વાજપાઈ બેંકેબલ યોજના: નવો ધંધો શરૂ કરવા મળશે 8 લાખની લોન, 40 ટકા સબસિડી પણ મળવા પાત્ર.

વાજપાઈ બેંકેબલ યોજના: નવો ધંધો શરૂ કરવા મળશે 8 લાખની લોન, 40 ટકા સબસિડી પણ મળવા પાત્ર.

વાજપાઈ બેંકેબલ યોજના: Vajpai Bankeble Scheme: લોન સહાય: ગુજરાત સરકાર દ્વારા અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેથી કરીને આરિક રીતે નબળા વર્ગના લોકો પોતાના જીવનધોરણમાં સુધારો થઈ શકે તે હેતુથી આવી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સાધન સહાય, આર્થિક સહાય, ખેડૂતો માટેનીય યોજનાઓ વગેરે સહાયનો સમાવેશ થાય છે. કોઈ પણ વ્યક્તિને નવો રોજગાર મેળવવા માટે લોકોને ઓછા વ્યાજ દરે લોન સહાય આપવામાં આવે છે જેનું નામ વાજપાઈ બેંકેબલ યોજના છે. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે ઓકા વ્યાજદરે અને સબસિડીના સ્વરૂપે આ લોન આપવામાં આવે છે.

READ MORE   Rapid Go App – Find out the live location of the GSRTC bus | Schedules & Real Time

વાજપાઈ બેંકેબલ યોજના

કુટીર અને ગ્રામઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઈ બેંકેબલ યોજના ચલાવવામાં આવે છે. આ હેઠળ યુવાનોને સ્વરોજગારી પૂરી પાડીને લોન આપવામાં આવે છે. આ લોન સબસિડી પણ આપવામાં આવે છે. આ વાજપાઈ લોન યોજનાનો લાભ લેવા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે.

આ યોજના એ કુટીર યોજનાના કારીગરોને રાષ્ટ્રીય કૃત, સહકારી બેન્કો, પબ્લિક સેક્ટર બેન્કો, ખાનગી બેન્કો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના છે. આ યોજનાનો હેતુ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે. આ યોજનાનો લાભ દિવ્યાંગ અને અંધ વ્યક્તિ પણ લઈ શકે છે.

Vajpai Bankeble Scheme

યોજનાનુ નામ વાજપાઈ બેંકેબલ યોજના
અમલીકરણ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી
યોજનાનો હેતુ આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
લાભાર્થી ગુજરાતનો કોઈપણ નાગરિક
આ યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થીને 8 લાખ રૂપિયાની લોન સહાય
સબસિડી આ યોજના હેઠળ લાભાર્થીને 60,000 થી 1,25,000 સુધી સબસિડી મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઇટ http://www.cottage.gujarat.gov.in/eng/HomeGuj-282472-282472

યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

યોજના માટેની પાત્રતા

આ યોજના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

 • ઉમર – 18 થી 65 વર્ષ સુધી હોવી જોઈએ.
 • શૈક્ષણિક લાયકાત –
 • ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
 • તાલીમ/અનુભવ – વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ મહિનાની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
 • આવક મર્યાદા – આ યોજનો લાભ લેવા માટે ઉમેદવાર માટે કોઈ આવક મર્યાદા નિયત કરવામાં આવી નથી. એટલેકે કોઈપણ વ્યક્તિ ગમે તેટલી આવક ધરાવતા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે.

લોનની રકમ

આ વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થી માટે ધિરાણ (લોન) મર્યાદા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

 • ઉદ્યોગ ક્ષેત્ર માટે મહતમ – 8 લાખ
 • સેવા ક્ષેત્ર માટે મહતમ – 8 લાખ
 • વેપાર ક્ષેત્ર માટે મહતમ – 8 લાખ

સબસિડી

આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

વિસ્તાર જનરલ કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય 25% 40%
શહેરી 20% 30%

અરજી કરવા માટે

 • સૌપ્રથમ તમે નીચે આપેલ લિન્ક અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ http://www.cottage.gujarat.gov.in/eng/HomeGuj-282472-282472 પર જઈને અરજીફોર્મ ડાઉનલોડ કરી લો.
 • ત્યાર બાદ આ અરજીફોર્મ અને સબસિડી ફોર્મ ભરી દો.
 • હવે તેમાં જરૂરી આધાર પુરાવા જોડી દો.
 • ત્યાર બાદ તમારા જિલ્લાની કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી પર આ અરજી ફોર્મ જમા કરી દો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો
શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજનાનુ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો ઠરાવ 14-08-2015 અહી ક્લિક કરો
શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો ઠરાવ 11-11-2016 અહી ક્લિક કરો
શ્રી વાજપાઈ બેંકેબલ લોન માટે સબસિડી ફોર્મ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહી ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો અહી ક્લિક કરો

વાજપાઈ બેંકેબલ યોજના: નવો ધંધો શરૂ કરવા મળશે 8 લાખની લોન, 40 ટકા સબસિડી પણ મળવા પાત્ર.

Leave a Comment