વારંવાર ભૂલી જવાની બીમારી હોય તો આ છોડના પત્તાનું સેવન કરો, સડસડાટ બધું યાદ રહી જશે

વારંવાર ભૂલી જવાની બીમારી હોય તો આ છોડના પત્તાનું સેવન કરો, સડસડાટ બધું યાદ રહી જશે

બ્રાહ્મી તમારા વાળની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી, સ્મૃતિવર્ધકનું કરે છે કામ

ત્યારે આવા સમયે ઘણી વાર એક્સપર્ટ પાસેથી સલાહ લઈને વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરવા લાગે છે. પણ આજે અમે આપને એક એવી જડીબુટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા આપની ભૂલવાની બીમારી દૂર થઈ જશે. સાથે જ આપનું જે હ્દય છે, તેને પણ સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

  • Benefits of Brahmi: તમને વાળ માટે બ્રાહ્મીના ફાયદાઓ વિશે તો ખબર હશે અને બ્રાહ્મીના તેલનો ઉપયોગ પણ કર્યો હશે. વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે હેયર માસ્ક પણ લગાવ્યું હશે. …
  • તણાવથી રાહત
  • સ્મૃતિવર્ધક
  • રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો
  • પાચન તંત્ર મજબૂત કરે છે
  • બ્લડ સુગર નિયંત્રિત રહે છે

Benefits of Brahmi:

તમને વાળ માટે બ્રાહ્મીના ફાયદાઓ વિશે તો ખબર હશે અને બ્રાહ્મીના તેલનો ઉપયોગ પણ કર્યો હશે. વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે હેયર માસ્ક પણ લગાવ્યું હશે. શું તમને બ્રાહ્મીના સ્વાસ્થ્ય પર લાભ અંગેની કોઈ જાણકારી છે? બ્રાહ્મી તમારા શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. બ્રાહ્મીના છોડને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં બ્રાહ્મીને મગજની ક્ષમતા વધારતી જડી-બુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તેના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

READ MORE   થાઈરોઈડનો ઈલાજ - ઘરેલુ ઉપચાર અને દેશી નુસ્ખા અપનાવી જુઓ

તણાવથી રાહત

બ્રાહ્મીનું સેવન કરવાથી માનસિક તણાવથી રાહત મળે છે. બ્રાહ્મીની તાસીર ઠંડી હોય છે, જે હૉર્મોન્સ બેલેન્સ કરે છે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. બ્રાહ્મીમાં કોર્ટિસોલ સ્તર ઓછુ કરવાના ગુણ રહેલા છે, જેને સ્ટ્રેસ હૉર્મોન્સરૂપે ઓળખવામાં આવે છે. બ્રાહ્મીનું સેવન કરવાની સાથે માથામાં બ્રાહ્મીના તેલથી માલિશ કરવાથી તણાવથી રાહત મળે છે.

કુદરતે આપણને આવી અનેક પ્રાકૃતિક વસ્તુઓનું વરદાન આપ્યું છે, જે સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર છે. બ્રાહ્મી એક ઔષધીય છોડ છે જે જમીન પર ફેલાતા મોટા થાય છે. તેના સ્ટેમ, પાંદડા અને ફૂલોનો ઉપયોગ તેના સ્વાસ્થ્ય લાભ માટે થાય છે. બ્રાહ્મી જેને ‘મગજ બૂસ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, બ્રાહ્મીનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે.આયુર્વેદ અનુસાર બ્રાહ્મી બુદ્ધિ, પિત્ત, મજબૂત યાદશક્તિ, ઠંડક આપવાની સાથે શરીરમાંથી ઝેર દૂર કરે છે. બ્રાહ્મીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો છે. આયુર્વેદમાં ઘણા વર્ષોથી બ્રાહ્મીનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. બ્રાહ્મીના પાનનું ચૂર્ણ માનસિક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને બ્રાહ્મીના ફાયદા વિશે જણાવીએ.

READ MORE   અનેક ગુણોથી ભરપૂર છે આ વસ્તુ.. સોપારી ખાતા હોય તો મુંઝાતા નહિ… સોપારી ખાવાથી થાય છે આટલા ફાયદા..

ડાયાબિટીસ માટે: બ્રાહ્મીને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. બ્રાહ્મીમાં એન્ટિડાયાબિટીક ગુણ હોય છે. જે સુગરને કંટ્રોલ કરીને ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

હૃદય માટે: બ્રાહ્મી એક એવી જડીબુટ્ટી છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. બ્રાહ્મીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. બ્રાહ્મીનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

તણાવ માટે: બ્રાહ્મી એક એવી જડીબુટ્ટી છે જેમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. તેને એડેપ્ટોજેન ઔષધિ માનવામાં આવે છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

કફ માટેઃ જો તમે કફ ની સમસ્યાથી પરેશાન છો તો બ્રાહ્મીનું સેવન કરી શકો છો. બ્રાહ્મીના પાવડરનો ઉપયોગ કરીને કફની સમસ્યા દૂર કરી શકાય છે

READ MORE   દરરોજ સવારે ઉઠ્યા પછી બે ચમચી આ ખાસ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં થશે નહીં કોઈ રોગ, દરેક માટે ઉપયોગી ટિપ્સ…

Leave a Comment