વેદોની માતા ગાયત્રી:અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર, અને જાપ કરવાથી મળે છે શુભ ફળ, દરેક દેવી-દેવતાનો છે જુદો ગાયત્રી મંત્ર

વેદોની માતા ગાયત્રી:અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર, અને જાપ કરવાથી મળે છે શુભ ફળ, દરેક દેવી-દેવતાનો છે જુદો ગાયત્રી મંત્ર

જ્યારે બ્રહ્માજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. તે મંત્રના ઉચ્ચારણમાં દિવ્ય, અને સુક્ષ્મ તરંગો ઉત્પન્ન થતા હોય છે. જેમાં ચાર વેદોનું સમસ્ત જ્ઞાન સમાયેલું હોય છે. એ વેદનો મુળ અર્થ જ્ઞાન થાય છે.ગાયત્રી માતાને વેદોની માતા કહી છે ગાયત્રી મંત્ર માંથી જ બધા વેદોની ઉત્પત્તિ થઇ છે. ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.

ધર્મગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે ગાયત્રીમાતાની ભક્તિ કરનાર બધા વ્યક્તિઓની મનોકામના પુરી થાય છે. જો વિધિવત તેમની ઉપાસના કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે.ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રથી ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ફાયદો થાય છે. જેવી શ્રદ્ધા અને પ્રાર્થનાથી ગાયત્રી મંત્રનો જાપ કરશો તેવું જ ફળ મળશે.

સાંસારિક જીવનમાં સુખ મેળવવા માટે ચંદનની માળાથી જપ કરવાથી લાભ મળે છે. મંત્ર જાપ કરતા પહેલા ગુરુવંદના જરૂર કરવી.

આ મંત્રનો જાપ સૂર્યોદય સમયે કરવાથી વિશેષ લાભ થાય છે જો બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય, કે ધ્યાન ન બેસતું હોય તો તે બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવો.

READ MORE   આ 1 મંત્રના જાપથી મળશે 11 ફાયદા, સવાર, બપોર કે સાંજ કોઇ એક સમયે કરો રૂદ્રાક્ષની માળાથી જાપ

અભ્યાસમાં શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે, આસપાસનું વાતાવરણ એકદમ શાંતિમય અને સુખદ થઈ જાય છે.

જે સંસ્કૃતની ભાષામાં અનેક ગાયત્રીના છંદની રચના થઈ છે તેમાં અહીં સૂર્ય- નારાયણ ભગવાનને પ્રાર્થનાનાં સૂરમાં પ્રણામ કરવામાં આવે છે. યજ્ઞાોપવિત સંસ્કાર સમયે,

બ્રાહ્મણના પુત્રને તેમનાં ગુરૃ દ્વારા કાનમાં ગાયત્રીમંત્રની દિક્ષા આપવાનો રિવાજ છે. ગ્રંથમાં જણાવ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છું. આ ગૂઢ મંત્રની ઉપાસના ખરેખર તો ભગવાન સૂર્યદેવની ઉપાસના માટે જ થઈ છે .

જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂરજ દેવતાને અર્ઘ્ય આપીને તમે ગાયત્રી મંત્રનું ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો,તો સર્વ કષ્ટો, સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી આપણને ઘણા લાભ મળે છે. ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે, ત્વચામાં ચમક આવે છે, તામસિકતા દૂર થાય છે, પરમાર્થ કાર્યોમાં રૂચિ જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશિર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

READ MORE   ભગવાન શ્રીકૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે; પેસેન્જર સબમરીન 300 ફૂટ ઊંડે લઈ જશે

ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. ગાયત્રી મંત્રના અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ દેવી-દેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી,આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. આ મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રના કારણે રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે

હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી અને તેનાથી સંબંધિત નિયમોનું દરરોજ પાલન કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને સાધક પર દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષો પણ દૂર થાય છે અને વ્યક્તિ આંતરિક શાંતિ અનુભવે છે. હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનો વિશેષ મહત્વ છે. દેવી ગાયત્રીને વેદોની માતા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રનાં મતે મૂળ ગાયત્રી મંત્ર તો 1 જ છે, પરંતુ મનોકામના પૂર્તિ અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિદ્વાનોએ જુદા-જુદા ગાયત્રી મંત્રોની રચના પણ કરી છે. ગાયત્રી મંત્રથી આ દેવતાઓની પૂજા કરવામાં આવે તો ખૂબ જ જલદી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. જે દેવતાને પ્રસન્ન કરવા હોય, તેનાથી સંબંધિત ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્ર નીચે જણાવ્યા મુજબ છે

ગાયત્રી મંત્રનો જાપ કરવાનો નિયમ, સમય અને મહત્વ જાણીએ

  • જો ગાયત્રી મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે અને પીળા વસ્ત્ર ધારણ કરીને જાપ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે
  • ગાયત્રી મંત્રના જાપ માટે શ્રેષ્ઠ સમય છે. બ્રહ્મમૂહૂર્ત, આ મૂહૂર્તથી શરૂ કરીને સૂર્યોદય સુધી જાપ કરો, શ્રેષ્ઠ પરિણામ મળશે.
  • જો બ્રહ્મમૂહૂર્તમાં શક્ય ન હોય તો સૂર્યોદય બાદનો સમય પણ ઉતમ છે.આ સમયમાં પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો
  • ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે આપ દિશાનું અવશ્ય ધ્યાન રાખો.
  • ગાયત્રી મંત્રનું જાપ કરનાર સાઘકે પૂર્વ દિશામાં મુખ રાખીને સવિતાનું ધ્યાન કરીને ગાયત્રી મંત્રના જાપ કરવા જોઇએ.
READ MORE   મોક્ષદાયીની સાત પુરીઓ

વેદોની માતા ગાયત્રી:અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર, અને જાપ કરવાથી મળે છે શુભ ફળ, દરેક દેવી-દેવતાનો છે જુદો ગાયત્રી મંત્ર

Leave a Comment