બપોરે જમવાની સાથે છાશ પીવાના થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો

બપોરે જમવાની સાથે છાશ પીવાના થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો

ગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

  • છાશ ઉનાળામાં અમૃત સમાન છે
  • પેટના તમામ રોગોને ખતમ કરે છે છાશ
  • વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવામાં કારગર છે છાશ

કેવી છાશ પીવી?

મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી. સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે. છાશ હમેશાં બપોરે જ પીવી.

READ MORE   શિયાળામાં વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત માટે અજમાવો આ પદ્ધતિ

ભોજન સાથે છાશના ફાયદા

ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.

આંતરડાને હેલ્ધી રાખે છે

આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે

READ MORE   મગફળીના દાણાનું સેવન પથરી, કેન્સર, બીપી, ખરતા વાળ વજન બધું કરી દેશે ગાયબ…

વાત માટે બેસ્ટ

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું.

સ્ફૂર્તિ આપે છે

છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ.

વાળ માટે ઉત્તમ છે

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

પેટના રોગો દૂર કરે છે

પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.

READ MORE   આ કામો કરતી વખતે ખાસ સાચવવુ નહીં તો અચાનક જ આવી શકે છે હાર્ટ એટેક…
ખોરાક પચાવવામાં મદદ કરે છે

ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.

 

 

Leave a Comment