ભગવતગીતા એક પરમ રહસ્ય

ભગવતગીતા એક પરમ રહસ્ય

 

 

 

The Bhagavad Gita in Pictures

ભગવદ ગીતા આ માટે આપણને બધાને ઉકેલ આપે છે. તે આપણને શીખવે છે કે આપણી ક્ષમતાઓ, કુશળતા, ગુણો, શક્તિ, બુદ્ધિ, હોશિયારી, વગેરે આપણને જણાવે છે કે આપણું આખું બ્રહ્માંડ તેના સર્જકની આસપાસ કેવી રીતે ફરે છે.

Bhagvad Gita: જો તમારે જીવનમાં એક આદર્શ વ્યક્તિ બનવું હોય તો ભગવદ ગીતા(Bhagwad Geeta ) વાંચવી એ તમારા માટે રસ્તો છે. આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે ભગવદ ગીતા તેના વાચકોને જ્ઞાનની ભરમાર આપે છે. આ પવિત્ર પુસ્તક કદાચ સુખી જીવન જીવવા માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. આ અદ્ભુત પવિત્ર ગ્રંથ(Holy Book ) ભગવત ગીતા આપણા મનને કાર્યક્ષમ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે

આપણું મન સતત આનંદ અને નિયંત્રણ માટે વિવિધ ઇચ્છાઓ ઉત્પન્ન કરે છે, જે વ્યવહારિક રીતે પૂર્ણ કરી શકાતી નથી. પરંતુ આ ઈચ્છાઓને પ્રાપ્ત કરવામાં જો આપણે સફળ થઈએ, તો આપણને ગૌરવ, ઘમંડ, લોભ, આપણે જે મેળવ્યું તે ગુમાવવાનો ડર લાગે છે. તેની સાથે, જો આપણે તે ઈચ્છાઓ પૂરી કરવામાં નિષ્ફળ જઈએ તો ડિપ્રેશન, ચિંતા આવે છે. પરંતુ આપણા માટે જે મહત્વનું છે તે સમજવું એ છે કે જો બધું સંપૂર્ણ હોય તો પણ તે બધા મૃત્યુ સાથે સમાપ્ત થાય છે.

ભગવદ ગીતા આ માટે આપણને બધાને ઉકેલ આપે છે. તે આપણને શીખવે છે કે આપણી ક્ષમતાઓ, કુશળતા, ગુણો, શક્તિ, બુદ્ધિ, હોશિયારી, વગેરે આપણને જણાવે છે કે આપણું આખું બ્રહ્માંડ તેના સર્જકની આસપાસ કેવી રીતે ફરે છે. આથી આપણે જે પણ છીએ અથવા આપણી પાસે છે તે ભગવાનની આપણને ભેટ છે અને આ ભેટોનો ઉપયોગ કરીને આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ તે બદલામાં ભગવાનને અર્પણ કરવું જોઈએ. જીવનમાં લોભ અને અભિમાન માટે કોઈ અવકાશ નથી. અને આ રીતે, આપણે સફળતામાં નમ્ર અને નિષ્ફળતામાં સહિષ્ણુ બનવાનું શીખી શકીએ છીએ. જેનાથી આપણને ખુશ રાખવામાં આવે છે.

સ્વસ્થ જીવન જીવવાની અને સંસાર તરી જવાની કળા શીખવતો ગ્રંથ. મહાભારતના ભીષ્મ પર્વમાં તેનો સમાવેશ કરાયો છે. 700 શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવ ભાઈઓમાંના અર્જુનને યુદ્ધભૂમિ પર પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે આપ્યો હતો.

ભગવદગીતાના 18 અધ્યાયમાંથી દરેક અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે એવા શ્લોક તારવીને અષ્ટાદશશ્લોકી ગીતાને મૂળ ગીતા તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થયો છે (1.32; 2.20; 3.28; 4.24; 5.18; 6.25; 7.4; 8.13; 9.22; 10.42; 11.36; 12.16; 13.32; 14.22; 15.14; 16.13; 17.16; 18.73).

53 Bhagavadgita Royalty-Free Images, Stock Photos & Pictures ...

ભગવદગીતાના 18 અધ્યાયોનાં નામ : (1) અર્જુનવિષાદયોગ, (2) સાંખ્યયોગ, (3) કર્મયોગ, (4) જ્ઞાનયોગ, (5) કર્મસંન્યાસયોગ, (6) ધ્યાનયોગ, (7) જ્ઞાનવિજ્ઞાનયોગ, (8) અક્ષરબ્રહ્મયોગ, (9) રાજવિદ્યા-રાજગુહ્યયોગ, (10) વિભૂતિયોગ, (11) વિશ્વરૂપદર્શન-યોગ, (12) ભક્તિયોગ, (13) ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ, (14) ગુણત્રય-વિભાગયોગ, (15) પુરુષોત્તમયોગ, (16) દૈવાસુરસંપદ્વિભાગયોગ, (17) શ્રદ્ધાત્રય-વિભાગયોગ અને (18) મોક્ષસંન્યાસયોગ (ક્યાંક નામો જરા જુદાંય મળે, પણ તેનું ખાસ મહત્વ નથી).

READ MORE   ભગવાન શ્રીકૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે; પેસેન્જર સબમરીન 300 ફૂટ ઊંડે લઈ જશે

‘યોગ’ એટલે પરતત્વ કે ઈશ્વર સાથે જોડે તે. પણ युज् = કામે લગાડવું, તેથી જે પ્રવૃત્તિ કરાવે, અનુકૂલ માર્ગે કે કામે જોતરી દે તે યોગ, જીવનપદ્ધતિ કે ઉપાય. તે જ્ઞાનપ્રધાન હોય કે ભક્તિપ્રધાન કે કર્મપ્રધાન કે અનુકૂલ કોઈ અન્ય, પણ ક્રમે ક્રમે પરપ્રાપ્તિ કે ધ્યેયપ્રાપ્તિ તરફ લઈ જાય.

ભગવદગીતા વિશે કેટલાક મતો : (i) મૂળ સાંખ્યયોગપરક ગ્રંથ હતો તેમાં કૃષ્ણ-વાસુદેવનો સાંપ્રદાયિક મત મિશ્રિત થયો અને પછી કૃષ્ણ અને વિષ્ણુ એક મનાવા લાગ્યા એટલે વૈદિક ધારામાં તેને સ્થાન મળ્યું. (ii) મૂળમાં તે શ્વેતાશ્વતર ઉપનિષદ પછીનું ઉપનિષદ હશે જેને વૈષ્ણવ સંપ્રદાયે અપનાવ્યું અને પછી કૃષ્ણ-સંપ્રદાયનો સંસ્કાર અપાયો અને કૃષ્ણભક્તિનો રંગ ચડાવવામાં આવ્યો હોય. (iii) કોઈ દાર્શનિક વાદ કે ધર્મનું પ્રતિપાદન કરવાનો આશય જ નહોતો, માત્ર અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવાના પ્રસંગને કેન્દ્રમાં રાખી ભિન્ન ભિન્ન દાર્શનિક મતોનો સમન્વય થયો હોય.

ભગવદગીતા ઉત્કૃષ્ટ કોટિની કૃતિ છે. તેમાં ઉપનિષદોની ‘પ્રજ્ઞા પુરાણી’ને કેન્દ્રમાં રાખીને જીવનને સમગ્રતયા અવલોક્યું છે અને દરેકને ઉપયોગી થાય તેવો ઉપદેશ આપ્યો છે. ભગવદગીતાને દાર્શનિક ગ્રંથ તરીકે ન જોતાં ધર્મ – વિશાળ અર્થમાં ધર્મ જગતને સર્વ રીતે ધારણ કરનાર સર્વવ્યાપી પરમતત્વ સાથેનો યોગ, ઐક્યભાવ શીખવનાર અને તે માર્ગે જોતરી દેનાર ધર્મ – પ્રતિપાદિત કરનાર ગ્રંથ તરીકે તે દેશ, કાલ કે સંપ્રદાયની મર્યાદાથી પર ગણાયો છે અને સર્વત્ર તેને આદર પ્રાપ્ત થયો છે. યોગ્ય જ કહેવાયું છે :

ભગવતગીતા • ShareChat Photos and Videos

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन: ।

पार्थो वत्सः सधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् ।।

(સર્વ ઉપનિષદો ગાયો છે. ગોપાલનંદન કૃષ્ણ એ ગાયોને દોહનાર છે, અર્જુન વાછરડો છે, જ્ઞાની ભોક્તા છે અને ગીતારૂપી અમૃત ઉત્તમ દૂધ છે.) દરેક અધ્યાયના અંતે જે પુષ્પિકા મૂકવામાં આવી છે તેમાં જ ભગવદગીતાને બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર – પરતત્વનું યથાર્થ જ્ઞાન અને પરપ્રાપ્તિ તરફ લઈ જવા પ્રવૃત્તિની કળા શીખવતું શાસ્ત્ર  કહી છે (इति श्रीमदभगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे…. अध्याय: ।)

ભગવદગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ દરેકને તે તે સ્થળે સર્વશ્રેષ્ઠ કે વધારે સારાં કહ્યાં છે, અને આ વિચિત્ર કે વિરોધાભાસી જણાશે તેનો ઉપદેશકને પૂરો ખ્યાલ છે, કારણ કે જિજ્ઞાસુ અર્જુન પાસે આ વિશે શંકા પણ કરાવી છે. આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી હોય છે, દરેકને માટે સર્વસામાન્ય ઔષધ, નીતિનિયમ કે ઉપદેશ કામમાં ન આવે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એક જ ચિત્તની બુદ્ધિ (Intellect), ઇચ્છા (Will) અને ભાવ (Emotion) એ ત્રણ વૃત્તિનાં રૂપ છે જે એકબીજાંથી સર્વથા અલગ હોતાં નથી. પ્રકૃતિ પ્રમાણે કોઈ જ્ઞાનમાર્ગે, કોઈ કર્મયોગના માર્ગે તો વળી બીજો ભક્તિયોગનો આશ્રય લઈને પરમ તત્વને પામવા પ્રયત્ન કરે પણ તેમાં એકનું પ્રાધાન્ય હોય એટલું જ, બીજાં બેની બાદબાકી થઈ શકે નહિ. જ્ઞાન માટે કર્મ અને શ્રદ્ધામય ભક્તિ એટલાં જ જરૂરી છે, જેટલાં કર્મ માટે ભક્તિ અને જ્ઞાન, અને ભક્તિ માટે કર્મ અને જ્ઞાન. અન્યથા આળસ, જડતા અને અજ્ઞાનના અવરોધો એવા આવી જાય કે પરમતત્વની અનુભૂતિ શક્ય બને નહિ. એટલું જ નહિ, આ સાંસારિક જીવન પણ પીડારૂપ લાગે. ભગવદગીતાએ સમતોલ ઉપદેશ આપ્યો છે, જેમાં કોઈનો નિષેધ નથી, પણ સર્વનો સંગ્રહ કરીને આગળ વધવાનું છે – સત્યની અનુભૂતિ માટે અને લોકસંગ્રહ માટે. ભગવદગીતામાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને વૈદિક કર્મકાંડ, ઉપનિષદોનું અદ્વૈતપરક તત્વચિંતન, સાંખ્યયોગનો પ્રકૃતિ-પુરુષવિષયક સિદ્ધાંત અને ધ્યાન-પ્રક્રિયા, ભાગવતપરંપરાની ભક્તિ વગેરે જ્યાંથી જે સારું, વ્યવહારુ અને બુદ્ધિયુક્ત લાગ્યું તેનો સુભગ સમન્વય કર્યો છે અને એવી રજૂઆત કરી છે જે લગભગ સૌને સ્વીકાર્ય બને. વૈદિક કર્મકાંડમાં જડતા, જટિલતા જેવાં લક્ષણોનો પ્રવેશ ક્રમે ક્રમે થયો હતો અને બ્રાહ્મણ ઋત્વિજોનું વર્ચસ્ સ્થાપિત કરવાનો પ્રયત્ન જણાવા લાગ્યો હતો જેને આધારે લૌકાયતિકો, બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ વેદની પ્રમાણભૂતતા પર આક્ષેપ કરી શકતા. ઉપનિષદોમાં પણ વૈદિક યજ્ઞોને ‘અર્દઢ પ્લવ’ કહ્યા છે જેનાથી સંસારને તરી ન શકાય, ઊલટું બંધનમાં, જન્મમરણના ફેરામાં ફસાવું પડે. તેમ છતાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને અગ્નિહોત્રાદિ નિત્યકર્મો, જેનાથી પુણ્ય પ્રાપ્ત ન થાય પણ ન કરવાથી પાપ થાય તેમને ચિત્તશુદ્ધિ અર્થે આવશ્યક માન્યાં છે. ભગવદગીતાએ વૈદિક કર્મકાંડમાં વિશાળતા અને ઉદારતાનાં લક્ષણો દાખલ કર્યાં છે. નિષ્કામ ભાવે કરેલું દરેક કર્મ યજ્ઞ જ છે, કારણ કે તે લોકસંગ્રહાર્થે કરેલું છે જેમાં યજ્ઞ કરનાર, યજ્ઞ, આહુતિ, ફલ બધું જ બ્રહ્મમય છે કારણ કે પરતત્વ બ્રહ્મ સર્વવ્યાપક, સર્વનિયામક, અક્ષય એવું એક તત્વ છે. આવાં કર્મ કરવાથી પણ બ્રહ્મભાવ કે પરપ્રાપ્તિના માર્ગે આગળ વધી શકાય છે (4.24). પોતાનો અહંભાવ ઓગાળી નાખીને, શ્રદ્ધાપૂર્વક પરમેશ્વરને સંપૂર્ણપણે શરણે જવાથી, સમર્પિત થવાથી પણ એ શક્ય બને છે અને બ્રહ્મજિજ્ઞાસાના માર્ગે પ્રયત્નશીલ રહીને પરમતત્વની અનુભૂતિ જ્ઞાનમાર્ગે કરવાથી પણ પરપ્રાપ્તિ થાય છે – આ નિર્ગુણ, અક્ષરબ્રહ્મની અનુભૂતિનો માર્ગ કઠિન છે, દરેકને સુલભ નથી. અલબત્ત આ કર્મયોગ અને ભક્તિયોગથી પ્રસન્ન થયેલ ભગવાન બુદ્ધિયોગ શક્ય બનાવે છે (10.10). તે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને પરમતત્વ સાથે એકીભાવ પ્રાપ્ત થાય છે. ભગવદગીતામાં પ્રતિપાદિત ભક્તિ કેવળ લાગણીવેડા નથી, અને તેના કર્મયોગમાં માત્ર બુદ્ધિશૂન્ય ઐકાન્તિક ક્રિયાશીલતા નથી.

READ MORE   મોક્ષદાયીની સાત પુરીઓ

310+ Bhagavad Gita Stock Photos, Pictures & Royalty-Free ...

ભગવદગીતાના અઢારે અધ્યાયને અલગ અલગ રીતે બોધ આપતા ગણી શકાય, અથવા છ છ અધ્યાયના ત્રણ ગુચ્છ કર્મ, ભક્તિ અને જ્ઞાનનો પુરસ્કાર કરતા માની શકાય. અથવા ભગવદગીતાને એક કૃતિ માની સમગ્રતયા ઉપદેશ આપતી માની શકાય, જેમાં દરેક ચિંતન કે દર્શન કે સંપ્રદાયને પોતાના મતનું સમર્થન સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ ત્રણમાંથી કોઈ એક અંગે પ્રમાણ મેળવવું મુશ્કેલ ન બને. તેના તત્વચિંતનમાં સાંખ્યયોગનો તત્વવિચાર માન્ય છે, માત્ર પ્રકૃતિ ને જીવાત્મા(પુરુષ)ને ઈશ્વરથી સ્વતંત્ર નથી માન્યાં. જીવને, આત્મતત્વને પરમાત્માસ્વરૂપ માન્યું છે જે કેવલાદ્વૈતને અનુકૂલ છે, તો સગુણ ઈશ્વર અને તેને શરણે જતા જીવોની પણ વાત કરી છે જે ભક્તિપરાયણ દર્શનોને અનુકૂળ છે. ભગવદગીતાનો ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર સાથે પ્રસ્થાનત્રયીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય જેવા આચાર્યોએ કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, શુદ્ધાદ્વૈત માટે જેમ ઉપનિષદો કે બ્રહ્મસૂત્રોમાંથી તેમ ભગવદગીતામાંથી સમર્થન મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમના સંપ્રદાયોમાં તેના પર ભાષ્યો પણ લખાયાં છે.

READ MORE   ૐ શબ્દમાં સમાયેલુ છે સમગ્ર બ્રહ્માંડ

ભગવદગીતા સ્પષ્ટ કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર સાધના જ્ઞાનપ્રધાન, કર્મપ્રધાન કે ભક્તિપ્રધાન હોય પણ દરેકમાં બીજાં બેની બાદબાકી તો શક્ય જ નથી. જ્ઞાનમાર્ગે પણ કર્મ તો કરતાં જ રહેવું પડે છે, જીવવાને માટે પણ એ જરૂરી છે, સભાન થયા વિના કર્મ કરવાનું ચાલુ જ હોય છે. કર્મયોગમાં પણ પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હોવાં જ જોઈએ જેથી એ ઈશ્વરને પૂર્ણપણે સમર્પિત થઈ શકે; અને કર્મ પ્રકૃતિ-પુરુષના, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના, અનાત્મા-આત્માના વિવેકજ્ઞાન અને પરતત્વના સ્વરૂપના જ્ઞાનપૂર્વક થાય એ આવશ્યક છે. ભક્તિ માટે પણ કર્મ જરૂરી છે અને જ્ઞાન પ્રાપ્ત થતાં તત્વાનુભૂતિ થાય છે. આ ત્રણ મુખ્ય માર્ગોને સહાયભૂત થવા ધ્યાનયોગની આવશ્યકતા સ્વીકારી છે, પણ ગૌણ સાધન તરીકે અને તેની કઠોરતા કે જટિલતાનો આગ્રહ રાખ્યા વિના. દેહદમન કે ઇન્દ્રિયદમનની ભલામણ કોઈ જગ્યાએ નથી, ઊલટું એમ કહ્યું છે કે પ્રકૃતિ પોતાનું કામ કર્યે જ જવાની, તેનો નિગ્રહ શક્ય નથી અને તે જરૂરી પણ નથી (3.33). પ્રકૃતિ જે અચેતન તત્વ છે તે ચેતન આત્મ-તત્વથી અલગ છે અને આત્મા નિત્યશુદ્ધ સચ્ચિદાનંદરૂપ છે અને તેના પ્રકાશથી પ્રકૃતિ પોતાની પ્રવૃત્તિ કરે છે એવી ર્દઢ સમજણ જાગી જાય તો કોઈ પણ કર્મ જે સંજોગ અનુસાર કરવાનું આવે તેનાથી પાપ કે બંધન થતું નથી. ભગવદગીતાની ઉદાર ર્દષ્ટિ અનુસાર દરેક માર્ગ પોતાની રીતે બ્રહ્મભાવમાં પરિણમે છે અને વાસ્તવમાં એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ નહિ. ભગવાનને જે સ્વરૂપે ભજો તે સ્વરૂપે ભગવાન પ્રાપ્ત થશે કારણ કે જે કંઈ છે તે બધું ભગવત્-સ્વરૂપ જ છે. ભગવદગીતાએ અલગ અલગ ર્દષ્ટિએ અને દરેક પ્રકૃતિને અનુરૂપ ઉપદેશ આપ્યો છે અને દરેક માર્ગમાં રહેલી મુશ્કેલી કે સરળતા પ્રત્યે પણ ધ્યાન દોર્યું છે.

ભગવદગીતાએ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગનો ઉપદેશ આપ્યો છે તેનો વિચાર કરીએ તો તેમની સાથે સંકળાયેલા બીજા મુદ્દાઓનો પણ સ્પર્શ થઈ જશે.

ભગવતગીતા ડાઉનલોડ કરવા માટેઅહી ક્લીક કરો 

ભગવતગીતા એક પરમ રહસ્ય

Leave a Comment