શિયાળામાં શરદીને કારણે નાક બંધ થઈ જાય તો તરત જ આ 5 ઘરેલૂ ઉપચાર કરી લેજો, નહીં વધે શરદી અને કફ

શિયાળામાં શરદીને કારણે નાક બંધ થઈ જાય તો તરત જ આ 5 ઘરેલૂ ઉપચાર કરી લેજો, નહીં વધે શરદી અને કફ

Best Home remedies To Get Rid Of Blocked Nose and cough

જો મિત્રો શરદીના કારણે તમારું નાક બંધ થઇ ગયું હોય તો માત્ર દસ જ મિનિટમાં કોઈ પણ પ્રકારની દવા લીધા વગર નાક કઈ રીતે ખુલે અને તેના ઘરેલુ નુસખા જાણીશું અને શરદીના કારણે જો માથુ દુખતુ હોય તો તેમાં કયા કયા ઘરેલુ ઉપાય કરવા જોઇયે તે આજના આ લેખમા જોઇશું.

  • વારંવાર નાક બંધ થઈ જાય છે, અપનાવો આ ઘરેલૂ ઉપાય
  • નાક બંધ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે
  • ઘરેલૂ ઉપચારથી આ સમસ્યામાં મળશે રાહત

જો તમને શરદી થઈ ગઈ હોય અને તેના કારણે તમારા નાક બંધ થઇ ગયા હોય તો એના માટે તમારે પહેલા થોડા લવિંગ લેવાના અને ગેસ ઉપર એ લવિંગને બાળી દેવાના અને તેનો ભૂકો કરી દેવાનો અને એ ભુકા ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવાનો

જ્યારે પણ તમને શરદીના લીધે નાક બંધ થઇ જાય ત્યારે એક અડધી ચમચી આ પાવડર લઈને થોડું પાણી નાખી ને ગેસ પર ગરમ કરવાનું અને પછી એ પેસ્ટને નાક પર લગાવી દેવું તો તમારા નાક બંધ થઈ ગયા હશે તો ફક્ત દસ જ મિનિટમાં ખુલી જશે.

મધ સાથે મરી પાઉડરનો પ્રયોગ

શરદી અને પોલ્યુશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાઉડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરી લો. આનાથી તમારી બંધ નાક ખુલી જશે અને રાતે શ્વાસ લેવામાં તકલીફ નહીં અનુભવાય. આ સિવાય તમને શરદીમાં પણ રાહત મળશે

READ MORE   બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

શરદીના કારણે જો તમને માથુ દુખતુ હોય તો તેના માટે તમારે થોડો સૂંઠનો પાવડર લેવાનો અને એમા થોડુ પાણી ઉમેરવું અને તેને ગેસ પર ગરમ કરી દેવાનું અને ઠંડુ થાય એટલે એને કપાળ પર લગાઇ દવાનું જો તમને શરદી ના લીધે માથુ દુખતુ હોય તો તરત જ રાહત મળશે .

જો નાના બાળકોને શરદી થઈ ગઈ હોય તો થોડો અજમો લેવાનો અને એને બરાબર તવી પર શેકી દેવાનો અને શેકાઈ જાય એટલે એનો પાઉડર બનાવી લો અને એ પાવડર ની અંદર થોડો ગોળ ઉમેરી લેવાનો અને આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત લેવું આ ઉપાય કરવાથી નાના બાળકોને શરદીમાં રાહત થશે.

હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો

હ્યૂમિડિફાયર સાઈનસ અને બંધ નાકની સમસ્યામાં રાહત આપે છે. હ્યૂમિડિફાયરને કારણે રૂમમાં ભેજ વધી જાય છે. જેના કારણે નાકમાં થતી ઈરિટેશન અને સંક્રમણમાં રાહત મળે છે, સોજો દૂર થાય છે અને તે કફને પણ પાતળું કરી દે છે.

લસણ અને આદુ

લસણમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ બંને ગુણ હોય છે. જે આ સમસ્યાના ઈલાજમાં મદદ કરે છે. આ સાથે જ તેને કફને પણ દૂર કરે છે. તેના ફાયદા માટે તમારી ડાયટમાં લસણ અને આદુ સામેલ કરો. શિયાળામાં આદુ પાક ખાઓ. લસણની ચટણી ખાઓ.

ગરમ સૂપ અથવા ચાનું સેવન

ઘણાં લોકો બંધ નાક અને શરદીને દૂર કરવા માટે ગરમ લિક્વિડ લેતા હોય છે. તો તેના માટે સૂપ, દાળ કે ગરમ પાણી બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમારી નાક ખુલી જશે અને કફ પણ છૂટો પડશે. સાથે જ શરદી ખાંસીમાં પણ આરામ મળશે. ગળાને પણ રાહત મળશે. નાક ખોલવા માટે તેમજ ગળાની ખરાશની સમસ્યામાં ગરમ પાણી દ્વારા ફાયદો થાય છે. શિયાળાની સિઝનમાં અવારનવાર શરદી અને ગળાની સમસ્યા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે.

READ MORE   જાણો થોડીક વાતો તમારા સ્તન વિશે

કોકોનટ ઓઈલ

નાળિયેરનું તેલ પણ બંધ નાકની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે. નાક અને નાકની અંદર નાળિયેરનું તેલ લગાવવાથી બંધ નાક ઝટપટ ખુલી જાય છે. નાળિયેરનું તેલ લગાવ્યા બાદ બંધ રુમમાં બેસવાથી વધુ લાભ થાય છે.

દૂધમાં આદુ

શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવું. આદૂ સાથે હળદર પણ ઉમેરી શકાય છે. આ દૂધ નિયમિત પીવાથી શરદીમાં તુરંત રાહત મળે છે. સાથે જ બંધ નાક ખુલી જાય છે. તેના પ્રયોગ વખતે એક ગ્લાસ દૂધ ઉકળવા મૂકો પછી તેમાં 1 ઈંચ આદુનો ટુકટો પીસીને નાખીને સહેજ ઉકાળો. હવે ગેસ બંધ કરી તેમાં ચપટી હળદર અને સાકર મિક્સ કરીને આ દૂધનું રોજ સેવન કરો.

જો નાના બાળકને અથવા તો કોઈ મોટા માણસ ને પેટમાં ગેસ થઈ ગયો હોય તો એના માટે એક અડધી ચમચી હિંગ લેવાની અને એમાં એક ચમચી પાણી લેવાનું અને આ નુ મિશ્રણ કરી લેવું અને તેને પેટ પર લગાવી દેવાનું પરંતુ ડૂંટીમા ન જાય તેનુ ધ્યાન રાખવાનું છે આ ઉપાય કરવાથી દસ જ મિનિટમાં ગેસ થઈ ગયો હશે તો રાહત મળશે.

Leave a Comment