રોજ 1 ચમચી દેશી ઘી ખાવાથી મળે છે 10 ફાયદા, પરંતુ આ 5 લોકોને ન ખાવું

રોજ 1 ચમચી દેશી ઘી ખાવાથી મળે છે 10 ફાયદા, પરંતુ આ 5 લોકોને ન ખાવું

યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકોને ઘી ભાવતું નથી અથવા ઘી ખાવાથી વજન વધશે એ ડરથી ઘી ખાવાનું ટાળતાં હોય છે. પણ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ઘી ખાવાના અદભુત ફાયદાઓ જણાવ્યા છે. જો રેગ્યુલર ડાયટમાં એક ચમચી દેશી ઘી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી અનેક પરેશાનીઓ અને બીમારીઓથી બચી શકાય છે. તેનાથી આંખોનું તેજ વધે છે, મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. જે લોકોને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તેમના માટે પણ બટર કરતાં દેશી ઘીનું ઓપ્શન બેસ્ટ છે. કારણ કે તેમાં ફેટની માત્રા ઓછી હોય છે અને તે સરળતાથી ડાઈજેસ્ટ થઈ જાય છે. આયુર્વેદાચાર્ય ડો. બી. એસ રાઠોર બતાવી રહ્યા છે દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ. તમે પણ જાણી લો.

Beneficial of ghee for health દરરોજ એક ચમચી ઘીના સેવના અદભૂત છે ફાયદા,ગ્લોઇંગ સ્કિન સાથે થશે આ ફાયદો

જાણો રોજ સવારે ખાલી પેટ ઘી ખાવાના અદભૂત ફાયદાઓ

  • ઘી ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે અને સ્કિન હેલ્ધી રહે છે. ઘી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
  • જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
  • ચિંતા ન કરો, ઘી ખાવાથી વજન નહીં વધે જો તમે રોજ ૧ ચમચીની માત્રામાં ખાશો. આનાથી બોડીનું મેટાબોલિઝ્મ તેજ થશે, જેની મદદથી વજન ઘટશે.
  • રોજ સવારે ખાલી પેટ ઘી ખાવાથી મગજ એક્ટિવ બને છે. સાથે જ મેમરી અને શીખવાની ક્ષમતા વધે વધે છે. તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર થાય છે.
  • જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ. આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે.
  • ઘણાં લોકોને ભારે ખોરાક ખાધાં બાદ ગેસ, અપચાની સમસ્યા થઈ જતી હોય છે અને પાચન નબળું હોવાથી પણ ખાધેલો ખોરાક પચતો નથી. જેથી રોજ સવારે ૧ ચમચી ઘી ખાવાથી આ સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર એકદમ મજબૂત બને છે.
  •  ઘીમાં એન્ટીકેન્સર તત્વ હોય છે. ખાલી પેટ ઘી ખાવાથી તે બોડીમાં કેન્સર સેલ્સ વધતાં રોકે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે.
READ MORE   ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ: એસિડિટીથી લઇને આ સમસ્યામાંથી મળે છે છૂટકારો, આ રીતે ખરજવાં પર લગાવો

ઉર્જામાં થશે વૃદ્ધિ

ઘી એનર્જી વધારવા માટે જાણીતું છે. ઘીમાં અનેક પોષક તત્વો છે.  જેને લીવર સીધા જ શોષી લે છે અને ઝડપથી બળી જાય છે. રોજ એક ચમચી ઘીનું સેવન કરવાથી એનર્જી વધારી શકાય છે.

મગજની ક્ષમતા વધારશે

રોજ એક ચમચી ઘીનું સેવન મગજની ક્ષમતા પણ વધે છે.  દેશી ઘી વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઇથી ભરપૂર હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે મનને શાંત કરીને યાદશક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.

પાચન તંત્રને દુરસ્ત રાખશે
ખાલી પેટે એક ચમચી ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારી શકાય છે. તમને જણાવી દઈએ કે ઘીમાં એન્ટી ફંગલ અને એન્ટિવાયરલ ગુણો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

READ MORE   અમૃત સમાન ફળનું સેવન, પેટના એક એક ખૂણાની ગંદકી થશે સાફ… ડાયાબિટીસ, વજન અને પાચનના રોગો થશે ગાયબ…

વાળ અને ત્વચા માટે  ફાયદાકારક
ઘી વિટામિન E થી ભરપૂર છે જે તેને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ક્ષમતા આપે છે. ઘી ત્વચાની સાથે વાળ માટે પણ સારું માનવામાં આવે છે.એટલા માટે તેનો  તેનો ઉપયોગ ફેસ માસ્ક હેર માસ્ક તરીકે પણ કરવામાં આવ્યો છે. ઘી સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.

ઘી આંખો માટે ફાયદાકારક છે
આયુર્વેદ અનુસાર, ઘી તમારી આંખોની રોશની વધારી શકે છે. અને આંખોને લગતી અનેક બીમારીઓથી રક્ષણ આપી શકે છે. તેથી આહારમાં ઘી ઉમેરવાથી સારી દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. વૃદ્ધાવસ્થા સુધી આંખોની રોશની સારી રાખવા માટે ઘીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

• નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે, તેને અપનાવતા પહેલા કોઈ જ્ઞાન કે ડૉક્ટરની સલાહની જરૂર લેવી. procbse.in આને સમર્થન આપતુ નથી.)

  • નોંધ  –  જો તમને હાર્ટ ડિસીઝ અને કોલેસ્ટ્રોલની બીમારી હોય તો ઘીનું સેવન ન કરવું અથવા કોઈ નિષ્ણાંતની સલાહ લઈને જ ઘી ખાવું.
READ MORE   બાળકોને નાસ્તામાં આપો આ 5 હેલ્દી અને સ્વાદિષ્ટ વાનગી, બાળકોના હાડકા અને ઇમ્યુનિટી પાવરફુલ કરી બનાવી દેશે એકદમ શક્તિશાળી…

Leave a Comment