પ્રસુતિ અને પિતૃત્વ રજાના તમામ પરીપત્રો

પ્રસુતિ અને પિતૃત્વ રજાના તમામ પરીપત્રો

પ્રસુતીની રજાઓ ;

પ્રસુતીના કિસ્સામાં ૧૮૦ દિવસની સળંગ રજાઓ મંજૂર કરવામાં આવે છે.૧ વર્ષથી ઓછી નોકરીવાળાને આ રજા મળવાપાત્ર નથી.જ્યારે ૧ વર્ષથી વધારે નોકરી પણ બે વર્ષથી ઓછી નોકરીવાળા ને અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર છે.જ્યારે બે વર્ષથી વધુ નોકરીવાળાને પુરા પગારે રજા મળવાપાત્ર છે.પણ આ લાભ પ્રસુતીની રજા ની અરજીની તારીખે જે સ્ત્રી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો જીવીત હોય તેને આ પ્રકાર ની રજા મળવાપાત્ર નથી. આ પ્રસુતી ની રજા હિસાબ માં ઉધારવામાં આવતી નથી.વેકેશનમાં પ્રસુતી થાય અને રજા પર ન હોય તેવા કિસ્સામાં પ્રસુતીની તારીખ થી રજા ની શરૂઆત ગણાય છે.વેકેશન પછી નહી.

  • ગુજરાત વિધ્યાસહાયક મહિલા કર્મચારીને પ્રસૂતિ રજા (Maternity Leave) અને પુરુષ કર્મચારીઓ માટે પિતૃત્વની રજા (Pitrutva Raja) માટેના 1998 થી થયેલા તમામ પરિપત્રો અમે તમામ નિયમો બાબતના GR અંહી મૂકવામાં આવેલ છે. જે તમામ શિક્ષક મિત્રો માટે ખુબજ ઉપાયોગી થશે.પ્રસૂતિ અને પિતૃત્વની રજા અંગેના વિવિધ પરીપત્રો નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરો

 

READ MORE   PNB Recruitment 2024

 

પ્રસૂતિ રાજા રિપોર્ટ માટેના પત્રકો

 

પ્રસૂતિ અને પિતૃત્વ ની રજા મંજુર કરવા બાબત, તારીખ -08 / 02/1998

પિતૃત્વ રજાઓ

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 ના નિયમ -70 માં રાજ્ય સરકારના કર્મચારીઓ/ અધિકારીઓની પિતૃત્વ રજા મંજુર કરવા બાબતે જરૂરી જોગવાઇ નિયત કરવામાં આવેલ છે. પરંતુ આ નિયમોમાં પિતૃત્વ રજા ત્યારથી મળવાપાત્ર થાય છે તેમજ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય છે તેની સ્પષ્ટતા ન હોવાથી સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા આ બાબતે અવારનવાર નાણાં વિભાગને પૂછ્યા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સુચના પ્રસિદ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રઇત કરવામાં આવેલ છે
(1)            પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી અધિકારી ની પત્ની ની પ્રકૃતિ થી 6 month સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે સંજોગોમાં તબીબી પ્રમાણપત્ર તેના આધારે પ્રકૃતિના 15 દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે આમ આ રજાનો લાભ પ્રકૃતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના 6 month સુધીની સમયમર્યાદામાં મળવાપાત્ર થશે .
(2)          પિતૃત્વ રજાનો લાભ કર્મચારી અધિકારીને નિમણૂકની તારીખથી મળવાપાત્ર થશે અને સંબંધિત અન્ય જોગવાઈઓ ઉપર વંચાણે લીધેલ એક મુજબ યથાવત રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

પ્રસુતિના ૧૫ દિવસ અગાઉથી માંડીને ૦૬ માસ સુધી પુરુષ કર્મચારી ભોગવી શકે તે માટેનો પરીપત્ર

DOWNLOAD CLICK HERE  

કરાર આધારીત ફિક્સ પગાર ના કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા નિયમો  ( રજા ) ૨૦૦૨ ના નિયમ ૭૦ ની જોગવાઇઓ અંતર્ગત પિતૃત્વ ની રજાઓ મળાવાપાત્ર થસે

DOWNLOAD CLICK HERE

  • પિતૃત્વ કે પ્રસુતિ રજા નકારી શકાય નહિ
READ MORE   કેળવણી નિરીક્ષક ભરતી પરીક્ષા માટેનું નોટિફિકેશન જાહેર.

કસુવાવડ કે ગર્ભપાત માટેની રજાઓ

કસુવાવડ કે ગર્ભપાત માટેની રજાઓ કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા નિયમો  ( રજા ) ૨૦૦૨ ના નિયમ ૭૧ મુજબ ગર્ભાપાતની અરજી ના દિવસે બે કે તેથી વધુ બાળકો હયાત  ન હોય તેને કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા મળાવાપાત્ર થશે

  • મહિલા સરકારી કર્મચારીને ગમે તેટલા બાળકો જીવીત હસે તેને સમગ્ર નોકરી દરમ્યાન  કસુવાવડ  અથવા ગર્ભપાતના કિસ્સામાં ૪૨ દિવસ કે તેથી વધુ નહિ તેટલી પ્રસુતિ રજાના હકદાર બનશે
  • બે અથવા વધુ જીવીત બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીને ગર્ભપાત ના કિસ્સામા પ્રસુતિ રજા મળી શકશે નહિ
  • મહિલા સરકારી કર્મચારીને એજ જ બાળક હોય અથવા બાળક ન હોય અને અરજીના સમર્થનમા તબીબી પ્રમાણપત્ર સામેલ કર્યુ હોય તો તેને ગર્ભપાત ના કિસ્સામા માટે સાત ૦૭ દિવસો કરતુ વધુ તેટલી પ્રસુતિ રજા મંજૂર કરી શકાશે
  • મહિલા કર્મચારીના રજાના હિસ્સાબમા આ રજા ઉધારવામા આવશે
READ MORE   Gujarat Forest Guard Call Letter 2024 – Download Admit Card Link

પ્રસુતિ અને પિતૃત્વ રજાના તમામ પરીપત્રો

 

Leave a Comment