રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવાના છે 10 શારીરિક ફાયદા!

રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવાના છે 10 શારીરિક ફાયદા!

લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. હેલ્થ માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. આ ઉપરાંત લીંબુ ચહેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગોને ચપટીમા ખુબ ઉપયોગી છે. નિષ્ણાંતોનું માનવું છે કે રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવામાં આવે તો ચહેરાની ત્વચા ચમકદાર બનવાની સાથે બોડી પણ ફિટ રહે છે. આ ઉપરાંત જે લોકોનુ શરીર વધતુ હોય તેમણે એક ગ્લાસ પાણીમાં લીંબુ અને એક ચમચી મધ નાંખીને પીએ તો શરીર પણ ધીરે ધીરે ઉતરવા લાગે છે.તો આજે જાણી લો શરીર માટે ઉત્તમ ઔષધી તરીકે લેખાતા લીંબુના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે.

લીંબુ પાણી પીતા ઘણા લોકોને જોયા હશે. સ્વાસ્થય માટે લીંબુ પાણી ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે પણ લીંબુ પાણી પીવામાં આવે છે,પરંતુ આના સિવાય પણ લીંબુપાણીના અનેક ફાયદા છે.

લીવર

લીંબુ પાણીનું સેવન લીવરને ડિટોક્સિફાઇ કરે છે. તેમાં સમાયેલા સાઇટ્રિક એસિડ એન્જાઇમને બહેતર રીતે કામ કરવામાં મદદ કરે છે. તેમજ લીવરને સંતુલિત રાખીને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.

પીએચ બેલેન્સ જાળવી રાખે છે 

એસડિટીથી શરીરને તકલીફ થાય છે, લીંબુ પાણી એસિડિટીની સમસ્યાને ઓછી કરે છે. વિશેષજ્ઞાોના અનુસાર, લીંબુ બ્લડના પીેચ બેલેન્સમાં બદલાવ કરવાની સાથેસાથે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન સાથે લડવામાં પણ મદદ કરે છે.

ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખે છે

તેમાં વિટામિન સીની માત્રા ભરપુર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે શરદીથી રક્ષણ આપવાની સાથેસાથે ઇન્યૂન સિસ્ટમને પણ મજબૂત કરે છે. લીંબુમાં સમાયેલા પોટેશિયમ મગજ અને નાડીના કાર્યોમાં સંતુલન બનાવીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

ત્વચાને સાફ અને સુંદર બનાવે છે

લીંબુમાં સમાયેલા વિટામિન સી ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે હેલ્ધી સ્કિન માટે જરૂરી છે. હુંફાળા પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી શરીરને હાનિ પહોંચાડતા ટોક્સિન શરીરમાંથી બહાર નીકળી જાય છે.

READ MORE   કિસમિસ જ નહીં તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક, બાળકોના શારીરિક વિકાસમાં વધારો કરે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે

ત્વચા પરના ડાઘ ધાબા

ત્વચા પરના ડાઘ-ધાબા પર લીંબુ પાણી અસરકારક છે. લીંબુનો રસ ત્વચા પરના ડાઘ-ધાબા પર લગાડવાથી તે હળવા થાય છે.

શ્વાસની  દુર્ગંધ દૂર કરે છે

શ્વાસની  દુર્ગંધની સમસ્યા હોય તો નિયમિત હળવા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.

વજન ઊતારવા માટે રામબાણ ઇલાજ

નિયમિત રીતે નયણાકોઠે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી વજન ઘટે છે. સાથેસાથે દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

પાચનક્રિયાને સુધારે છે

લીંબુમાં ફ્લેવનોયડસ હોય છે જે પાચનંતંત્રને વ્યવસ્થિત રાખે થે. તેથી જપેટ ખરાબ થવા પર લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં ાવે છે. તેમાં સમાયેલા વિટામિન સી શરીમાં પેપ્ટિક અલ્સરને બનવા નથી દેતું.

રક્તને પ્યૂરીફાઇ કરે છે

લીંબુમાં સમાયેલા સાિટ્રિત અને એસ્તોર્બિક ેસિડ રક્તમાંથી તમામ એસિડને દૂર કરે છે. તે મેટાબોલિઝમને વધારે છે જેથી એસિડ બહાર નીકળી આવે છે.

ગળાની તકલીફ દૂર કરે છે

કફ અને ગળામાં તકલીફ હોય તો, હુંફાલા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી આરામ થાય છે. મધમાં બેકટેરિયલ તત્વ સમાયેલા છે, જે શરીરમાંથી બેકટેરિયા અને જીવાણુનો નાશ કરે છે. ગરમા પાણી કફ દૂર કરવામાં મદદ કરે છે.

કિડનીમાં પથરી સામે રક્ષણ આપે છે

કિડનીમાં સ્ટોનની તકલીફ હોય તો લીંબુ પાણી પીવાથી ફાયદા થાય છે. લીંબુમાં સાયટ્રિક એલિડહોય છે, જે કેલશ્યિમ સ્ટોનને બનતા રોકે છે. તે કિડનીને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે.

READ MORE   એડીના દુખાવાથી છુટકારો મેળવવાનો એક શક્તિશાળી ઘરેલું ઉપાય,દવા વગરઆ વસ્તુઓ ઘરે લગાવો. તમને તરત જ રાહત મળશે…

Leave a Comment