રોજ ખાઓ પલાળેલા ચણા, થશે આટલા બધા ફાયદા

રોજ ખાઓ પલાળેલા ચણા, થશે આટલા બધા ફાયદા

રોજ ખાઓ પલાળેલા ચણા, થશે આટલા બધા ...

વિભિન્ન પ્રકારના વિટામિન, પ્રોટીન, ખનીજ  કઠોળમાં મળે છે. જે શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આવું જ એક કઠોળ છે ચણા. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મોઈશ્ચર, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન્સ પણ મળી આવે છે.  ચણા માં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.

નિયમિત નાસ્તામાં 50 ગ્રામ (1 મુઠ્ઠી) ચણા રાતે પલાળી સવારે ખાવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.આ શરીર માટે ટોનિકનું કામ કરે છે. આ સિવાય તમે ફણગાવેલાં ચણા પણ ખાઈને અઢળક ફાયદા મેળવી શકો છો. પલાળેલા ચણાથી શરીરને સૌથી વધુ પોષકતત્વો મળે છે. ચણામાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ અને ક્લોરોફિલ તથા સાથે સાથે ફોસફરસ વગેરે મિનરલ્સ હોય છે

જેનાથી શરીર બીમારીઓથી દૂર રહે છે. રોજ સવારે પલાળેલા ચણા ખાવવાથી તમને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો ચાલો જાણી લઈએ પલાળેલા ચણા ખાવાના ફાયદા.પલાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે. લોહીને સાફ કરે ચણાએ આયર્નનો ખૂબ મોટો સ્ત્રોત છે.

તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે બ્લડ પ્યુરિફાય પણ કરે છે. પલાળેલા ચણામાં લોહી સાફ કરવામાં મદદ મળે છે. જેનાથી સ્કીન સુંદર અને ગ્લોઇંગ જોવા મળે છે. હ્રદયને તંદુરસ્ત રાખે પલાળેલા ચણા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેના કારણે હ્રદય ને લગતી બીમારી નું જોખમ ઓછું રહે છે અને હ્રદય તંદુરસ્ત રહે છે.

પલાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે.જો તમે ડાયાબિટિસથી પણ પરેશાન છો તો તમે તમારા આહારમાં પલાળેલા ચણાનો સમાવેશ કરો. એક મુઠ્ઠી કાળા ચણા રાતે પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ડાયાબિટિસમાં સારૂ પરિણામ મળી શકે છે.ચણા માં વિભિન્ન ગુણો રહેલા છે. એના સેવનથી પેટ ખૂબ જ સમય સુધી ભરેલુ રહે છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

ચણામાં હાજર પોષણ તત્વો:
1 કપમાં લગભગ 50 ગ્રામ ચણા હોય છે.
કેલરી- 46
કાર્બ્સ – 15 ગ્રામ
ફાઈબર – 5 ગ્રામ
પ્રોટીન – 10 ગ્રામ
આ સિવાય આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, કોપર અને મેંગેનીઝ પણ તેમાં હાજર છે.

ચણા ખાવાથી વધે છે સ્પર્મ કાઉન્ટ:
દેશના જાણીતા આયુર્વેદિક નિષ્ણાંતનું કહેવું છે કે બદામ કરતાં પલાળેલા આરોગ્ય માટે લાભદાયી છે પરંતુ લોકો તેની ખૂબ પ્રશંસા કરતા નથી કારણ કે તેની કિંમત બદામ કરતા ઓછી હોય છે. જો લોકોને તેના સંપૂર્ણ ફાયદાઓ ખબર હોય, તો પછી બદામ પર પૈસા ખર્ચ કરવાનું બંધ કરો. નિષ્ણાંતો કહે છે કે વિવાહિત પુરુષો જે વીર્ય ગણતરીના અભાવ અથવા નપુંસકતાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેઓ પણ સવારે પલાળેલા ચણા નું સેવન કરીને પોતાના લગ્ન જીવનમાં ફરી ઉત્તેજના લાવી શકે છે.

READ MORE   લીંંબુ પાણી આ રીતે બનાવી પી લેશો વજન જલદીથી ઓછુ થઇ જશે
1- ચયાપચય મજબૂત થશે:
ચણાના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે અને મેટાબોલિઝમ ઝડપી થાય છે. ચયાપચયની વૃદ્ધિથી તમારું શરીર ચરબીનો ઉપયોગ પહેલાં કરતા વધુ ઝડપથી ઉર્જા તરીકે કરવા માટે સક્ષમ થાય છે અને તમે ચરબીને ઝડપથી બાળી શકો છો અને વધુ પડતી ચરબીથી છૂટકારો મેળવી શકો છો. આ સિવાય તેમાં આયર્નનો જથ્થો છે, જે લોહીની કમી દૂર કરવામાં મદદ કરે છે.
2-વજન ઘટાડવામાં મદદગાર:
ચણા પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોય છે. આ સિવાય તેમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે. પ્રોટીન અને ફાઇબર તમારી ભૂખને સંતુલિત કરવા માટે મદદ કરે છે, તમે ચિંતા કર્યા વગર તેનું સેવન કરી શકો છો. આયુર્વેદિક નિષ્ણાત ડો. અબરાર મુલ્તાની અનુસાર, ચણા પેટને શુદ્ધ કરે છે અને પાચન સુધારે છે.
3- ઉર્જાનો સારો સ્રોત:
કાળા ચણામાં મેંગેનીઝ, થાઇમિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્ત્વોના સેવનથી આપણા શરીરમાં ઉર્જા મળે છે. આ સિવાય પણ જ્યારે મેટાબોલિઝમ ઝડપી હોય છે ત્યારે તમારું શરીર પહેલા કરતા વધારે ચરબી બાળીને એનર્જા ઉત્પન્ન કરે છે.
4-બ્લડ સુગર નિયંત્રણ:
ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઈ) ખૂબ ઓછું છે, જેનો અર્થ છે કે તેના સેવનથી તમારા શરીરમાં બ્લડ શુગરનું સ્તર ખૂબ જ ઓછું થાય છે. આ સિવાય તે ફાઈબર અને પ્રોટીનનો સારો સ્રોત છે, જે બ્લડ સુગરને નિયમન કરવા માટે જાણીતા છે. ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે એક સમયે આહારમાં લગભગ 200 ગ્રામ ચણાનું સેવન કરનારા લોકોમાં ચણાનું સેવન ન કરતા લોકો કરતા લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે.
READ MORE   હાડકામાં કેલ્શિયમની ઉણપ દૂર કરવી હોય અને મજબૂત કરવા હોય તો રાગી અવશ્ય ખાજો.

Leave a Comment