મોક્ષદાયીની સાત પુરીઓ

મોક્ષદાયીની સાત પુરીઓ

આપણ શાસ્ત્રોમા મુક્તિ માટે પાંંચ સાધનો જણાવેલા છે, પ્રથમ છે જ્ઞાન, બીજો છે ભક્તિ દ્વારા ભગવત કૃપાની પ્રાપ્તિ, ત્રિજો છે પુત્ર પુત્રાદી ગૌત્ર્જો, કુટુબીજનો તથા અન્ય વ્યક્તિ દ્વારા ગયા વગેરે આપણા શાસ્ત્રોમાં મુક્તિ માટેના પાંચ સાધનો જણાવેલ છે પ્રથમ છે જ્ઞાન,  બીજો છે ભક્તિ દ્વારા ભગવત કૃપાની પ્રાપ્તિ ત્રીજો છે પુત્ર પુત્રાદી પુત્રજો કુટુંબીજનો તથા અન્ય વ્યક્તિ દ્વારા ગયા વગેરે તીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મ ચોથું છે ધર્મયુદ્ધ તથા ગૌરક્ષા વગેરેમાં થયેલ મૃત્યુ તથા પાંચમો છે કુરુક્ષેત્ર વગેરે પ્રદાન તીર્થો તથા સાથ પ્રધાનમંત્રી પુરીઓમાં શરીર ત્યાગ બધો જ તીર્થ શુભ ફળ તથા પુણ્ય પ્રદાન કરનારા હોય છે પોતાની વિશેષતાઓને કારણે આ પૂરીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે આ સાતપુરીઓને યાત્રા અને દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા વતી શ્રેયા સત્યતા મોક્ષ દાયકા અર્થાત્ અયોધ્યા મથુરા માયાવતી હરિદ્વાર કાચી વારાણસી કાચી ઉજ્જૈન તથા દ્વારકા નગરી છે

અયોધ્યા

સાત મોક્ષ નાયની પૂરીઓમાં પ્રથમ તથા મુખ્ય છે અયોધ્યાપુરી ભગવાન શ્રી હરિ ના સુદર્શન ચક્ર પ્રવચેલી છે શ્રીરામની જન્મભૂમિ હોવાના કારણે તેનું ઘણું મહત્વ છે તેનો આકાર માછલી સમાન છે સ્કંદગુરાણા વૈષ્ણવ ખંડના અયોધ્યા મહાત્મા અનુસાર અયોધ્યાનું ક્ષેત્ર સહસ્ત્રધારાથી થતી એક યોજના પૂર્ણ પૂર્વ સુધી એક યોજન પશ્ચિમ સુધી દક્ષિણ મહોતમ સન હજી સુધી તથા ઉત્તરમાં સરયુ નદી સુધી છે અયોધ્યામાં બ્રહ્માજી દ્વારા નિર્મિત બ્રહ્મકુંડ છે તથા સીતાજી નો સીતા ગુણ પણ છે એને ભગવાન આમે વરદાન આપીને સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારો બનાવ્યો છે આ કુંડમાં સ્નાન કરવાથી તમામ પાપો માંથી મુક્તિ મળે છે

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તો મંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલા મંદિરોનાં અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધે થોડા મહિનાઓ માટે વિહાર કરેલો.

અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રી રામનાં પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)નાં પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રીરામનો જન્મ રાજા દશરથનાં રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણ રામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે.

પ્રભુ શ્રી રામ દ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રી રામનાં પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુનઃનિર્માણ કરાવ્યું. આ પુનઃનિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની ૪૪ પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુનાં હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રી રામ જન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.

આશરે ૧૦૦ ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીનાં કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામ કરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિષે શોધ-સંશોધન કર્યું તો નજીકનાં યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રી રામની અવધ ભૂમિ છે. સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક ભવ્ય મંદિર તેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રી રામનાં જન્મસ્થળ પર કાળા રંગનાં પથ્થરોનાં ૮૪ સ્તંભો પર એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.

સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આ મંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશનાં પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું  હતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયનાં સમય અને તે પછીનાં લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.

ઈતિહાસકારોનાં મતે ૬૦૦ ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું. એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં ૨૦ જેટલા બૌદ્ધ મંદિરો હતા અને અહીં ૩૦૦૦ ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિન્દુઓનું એક મોટું મંદિર પણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.

આ પછી, ઈસાની ૧૧મી સદીમાં કન્નૌજનાં રાજા જયચંદએ મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનાં પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતનાં યુદ્ધમાં જયચંદનાં અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોનાં હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો. મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીઇની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં ૧૪મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રી રામનું મંદિર તોડી શક્યા ન હતા.

વિવિધ આક્રમણ પછી પણ શ્રી રામનાં જન્મસ્થળ પર બાંધવામાં આવેલું મંદિર ૧૪મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીનાં શાસન સુધી અહીંયા મંદિરનું અસ્તિત્વ હયાત હતું. ૧૪મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રી રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે ૧૫૨૭ – ૧૫૨૮માં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.

મોગલ સામ્રાજ્યનાં સંસ્થાપક બાબરનાં સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રી રામનાં જન્મસ્થળ પરનાં પ્રાચીન મંદિર તોડીને એક મસ્જિદ બનાવી હતી, જે ૧૯૯૨ સુધી અસ્તિત્વમાં હતી.

બાબરનામા અનુસાર, ૧૫૨૮માં અયોધ્યાનાં રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ‘જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરનાં શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

આ પછી, ૪૯૧ વર્ષ સુધી શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય-દિવ્ય શ્રી રામ મંદિરનાં નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, હિન્દુ યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રી રામ જન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે ૯ નવેમ્બર ૨૦૧૯નાં રોજ આખરે એ શુભ દિવસ આવ્યો જ્યારે સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાનાં ભવ્ય-દિવ્ય મંદિર નિર્માણનો આદેશ આપ્યો.

READ MORE   Mparivahan - Know the owner of the vehicle just enter the vehicle number

અયોધ્યામાં એક વિસ્તારનું નામ રામકોટ છે. કોટ મતલબ કિલ્લો. એ રામકોટ વિસ્તારમાં મંદિરો જ મંદિરો છે. એ વિસ્તારનાં એક સ્થાનને હિંદુ સમાજ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ માને છે. અયોધ્યાની ૭૦ હજાર લોકોની વસતીમાં ૧ હજાર જેટલા મંદિરો છે. જેમાંથી ૯૯૦થી વધુ મંદિરો ભગવાન શ્રી રામનાં છે.

મથુરા

વૃંદાવન મથુરા યમુના નદીની બંને બાજુ વસેલી બીજી મહત્વની પૂરી છે યમુના નદીના દક્ષિણ ભાગમાં તેનો વિસ્તાર વધારે છે યમુનાજીનું ઘણું મહત્વ છે કારણ કે યમુનાજી યમરાજના બહેન છે શ્રીકૃષ્ણના પ્રેમિકા છે ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ હોવાના કારણે પણ તેનું વિશેષ મહત્વ છે

1991 મુજબ આ જિલ્લાની વસ્તી 19,31,186 જેટલી છે. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. અહીં હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોની સંખ્યા 6,86,860 (36 %) છે. જિલ્લામાં કૉલેજોની સંખ્યા 6 છે, જ્યારે પ્રાથમિક, માધ્યમિક શાળાઓનું તેમજ તબીબી સેવાનું પ્રમાણ મધ્યમસરનું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકા અને 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 19 નગરો અને 1,023 (152 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લો તેના મુખ્ય શહેર મથુરા નામથી ઓળખાય છે. પ્રાચીન સમયનાં ભારતનાં સાત પવિત્ર શહેરોમાંનું એક મથુરા હતું. મધ્યયુગ શરૂ થતા પહેલાં મથુરા હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. શ્રીકૃષ્ણ ભગવાન મથુરામાં જન્મ્યા હતા અને પાસેના નંદગાંવમાં બાળપણ વિતાવ્યું હતું. જિલ્લાના મોટાભાગનાં સ્થળો શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલાં છે. વેદોના સમય પહેલાંથી આ પ્રદેશ અસુરો, નાગ અને યક્ષોના નિવાસસ્થાન તરીકે જાણીતો છે. આ વિસ્તારમાં સૌપ્રથમ વસનારા આર્યો યદુઓ હતા. ઋગ્વેદમાં તેમનો ઉલ્લેખ થયો છે. યમુના નદીના કાંઠે યદુઓ સ્થાયી થયા હતા. જૈનોના પ્રાચીન ગ્રંથોમાં ઉત્તર મથુરાના ઉલ્લેખો મળે છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વના સમયમાં બે જૈન સાધુઓના સૂચનથી મથુરામાં વોડવા સ્તૂપ બંધાવવામાં આવ્યો હતો. ઈ. પૂ.ની આઠમી સદીમાં તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથે આ શહેરની મુલાકાત લીધી હતી. તે ઘટનાની સ્મૃતિમાં ત્યાં એક સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. છેલ્લા તીર્થંકર મહાવીરે પણ મથુરાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમના ઘણા ભક્તો રહેતા હતા. બૌદ્ધ ધર્મના વિકાસમાં પણ મથુરાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. શૂરસેન પ્રદેશનો રાજા અવંતિપુત્ર બુદ્ધના મુખ્ય શિષ્યોમાં ગણાતો હતો અને તેને કારણે તેના પાટનગર મથુરામાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. ઈ. પૂ. 300માં મૅગેસ્થનીસના સમયમાં મથુરા શ્રીકૃષ્ણની ભક્તિ માટે પ્રસિદ્ધ હતું. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’માં મથુરાના અંધકો અને વૃષ્ણિઓના ઉલ્લેખો કરવામાં આવ્યા છે. ‘મિલિન્દ પન્હો’ અને ‘દીપવંશ’માં ભારતના જાણીતા શહેર તરીકે તેનો ઉલ્લેખ થયો છે. કવિ કાલિદાસે મથુરા, ગોવર્ધન પર્વત, યમુના નદી અને વૃંદાવનની ભરપૂર પ્રશંસા કરી છે. મથુરા અને તેની નજીકના વિસ્તારોમાંથી અનેક શિલાલેખો મળી આવ્યા છે. ગુપ્તયુગ દરમિયાન મથુરા કલાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. ફાહિયાન (પાંચમી સદી) તથા હ્યુ એન સાંગ (સાતમી સદી) ત્યાં કેટલોક સમય રહ્યા હતા. અગિયારમી સદીમાં મહમૂદ ગઝનીએ મથુરા જીતી લીધું હતું. મુઘલ શહેનશાહો મથુરાની આસપાસનાં જંગલોમાં શિકાર કરવા જતા. મુઘલ રાજ્ય પછી મથુરા જિલ્લાના જાટ લોકો અંગ્રેજ સેના સામે બહાદુરીથી લડ્યા હતા. સ્વાતંત્ર્ય-ચળવળમાં મથુરાનો ફાળો નોંધપાત્ર હતો.

મથુરા (શહેર) : ઉત્તર ભારતનું મહત્વનું પ્રાચીન ધાર્મિક સ્થળ તથા મંદિરોનું નગર. જિલ્લાનું આ મુખ્ય મથક યમુના નદીને કાંઠે વસેલું છે. અહીંનાં મોટાભાગનાં મંદિરો કૃષ્ણસમર્પિત છે. દ્વારકાધીશનું મંદિર, વિશ્રામઘાટ, ગીતામંદિર તથા સતી બુર્ઝ અહીંનાં મુખ્ય મંદિરો ગણાય છે. દાઉજીમાં શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ(બલદેવ)નાં મંદિરો છે. ગોકુળ વલ્લભાચાર્યના સમયથી મહત્વનું લેખાય છે. ગોવર્ધન પર્વત ગિરિરાજ તરીકે ઓળખાય છે. શ્રદ્ધાળુઓ તેની પરિક્રમા કરે છે. મથુરાની ઉત્તરે 46 કિમી.ના અંતરે યમુના નદીના કાંઠે આવેલા વૃંદાવનમાં આશરે એક હજાર મંદિરો છે. સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના સમાન ગોવિંદદેવ, મદનમોહન, ગોપીનાથ અને જુગલકિશોરનાં મંદિરો પ્રસિદ્ધ છે. બરસાણાનું રાધિકાજીનું મંદિર પણ કલાનો સુંદર નમૂનો છે. શીખ સંપ્રદાયના ગુરુ તેગબહાદુરનું તથા ગુરુ નાનકનું ગુરુદ્વારા પણ મહત્વનાં ધાર્મિક સ્થળો છે. ગુરુ નાનકે અને ગુરુ ગોવિંદસિંહે મથુરાની મુલાકાત લીધેલી. આ ઉપરાંત અહીં જૈન મંદિરો પણ આવેલાં છે. સદર બજાર પાસે યમુના બાગ આવેલો છે, ત્યાં પરીખજી અને મણિરામની બે છત્રીઓ બફરંગી રેતીખડકોમાંથી બનાવેલી છે. મથુરા મ્યુઝિયમ તથા મણિરામની છત્રી કોતરકામ માટે પ્રસિદ્ધ છે. ભારત માટે મહત્વનું ગણાતું આ સંગ્રહાલય 1930માં ડૅમ્પિયર પાર્કની આજની આ જગા પર ખેસવવામાં આવેલું છે. મથુરા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ હોવાથી સદીઓથી અહીં શ્રદ્ધાળુ કૃષ્ણ-ભક્તોની ખૂબ અવરજવર રહે છે. દિવાળી, હોળી અને જન્માષ્ટમીના તહેવારો અહીં ખૂબ ધામધૂમથી ઊજવાય છે. તે ઉપરાંત વારતહેવારે મેળા પણ ભરાતા રહે છે. સદીઓથી આ તીર્થભૂમિ પર મંદિરો બંધાતાં આવ્યાં હોવાથી તે મંદિરોનું સંગ્રહસ્થાન ગણાય છે. 1017–18માં મહમૂદ ગઝનીએ મથુરા પર ધાડ પાડીને લૂંટ ચલાવેલી. 1500 અને 1757ની વચ્ચેના ગાળામાં તે ચાર વખત આક્રમણ, લૂંટફાટ અને તારાજીનો ભોગ બનેલું.

હરિદ્વાર

હરિદ્વાર આ ત્રીજી પવિત્ર પુરી છે અહીં સતી માતાની મૂર્તિ છે તથા શક્તિપીઠ હોવાને કારણે પણ તેનું વિશેષ મહત્વ છે કે સુધીનું આ ક્ષેત્ર માયાપુરી એટલે કે હરિદ્વાર કહેવાય છે ગંગા માતા પર્વતોમાંથી ઉતરીને સૌથી પહેલા આ જ સમુદ્રભૂમિ પર પ્રવેશ કરે છે અને મનુષ્યને પાપ મુક્ત કરે છે

ઉત્તરાખંડના 13 મુખ્ય સ્થળોમાં હરિદ્વાર એક મહત્વનું સ્થાન છે. પ્રાચીન સમયમાં આ નગરીને ‘માયાપુરી’ના નામથી ઓળખવામાં આવ હતું.’મંદિરોની નગરી’ કહેવામાં આવતા શહેર ખરેખર એક માયાપુરી તરીકે જ માલૂમ પડે છે. હરિદ્વાર ઉત્તરાખંડના ચારેય ધામોનું પ્રવેશ દ્વાર છે. ધાર્મિક સ્થળ હોવાના કારણે અત્રે આખુ વર્ષ દેશ-વિદેશમાંથી સહેલાણીઓની ભીડ લાગેલી રહે છે. વાસ્તવમાં ગંગા નદીના કિનારે વસેલું આ શહેર વિશ્વભરમાં એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે.

હરિદ્વારના વાતાવરણમાં અનોખી પવિત્રતા અને ધાર્મિકતા દેખાઇ આવે છે. નગરમાં ચારેય તરફ ભગવાનના ભજન-કિર્તનનો અનોખો અને પવિત્ર અવાજ ગુંજતો રહે છે. ગંગાના નિર્મળ જળની કલ-કલ ધ્વનિથી મુગ્ધ કરી દેનાર સંગીત પેદા થાય છે. જે અત્રે આવનાર દરેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આખુ વર્ષ અત્રે ભક્તોની ભીડ લાગેલી રહે છે અને ઘણા ભક્તો અત્રે ગંગા સ્નાન કરવા આવે છે જ્યારે ઘણા પ્રવાસીઓ અત્રે દર્શનીય સ્થળોને જોવા અને ફરવા આવે છે.
હરની પૈડી હરિદ્વારના પ્રમુખ ઘાટોમાં હરની પૈડી મોખરે આવે છે. હિન્દુઓના વિભિન્ન ધાર્મિક ઉત્સવો પર આ ઘાટ પર સ્નાન કરવાની જૂની પરંપરા રહી છે. કહેવામાં આવે છે કે ઘાટ પર વહેતી ગંગામાં ડૂબકી લગાવવાથી બધા જ પાપ ધોવાઇ જાય છે.
નીલધારા પક્ષી વિહાર અને ચીલા નીલધારા પક્ષી વિહાર અને ઠંડીની ઋતુમાં વિભિન્ન પક્ષિયોથી ભરેલું રહે છે. અત્રે આવીને ઘણા પ્રકારના દેશી-વિદેશી પક્ષીઓને જોવાનો આનંદ માણી શકાય છે. પીકનીક માટેનું આ ઉત્તમ સ્થળ પણ મનાય છે.
ચંડી દેવી મંદિર આ મંદિર દરેક પૈડીથી માત્ર 3 કિમીના અંતરે આવેલું છે. નીલ પર્વત પર બનેલ આ મંદિર સુધી રોપવે દ્વારા પણ પહોંચી શકાય છે. આ મંદિરનું નિર્માણ કાશ્મીરના મહારાજા સુચાત સિંહે 1929માં કરાવ્યું હતું.
સપ્તઋષિ આ સ્થળ પર ગંગા નદી ઘણી નાની-નાની ધારાઓમાં વહે છે, પ્રવાસીઓ અત્રેનું મનોહર દ્રશ્ય જોતા જ રહી જાય છે. હરની પૈડીથી તેનું અંતર માત્ર 5 કિમીનું છે
કેવી રીતે જશો વાયુ માર્ગ- સૌથી નજીકનું હવાઇમથક હરિદ્વારથી 35 કિમી દૂર જૌલી ગ્રાંટમાં છે. રેલવે માર્ગ- હરિદ્વાર દેશના પ્રમુખ શહેરોથી રેલવે માર્ગ જોડાયેલ છે. સડકમાર્ગ- દેશના પ્રમુખ શહેરો અને નજીકના પ્રદેશો સાથે હરિદ્વાર સડક માર્ગથી જોડાયેલું છે. દિલ્હી, નૈનીતાલ, શિમલા, લખનઉ, રામનગર, દેહરાદૂન, મથુરા વગેરે શહેરોથી અહી માટે નિયમિત બસો અને ટેક્સીઓ મળી રહે છે.

કાશી

વારાણસી કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ પર વસેલી ચોથી મહત્વની પૂરી છે આ નગરી પ્રલય કાળમાં પણ નષ્ટ નહીં થાય એવું કહેવામાં આવે છે વરુણ તથા અસીની મધ્યમાં હોવાને કારણે તેની વારાણસી કહેવામાં આવે છે અહીં રાજઘાટ દુર્ગાટ લલીતા ઘાટ કેદારઘાટ વગેરે કણાકાર તથા વિશ્વેશ્વર લિંગ સ્વરૂપનાથ મંદિર અન્નપૂર્ણા મંદિર જ્ઞાનવાણી ગણેશ દુર્ગા મંદિર હનુમાન મંદિર મોચન સહિત અનેક મંદિરો આવેલો છે આ ઘાટ અને મંદિરોજ કાશીની શોભા થતા મહત્વ વધારે છે

READ MORE   અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

રામાયણના સર્જક ગોસ્વામી તુલસીદાસ, સંત કબીર, જૈનોના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથની પવિત્ર જન્મભૂમિ એટલે ગંગા નદીના પશ્ચિમ કાંઠા પર આવેલી કાશીની ભૂમિ. આ ભૂમિ પર 5,000 થી પણ વધુ મંદિરો આવેલા છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું. જ્ઞાન અને અધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવતા સ્થળે જ ભાવિકોને થતા હોય દર્શન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના. કાશી વિશ્વનાથમાં મહાદેવ વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજેલા છે. કહેવાય છે કે કાશી નગરી મહાદેવને અતિપ્રિય છે અને પ્રલયકાળ પછી પણ કાશીનું અસ્તિત્વ રહેશે જ.

સ્કંદપુરાણના 18માં અધ્યાય અનુસાર

શંકર અને પાર્વતીએ એક ક્ષેત્રમાં તેમનું સ્વરૂપ પ્રકટાવ્યું હતું તે ક્ષેત્ર એટલે કાશીક્ષેત્ર. તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવન ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યાં. તે ક્ષેત્ર પાંચ કોસનું છે. પ્રલયકાળમાં પણ શિવપાર્વતીએ તે ક્ષેત્ર છોડ્યું નહોતું. તેથી જ તેને અવિમુક્ષેત્ર કહેવાય છે. જ્યારે આ ભૂમંડળ નથી રહેતું, તેમજ જળની સત્તા પણ નથી રહેતી ત્યારે ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશીક્ષેત્ર બનાવ્યું છે. આ રહસ્ય કોઈ જાણતું નથી. આ ક્ષેત્ર શિવજીના આનંદ માટે છે. તેથી પહેલાં તેનું નામ આનંદવન રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી શિવજીએ જગદંબાની સાથે પોતાના ડાબા અંગમાં અમૃતવર્ષા કરનારી નજર નાંખી. તે સમયે તેમાંથી એક સુંદર પુરુષ પ્રકટ થયો. તે પુરુષ પરમ શાન્ત, સત્ત્વગુણથી પરિપૂર્ણ, સાગરસમ ગંભીર અને ક્ષમાવાન હતો, તેનાં નેત્ર વિકસિત કમળ સમ હતાં. તેણે બે સોનેરી પીતાંબરોથી પોતાના શરીરને ઢાંક્યું હતું. તેની નાભિમાંથી ઉત્તમ સુગંધ ફેલાઈ રહી હતી. તે પુરુષ સર્વ ગુણોનો આશ્રય અને સર્વકલાનો નિધિ હતો. તે સર્વ પુરુષોમાં ઉત્તમ હતો. તેથી તે પુરુષોત્તમ કહેવાયો. મહાદેવજીએ તે પુરુષોત્તમને જોઈને કહ્યું : “હું અચ્યુત ! તમે મહાવિષ્ણુ છો. તમારા શ્વાસમાંથી વેદ પ્રકટ થશે અને તેમાંથી તમે સર્વ કાંઈ જાણશો. તેમને આવું કહીને ઉમા અને શિવજી આનંદવનમાં પ્રવેશ્યાં. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ ક્ષણભર ધ્યાન ધરીને તપસ્યાનો પ્રારંભ કર્યો. તેમણે પોતાના ‘ ચક્રથી એક સુંદર જળાશય ખોદ્યું અને તેને પોતાના પસીનાથી ભરી દીધું. તેને કિનારે ધોર તપસ્યા કરવા માંડી. ત્યારે શિવજી ઉમા સાથે પ્રકટ થયા અને બોલ્યા : ‘હે મહાવિષ્ણો ! તમે કોઈ વરદાન માંગો.’ શ્રી વિષ્ણુ બોલ્યા : ‘હૈ મહેશ્વર ! જો આપ પ્રસન્ન હો તો હું સદાય ભવાની સહિત આપનાં દર્શન કરવા ઈચ્છુ છું.’’ ભગવાન શિવ બોલ્યા : “હે જનાર્દન! આ સ્થાન પર મારી મણિજડિત કર્ણિકા પડી ગઈ છે તેથી આ તીર્થનું નામ મણિકર્ણિકા થાઓ. અને તમારી ઇચ્છા પ્રમાણે મારાં ભવાની સહિતનાં દર્શન થશે.” શ્રીવિષ્ણુએ કહ્યું : ‘હે પ્રભો ! આ તીર્થ મુક્તિનું પ્રધાન ક્ષેત્ર થાય. અહીં શિવસ્વરૂપ જ્યોતિ પ્રકાશિત થાય છે. એટલે આનું બીજું નામ કાશી થાય. કાશીનું સ્મરણ કરનાર લોકોનાં પાપનો ક્ષય પણ થઈ જાય.’ – શ્રી મહાદેવજી બોલ્યા : “હે મહાબાહુ! તમે વિવિધ પ્રકારની સૃષ્ટિઓ રચો. જે મનુષ્ય પાપમાર્ગે ચાલે છે તેના સંહારનું કારણ તમે બનો. આ ક્ષેત્રમાં તમારી ઈચ્છા પ્રમાણે હું વિશ્વનાથ સ્વરૂપે નિવાસ કરીશ, આ સ્થળ મારું પ્રિય છે. કાશીથી સો યોજન દૂર રહેનાર પણ કાશીનું સ્મરણ કરશે તો તે પાપોથી દુઃખી નહિ થાય અને અહીં મૃત્યુ પામનારને જરૂરથી મોક્ષ પણ મળશે.”

વિશ્વનાથ જ્યોતીર્લીનરૂપે કાશીમાં તે પ્રિયસ્થળ હોવાને લીધે તથા ભગવાન વિષ્ણુની પ્રાર્થનાને લીધે વસ્યા

આમ આ સ્કંદ પુરાણના આધાર પરથી એમ કહી શકાય કે ભોળા શંભુ વિશ્વનાથ જ્યોતીર્લીનરૂપે કાશીમાં તે પ્રિયસ્થળ હોવાને લીધે તથા ભગવાન વિષ્ણુની પ્રાર્થનાને લીધે વસ્યા. એક પૌરાણિક કથા પ્રમાણે હિમાલયમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિધ્ન ન આવે તે માટે પાર્વતીજીએ પોતાના પતિ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી ત્યારે નિકુંભ નામના શિવગણે શિવજીના શાંત અને એકાંત નિવાસ માટે તે નગરીને મનુષ્ય વગરની બનાવી દીધી. શિવજી અને પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને પોતાનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી. બ્રહ્માજીએ આથી શિવજીને રીઝવ્યા અને પરિણામે શિવજી મંદરાચલ નામના સ્થળે ચાલ્યા ગયા. પણ શિવજીનું કાશી પ્રત્યેનું આકર્ષણ અકબંધ હતું. શિવજીનો કાશી પ્રત્યેનો સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને સમજાવ્યા. રાજા દિવોદાસ ભગવાન વિષ્ણુ થકી જ્ઞાન મેળવી તપોવનમાં જવા પ્રવૃત્ત થયા. ત્યાર બાદ વારાણસી નગરી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગઈ. શિવજીએ ત્રિશૂળ પર આ નગરની સ્થાપના કરી છે. વારાણસીમાં શિવ અને શક્તિનો નિવાસ છે.

ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી 

તેને જરૂર   જે મનુષ્ય કાશીમાં લાંબો સમય રહીને દૈવયોગે બીજે મરણ પામે તોપણ તે સ્વર્ગીય સુખ ભોગવીને અંતે કાશીને પ્રાપ્ત કરે છે અને છેવટે મોક્ષપદ પામે છે. આ ક્ષેત્ર એક વિશાળ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે એમ જાણવું. સૂર્ય આકાશમાં એક જ સ્થળે હોવા છતાંય બધે દેખાય છે એમ ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી હોવાના કારણે સર્વત્ર ઉપલબ્ધ થાય છે. જે આ ક્ષેત્રનો મહિમા નથી જાણતો જેનામાં જરા પણ શ્રદ્ધા નથી તે પણ જો કાશીમાં આવે તો તે પણ નિષ્પાપ થઈ જાય છે. જો તેનું ત્યાં મૃત્યુ થાય તો તે મનુષ્ય મોક્ષ પામે છે. કાશીમાં પાપ કરીને પણ જો તે મનુષ્ય ત્યાં જ મૃત્યુ પામે તો તે પહેલાં રુદ્રપિશાચ થઈને મુક્તિ પામે છે. આ શરીરને નાશવંત સમજીને અને ગભસમયની વેદનાને યાદ કરીને મનુષ્ય આ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. હજી હું યુવાન છું, હજી મારું મૃત્યુ દૂર છે આવી વાતો ફદીય મનમાં પણ ન લાવવી જોઈએ. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી પોતાના તુચ્છ ગૃહને ત્યાગીને ભગવાન શંકરની કાશીનગરીની યાત્રા કરવી જોઈએ.

સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે

તો આ હતી કથા કાશી વિશ્વનાથની. ‘काशी के कंकर शिव शंकर है’ એટલે કે કાશીના કાંકરે કાંકરે શંકર વસે છે. આ વિધાન જે માટે વપરાય છે એ પવિત્ર જગ્યા એટલે કાશી. કહે છે કે કાશી એટલી પાવન ભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ પણ થાય તો એને સીધો મોક્ષ મળે છે. ગુજરાતીઓમાં ખાસ કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે. વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રત્યેક શ્રદ્ધાળુ હિન્દુ ચારધામનાં દશનો, કૈલાસ-માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યાર બાદ ગંગાજીમાં અસ્થિવિસર્જનની ભાવના રાખે છે. પ્રયાગ, કાશી અને ગયા એમ આ વિસ્તારમાં આવેલાં ત્રણ સ્થાનોની યાત્રા ત્રિસ્થલી યાત્રા તરીકે પણ પ્રચલિત છે. પુરાણોના કથન અનુસાર ભગવાન મનુની શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ૧૧મી પેઢીના વંશજ રાજા કાશના નામ પરથી ‘કાશી’ નામ આવ્યું છે.

READ MORE   કપાળમાં 5 રેખાઓ પડતી હોય તેઓ જીવે છે વૈભવી જીવન, રેખા તૂટતી હોય તો મળી શકે છે કષ્ટદાયક જીવન

કાશી એ એક શક્તિપીઠ પણ છે 

કાશીને સત્તાવાર રીતે વારાણસી તરીકે ઓળખવામાં આવે છે. અથર્વવેદમાં વારાણસીને વરણાવતી નદી સાથે સંબંધ ધરાવતું કહેવામાં આવ્યું છે. વરણાવતી નદી અને માત્ર ચોમાસામાં જ દૃશ્યમાન થતી અસ્સી નામની ધારાની વચ્ચે આવેલું નગર વારાણસી તરીકે ઓળખાય છે. ઈ. સ. 1956માં તત્કાલીન રાજ્ય સરકારે આ શહેરનું રાજકીય નામ વારાણસી જાહેર કર્યું હતું. બનાર નામના રાજાએ આ શહેરનો વિકાસ કર્યો હોવાથી તેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ કાશી અથવા બનારસ નામ વધારે પ્રચલિત અને રૂઢીગત જોવા મળે છે. કાશી એ એક શક્તિપીઠ પણ છે. ત્યાં 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટ પાસે આવેલું છે.

કાંચી

કાંચીપુરમ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા કાંચીપુરમ જિલ્લામાં આવેલું નગર છે. કાંચીપુરમમાં કાંચીપુરમ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. કાંચીપુરમ એક હિન્દુ ધર્મ નુ આસ્થા નુ ધામ છે. કાંચીપુરમમા વૈકુષ્ઠ પેરૂમલ મંદિર, એકામ્બરેશ્વર મંદિર, કૈલાશનાથન મંદિર, દેવરાજ સ્વામિ મંદિર અને કામાક્ષી અમ્માન મંદિર આવેલ છે. તેમજ કામકોટીમઠ પણ કાંચીપુરમમાં જ આવેલ છે.

પહેલા નદીના ઘાટ પર સ્થિત શિવ કાંચી તથા વિષ્ણુ કાનજી નામથી વિભક્ત હરી હરાત્મક પાંચમી પૂરી છે શિવકાંચી વિષ્ણુ કાન્તિથી મોટી છે તે મદ્રાસથી ૭૫ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ તરફ સ્થિત છે અહીં એકાએશ્વર મંદિર વામન મંદિર કામખ્યા મંદિર સાહિત્ય સર્વોતીર્થ સર્વર પણ છે

કાંચી ભારતની સાત પવિત્ર નગરીઓમાંની એક છે અને દક્ષિણ ભારતનાં અતિ પ્રાચીન નગરોમાં મુખ્ય છે. હ્યુ-એન-શ્વાંગની નોંધ અનુસાર કાંચી 30 લી (લગભગ સાડા પાંચ માઈલ) વિસ્તારમાં હતી અને એની આસપાસ આઠ દેવમંદિર હતાં. ઘણા નિર્ગ્રન્થ લોકો ત્યાં રહેતા હતા. પતંજલિના મહાભાષ્ય(વાર્ત્તિક 26, પાણિનિ 4/2/104)માં પણ કાંચીપુરક(કાંચીના નિવાસી)નો ઉલ્લેખ છે. પલ્લવ રાજાઓના ઘણા અભિલેખો કાંચીના પ્રાચીન ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. સમુદ્રગુપ્ત(ઈ.સ. 350-370)ની પ્રયાગ-પ્રશસ્તિમાં સમુદ્રગુપ્તની રાજકીય સિદ્ધિઓના વર્ણનમાં આ ગુપ્ત સમ્રાટે કાંચીના વિષ્ણુગોપને હરાવ્યાનો ઉલ્લેખ છે.

પૌરાણિક ઉલ્લેખોમાં બ્રહ્માંડપુરાણમાં કાશી અને કાંચી એ બંનેને ભગવાન શિવનાં બે નેત્રો ગણાવ્યાં છે. કાંચી એ પ્રસિદ્ધ વૈષ્ણવ ક્ષેત્ર છે; પરંતુ અહીં શિવનું પણ સાન્નિધ્ય છે. બાર્હસ્પત્ય સૂત્ર(3/124)માં કાંચી એક વિખ્યાત શાક્ત ક્ષેત્ર હોવાનો અને દેવી ભાગવત(7/38/8)માં કાંચી અન્નપૂર્ણાદેવીનું સ્થાન હોવાનો ઉલ્લેખ છે. વામનપુરાણ(12/50)માં જણાવ્યું છે, ‘પુષ્પોમાં જાતી (ચમેલી), નગરોમાં કાંચી, નારીઓમાં રંભા, આશ્રમોમાં ગૃહસ્થ, પુરોમાં કુશસ્થલી અને દેશોમાં મધ્ય દેશ સર્વશ્રેષ્ઠ છે.’ કાંચી મંદિરો અને તીર્થોથી પરિપૂર્ણ છે, જેમાં અત્યંત પ્રસિદ્ધ પલ્લવ રાજા રાજસિંહ દ્વારા નિર્મિત કૈલાસનાથનું શિવમંદિર અને વિષ્ણુનું વૈકુંઠ પેરુમલ મંદિર પ્રસિદ્ધ છે. પ્રથમ મંદિરમાં 1000 સ્તંભ છે. અહીં એક પ્રાચીન જૈન મંદિર પણ છે.

ઉજ્જૈન

17 Feb 2005 Exterior view of Mahakaleshwar Temple, Ujjain, Madhya Pradesh, India, Asia

દેશસૂચક અને નગરસૂચક નામ છે. અવન્તિ દેશ(માળવા)ની રાજધાની ઉજ્જયિની નગરી છે. એને અવન્તિ કે અવન્તિકા પણ કહેવામાં આવતી. આ નગરી વિશાલા, અમરાવતી, કુશસ્થલી, કનકશૃંગા, પદ્માવતી, કુમુદ્વતી, ઉજ્જયિની વગેરે નામોથી ઓળખાતી. મહાક્ષત્રપ રુદ્રદામાના ગિરનાર શૈલલેખ(શક સં. 72-ઈ. સ. 150)માં ‘આકર-અવન્તિ’નો ઉલ્લેખ છે. એમાં અવન્તિ એ ઉજ્જૈનવાળો માળવાનો ભાગ ગણાતો. મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’ (6.32) અને ‘મેઘદૂત’ (1.30)માં ‘અવન્તિ’નો ઉલ્લેખ છે. તેના મુખ્ય નગર તરીકે વિશાલા(ઉજ્જયિની)નું વર્ણન ‘મેઘદૂત’માં કરેલું છે. ‘દશકુમારચરિત’ (ઉચ્છ્વાસ : 5) ‘અવંતિનગરી ઉજ્જયિની’ને વિદ્યાક્ષેત્ર તરીકે વર્ણવે છે.

અવન્તિક્ષેત્ર ઉજ્જૈનને ફરતું ક્ષેત્ર છે. એમાં મહાકાલવનનું એક યોજન પર્યંતનું ક્ષેત્ર છે. એમાં 200 જેટલાં તીર્થો આવેલાં છે. સ્કંદપુરાણના ‘આવન્ત્યખંડ’(અ. 36/57)માં ઉજ્જયિનીનાં, જુદા જુદા સાત કલ્પોમાં અલગ અલગ નામ ગણાવવામાં આવ્યાં છે :

પ્રથમ કલ્પ સ્વર્ણગંગા
બીજો કલ્પ કુશસ્થલી
ત્રીજો કલ્પ અવન્તિકા
ચોથો કલ્પ અમરાવતી
પાંચમો કલ્પ ચૂડામણિ
છઠ્ઠો કલ્પ પદ્માવતી
સાતમો કલ્પ ઉજ્જયિની

 

આ ઉપરાંત કુમુદ્વતી અને પ્રતિકલ્પા નામ પણ ગણાવ્યાં છે. ઉજ્જૈનમાં શિપ્રા નદી પરના મહાકાલના મંદિરમાંનું શિવલિંગ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક છે. ‘અવન્ત્યભિધાન કથાવર્ણન’ (સ્કંદ. આવન્ત્ય. 42) અધ્યાયમાં સંસ્કૃત अव – પાલન કરવું ઉપરથી ‘અવન્તિ’ શબ્દ ઘટાવવામાં આવ્યો છે. કુશસ્થલીની વ્યુત્પત્તિ (સ્કંદ. 42/32) બ્રહ્મા વડે કુશ-દર્ભ ઘાસથી છવાયેલી હોવાથી ‘કુશસ્થલી’ કહેવાઈ એ પ્રમાણે આપી છે. પૃથ્વી, સાગર અને પર્વતો પ્રતિકલ્પે ફરી ફરી નાશ પામ્યાં ને ઉત્પન્ન થયાં; પણ આ નગરી અચલ રહી તેથી તે પ્રતિકલ્પા કહેવાઈ.

અવન્તિક્ષેત્રનાં તીર્થોમાં કપાલમોક્ષણતીર્થ, અપ્સરસ્તીર્થ, વિદ્યાધરતીર્થ, શંકરવાપીતીર્થ, દશાશ્વમેધતીર્થ, પિશાચકતીર્થ, સ્વર્ગદ્વારતીર્થ, કોટિતીર્થ, જ્વરઘ્નીતીર્થ, વિષ્ણુષોડશપદી તીર્થ, ભાર્ગવરામ તીર્થ, નાગતીર્થ, નૃસિંહતીર્થ, વિધૂમાર્ચિસ્તીર્થ જેવાં અનેક તીર્થો આવેલાં છે.

ઉજ્જૈન નગરી પૃથ્વીની નાભિ પણ કહેવામાં આવે છે ઉજ્જૈન છઠ્ઠી મહત્વની પૂરી છે અહીં મહાકાલ જ્યોતિર્લિંગ તથા હરસિદ્ધ દેવીની શક્તિપીઠ આવેલી છે જે ખૂબ જ પ્રસિદ્ધ છેવંશી રાજા કર્તવ્ય ની રાજધાની પણ રહી ચૂકી છે વિક્રમ આદિત્યના સ્વયં તે સંપૂર્ણ ભારતની રાજધાની રહી ચૂકી છે ઉજ્જૈનપુરી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 115 km પશ્ચિમ પહોંચી ચીપરા નદી સહીની વચ્ચેથી વહે છે અહીં બડે ગણેશ સિધ્ધ ભટ્ટ કાલભૈરવ મંદિર યંત્ર મહેલ માધવ ક્ષેત્ર અંકપાદ વગેરે પ્રસિદ્ધ છે અંક પાદરમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ગુરુ સાંદિપની ઋષિ પાસેથી 32 વિદ્યા તથા 64 કલાઓનું જ્ઞાન મેળવ્યું હતું કઈ આવેલા વ્યાજ 13 નીલગંગા સંગમ બીલકેશ્વર મહાદેવ રુદ્ર સરોવર વગેરેથી પણ પ્રસિદ્ધ છે

દ્વારકા

Dwarka Tample 360 Degree 3D View

દ્વારકા પૂરી સાત પુરીઓમાં છેલ્લી મહત્વની મોક્ષદાની પૂરી છે દ્વારકા ગુજરાતમાં દરિયાકોઠે આવેલી છે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવન મોટાભાગનો સમય અહીં વિતાવ્યો હતો શ્રીકૃષ્ણ પહેલા અહીં ખૂબ રાજ્ય હતું જેમની કન્યા રેવતી સાથે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવના વિવાહ થયા હતા. અહીં નિષ્પાપ સરોવર રણછોડજી મંદિર શ્રીકૃષ્ણ મહેલ વલ્લભાચાર્યની બેઠક વાસુદેવ મંદિર શંખો દ્વાર તીર્થ નાગેશ્વર જ્યોતિર્લિંગ વગેરે મહત્વનો તીર્થ આવેલ છે

સૌરાષ્ટ્રની એક પવિત્ર નગરી અને પ્રાચીન આનર્ત(ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશ)ની રાજધાની. મહાભારતના વનપર્વ(80/82; 86/21)માં દક્ષિણ દિશાનાં સુરાષ્ટ્રનાં તીર્થો ગણાવતાં પ્રભાસ, પિંડારક, ઉજ્જયન્ત અને દ્વારવતી ગણાવવામાં આવ્યાં છે. મત્સ્યપુરાણમાં આનર્ત દેશમાં કુશસ્થલી નગરી જ દ્વારવતી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત દ્વારમતી, દ્વાર્વતી, દ્વારાવતી પણ દ્વારકાનાં નામો છે. વૈદિક સાહિત્યમાં આ તીર્થનું નામ જોવા મળતું નથી. મહાભારતના સભાપર્વ 14/50માં સહુ પ્રથમ એને ‘કુશસ્થલી’ નામથી ઓળખવામાં આવી છે. સ્કંદપુરાણમાં દ્વારકા ક્ષેત્રનાં 70 જેટલાં તીર્થોનાં નામ ગણાવ્યાં છે; જેમાં ચક્રતીર્થ, પિંડારકતીર્થ, ભૃગુતીર્થ, કૃકલાસતીર્થ, નૃગતીર્થ, વિષ્ણુપદતીર્થ, ગોપ્રચારતીર્થ, મયસરતીર્થ, બ્રહ્મતીર્થ, ઋષિતીર્થ, નાગતીર્થ, ચિત્રાતીર્થ, મહીષતીર્થ, મુક્તિદ્વારતીર્થ, સાંબતીર્થ, શાંકરતીર્થ, કુશતીર્થ, દ્યુમ્નતીર્થ, જાલતીર્થ, જરત્કારુતીર્થ, ખંજનકતીર્થ, આનકદુંદુભિતીર્થ, શૂરતીર્થ જેવાં અનેક તીર્થોનો સમાવેશ થાય છે.

દ્વારકાની સ્થાપના કૃષ્ણે કરી હોઈ એની પ્રાચીનતા કૃષ્ણ જેટલી માનવામાં આવે છે. મથુરામાં જન્મેલા અને ગોકુળમાં ઊછરેલા કૃષ્ણે દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. યાદવોના પૂર્વજ કકુદ્મી રૈવતે કુશસ્થલી સ્થાપી હતી. કૃષ્ણે અહીં જમીનનું પુરાણ કરી કુશસ્થલીનું સંસ્કરણ કરી ત્યાં દ્વારકાની સ્થાપના કરી. મહાભારતના મૌસલ પર્વમાં શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા કાલાંતરે સમુદ્રમાં ડૂબી ગઈ એવો ઉલ્લેખ આવે છે. જમીન અને દરિયાની નીચેનાં ઉત્ખનનો દ્વારા ઈ. પૂ.ની 1લી સદીનું અને ઈ.સ.ની 1લી સદીનું – એમ બે મંદિરોના અવશેષ પ્રાપ્ત થયા. સમુદ્રી ઉત્ખનનો દ્વારા ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીની મધ્યમાં વહાણ લાંગરવાનો ડક્કો ત્યાં હોવાનું જણાયું. આ ઉપરાંત 1986ના સંશોધનમાં કિલ્લેબદ્ધ નગરના અવશેષો પ્રાપ્ત થયા. આ સર્વ અવશેષો પરથી દ્વારકાનગરીની સ્થાપના ઈ. પૂ. 15મી સદીની આસપાસ થઈ હોવાનું જણાય છે. હાલ ગોમતીના તટ ઉપર આવેલ દ્વારકાધીશનું મંદિર પવિત્ર તીર્થધામ છે અને એની તીર્થયાત્રા એ મોક્ષમાર્ગનું ઉત્તમોત્તમ સાધન ગણાય છે.

મોક્ષદાયીની સાત પુરીઓ

Leave a Comment