ભગવાન શ્રીકૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે; પેસેન્જર સબમરીન 300 ફૂટ ઊંડે લઈ જશે

ભગવાન શ્રીકૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે; પેસેન્જર સબમરીન 300 ફૂટ ઊંડે લઈ જશે

હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે થઇ શકશે. મૂળ દ્વારકાની મુલાકાતે ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવા જઈ રહી છે.

દ્વારકા નગરી જે દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટ શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયુ સાઇન કર્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે.

સબમરીની વિશેષતાઓ 

  • સબમરીનનું વજન લગભગ 35 ટન હશે
  • સબમરીનમાં એક સાથે 30 લોકો બેસી શકશે, જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે.
  • જેમાં બે હરોળમાં 24 મુસાફરો બેસશે. 2 ડાઈવર, 2 પાઇલટ,1 ગાઈડ અને 1 ટેકનિશિયન હશે.
  • દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી 300 ફૂટની ઉંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય.
  • ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે. તેમનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે.
  • તેમાં કુદરતી પ્રકાશની જોગવાઈ હશે. કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે.
READ MORE   આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

મૂળ દ્વારકાની મુલાકાતે લાવવામાં આવેલ સબમરીન પ્રોજેક્ટ

કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. આ યોજનાઓમાં કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોરને મહત્ત્વ અપાયું છે.

માન પ્રધામંત્રીશ્રી એ સમુદ્ર માં દ્વારિકાના દર્શન કરતાં નો વિડિયો નીચે જોવો

મૂળ દ્વારકા (બેટ દ્વારકા)ની મુલાકાત લેવા માટે દ્વારકા કોરિડોર હેઠળ સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. અરબી સમુદ્રમાં સૌથી મોટો કેબલ બ્રિજ બેટ દ્વારકામાં જ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમી આસપાસ શરૂ થશે.

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે દ્વારકાનો સમાવેશ ‘સપ્ત પુરી’માં થાય છે. એક માન્યતા મુજબ અચાનક જ કોઈ જળ હોનારત થઈ હોય આખું શહેર દરિયામાં સમાઈ ગયું હોય, આવી માન્યતાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રમાં ‘જિયોમાયથૉલૉજી’ના નામે તરેહ વિકસી છે. 1963માં ભારતીય પુરાતત્ત્વીય વિભાગને અરબી સમુદ્રના પેટાળમાંથી કેટલાક અવશેષો મળ્યા હતા.

READ MORE   ભગવતગીતા એક પરમ રહસ્ય

જામનગર: આજે જામનગરમાં ગુજરાત ઇતિહાસ પરિષદનું 31મુ અધિવેશન યોજાયું હતું, જેમાં વિવિધ સંશોધકોએ કરેલા સંશોધન રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઇતિહાસ વિદોએ ક્યાં આધાર પુરાવા સાથે સંશોધન કર્યું અને ક્યાં પરિમાણો સાથે સંશોધન કર્યું તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ દેવભૂમિ દ્વારકા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ: ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે દ્વારકાનો સમાવેશ ‘સપ્ત પુરી’માં થાય છે. દર વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ શહેરની મુલાકાત લે છે અને કૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લે છે. ભારતનાં કેટલાંક શહેરો માટે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં ‘સુવર્ણનગરી’ જેવી માન્યતાઓ પ્રવર્તે છે.

આખું શહેર દરિયામાં સમાઈ ગયું : એક માન્યતા મુજબ અચાનક જ કોઈ જળ હોનારત થઈ હોય આખું શહેર દરિયામાં સમાઈ ગયું હોય, આવી માન્યતાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રમાં ‘જિયોમાયથૉલૉજી’ના નામે તરેહ વિકસી છે. 1963માં ભારતીય પુરાતત્ત્વીય વિભાગને અરબી સમુદ્રના પેટાળમાંથી કેટલાક અવશેષો મળ્યા હતા. જિયોમાયથૉલૉજી તથા મરીન આર્કિયૉલૉજીમાં નિષ્ણાત ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનૉગ્રાફી (NIO)ને 1982માં નોંધપાત્ર સફળતા મળી હતી.

READ MORE   શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાજીનું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધિભૂમિ

સમુદ્રના પેટાળમાં સંશોધન
ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અરબી સમુદ્રના પેટાળમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અર્ધગોળાકાર તથા લંબચોરસ પથ્થર જોવા મળ્યા છે.આજુબાજુના વિસ્તારમાં અલગ-અલગ સાઇઝના આવા અનેક પથ્થર જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકો માને છે કે આ પથ્થરો ‘એક જ માળખા’ના છે.

કચ્છના અખાત પાસે આવેલ બેટ દ્વારકા
ઇન્સ્ટિટ્યૂટના નિષ્કર્ષ પ્રમાણે, ઈ.સ. 10મી અને 14મી સદી દરમિયાન દ્વારકા ધમધમતું બંદર હશે. કચ્છના અખાત પાસે આવેલ બેટ દ્વારકામાંથી ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના અવશેષ મળ્યા છે, પરંતુ ‘સુવર્ણનગરી દ્વારિકા’ના અસ્તિત્વને પુરવાર કરે, તેવાં કોઈ નક્કર પુરાવા સાંપડ્યા નથી.

કેટલાક અવશેષ મળી આવ્યા
જોકે, અહીંથી 450 કિલોમીટર દૂર ખંભાતના અખાતના દરિયાકિનારે દરિયા પેટાળમાંથી કેટલાક અવશેષ મળી આવ્યા છે. જે ઈ.સ. પૂર્વે 7,600 વર્ષ જૂના છે.છેલ્લા લગભગ એક દાયકા દરમિયાન આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાની દરિયાઈ પાંખને સમુદ્રના પેટાળમાંથી અનેક પુરાતત્વીય સિક્કા તથા ચીજો મળી છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીએ દ્વારકાના દરિયા કિનારે અંડરવૉટર રૉબૉટિક વિહિકલ્સ દ્વારા સંશોધન માટે વિચારણા હાથ ધરી હોવાના અહેવાલ પણ હતો.

Leave a Comment