના છિદ્રો માં બ્લોક કરીને પાણીને શુદ્ધ બનાવે છે. તેની શુદ્ધતા વધારવા માટે તેની ઉપયોગ કરવાની તમને યોગ્ય રીતની જાણ હોવી જરૂરી છે.

👉 માટલામાં પાણી સ્ટોર કરવાની યોગ્ય રીત:-

સૌથી પહેલા પાણીને એક મિનિટ સુધી ઉકાળવું જોઈએ. ત્યારબાદ પાણીને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને માટલાની અંદર સ્ટોર કરી લો. જરૂર પડવા પર આ પાણીને કાઢો અને પાછું ઢાંકી દો.

 

 

 

Leave a Comment