શિયાળામાં વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત માટે અજમાવો આ પદ્ધતિ

શિયાળામાં વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત માટે અજમાવો આ પદ્ધતિ

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણી બીમારીઓનો ખતરો રહે છે. પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો એક ગંભીર સમસ્યા છે. આ દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. લગભગ દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે. તેની પાછળનું કારણ છે કે તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરની નસો સંકોચાય છે અને વિટામિન ડીના અભાવે હાડકામાં દુખાવો વધે છે . આવી સ્થિતિમાં હાડકાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે પહેલા આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળતી હતી પણ હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે તેના કેટલાય કારણ છે. શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે. બલ્ડ સર્ક્યુલેશન ઠીક ન હોવા ઉપરાંત રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. લોહી સંચારિત ન હાવાને કારણે બૉડી ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે, જેનાથી સાંધા જકડાઇ જાય છે. એટલા માટે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહે છે. જાણો, દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય વિશે…

કયા લોકોને થાય છે વધારે સમસ્યા? 

READ MORE   લવિંગનું પાણી છે અનેક ગુણોથી ભરપૂર, દાંતના દુખાવાથી લઇને સુગર લેવલ કરે છે કંટ્રોલમાં, જાણો કેવી રીતે સેવન કરશો

ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે.. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે.

ઘીનું સેવન કરો

સંધિવા એક એવો રોગ છે જેમાં વા ની સમસ્યા વધી જાય છે જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે.

યોગથી દૂર ભગાડો રોગ

યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાં સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.

ખાણી-પીણીનું ધ્યાન રાખો

સાંધાના દુખાવામાં રાહત માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકનું સેવન આ રોગમાં વધારેમાં વધારે કરો અને આ સાથે જ એવોકાડો પણ ખાઓ.

શિયાળાનો કુમળો તડકો

સવારે 10-15 મિનિટ હુંફાળા તડકામાં ફરો અથવા યોગ કરો. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહેશે

Joint-muscle pain increases in winter? Just these 4 remedies will get rid of it

  • દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે
  • આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે
  • સાંધાના દુખાવાથી કેવી રીતે બચાવ કરવો?

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Imprtarant links

READ MORE   વિટામિન B12 ની ઉણપ અને ઉપાયો

Leave a Comment