સરગવાનાં મૂળથી લઈને ફળ, પાન અને ફૂલ પણ છે ફાયદાકારક, અનેક બીમારીઓથી છુટકારો મળે

સરગવાનાં મૂળથી લઈને ફળ, પાન અને ફૂલ પણ છે ફાયદાકારક, અનેક બીમારીઓથી છુટકારો મળે

સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે. આવો… જાણીએ આયુર્વેદાચાર્ય આર.પી. પરાશર પાસેથી સરગવાના ફાયદા.

ફળ, ફૂલ અને પાન ગુણકારી
સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડાં અને ફળો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશાં ફિટ અને યુવાન રહી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.

સરગવાને ડાયટમાં સામેલ કરો
સરગવાનાં ફળો અને પાન ત્રણ અલગ અલગ રીતે વાપરી શકાય છે. પાંદડાંને કાચાં, પાઉડર અથવા રસના રૂપમાં ખાઈ શકાય છે. સરગવાનાં પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે. સરગવાનાં પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં કરી શકાય છે. દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડશુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવોનું સેવન કરવું જોઈએ.

સરગવો અમૃત છે
આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે.

READ MORE   લીંબુ છે અનેક રીતે ફાયદાકારક, રોજ 1 લીંબુના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવો, મંદાગ્નિ, અપચો થાય છે દૂર

1.સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં

સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં હોય છે. જો તમને શરદી અથવા ગળામાં બળતરા થતી હોય તો સરગવાની સીંગનું સુપ પીવાથી રાહત મળે છે. સરગવાના પાંદડા સામાન્ય રીતે રોગનિવારક ગુણધર્મો ધરાવતા હોય છે. તેમજ અસ્થમાં , શ્વસનતંત્ર તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે ફાયદાકારક છે.

2.શરીરના હાડકાઓ મજબુત કરે

લીલા શાકભાજીમાં મોટી માત્રામાં આર્યન, વિટામીન અને કેલ્શિયમ હોય છે. સરગવાની શીંગ સ્વાસ્થય માટે તેમજ શરીરના હાડકાઓ મજબુત બનાવે છે. સરગવાના પાનમાં પણ પોષક ગુણો સમાયેલા છે.

3.ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક

ગર્ભવતી મહિલા ઓનિયમિત રુપે સરગવાનું સેવન કરવાથી તેમને જરુરી કેલ્શિયમ , આર્યન અને વિટામીન મળી રહે છે. સરગવાની શીંગના ફળ અને પાંદડાઓમાંથી આર્યુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. તેમજ મહિલાઓને ડિલિવરી બાદ થતી સમસ્યાઓ દુર કરે છે. તેમજ જો સરગવાના પાંદડામાંથી તૈયાર થયેલા શાકનું બાળકના જન્મ બાદ તરત સેવન કરવાથી માતાનું દુધ વધે છે.

4.પાચન સબંધિત બીમારીઓ પણ દુર કરે

સરગવાના પાંદડા, ફળ અને ફુલનો ઉપયોગ સુપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. સરગવો પાચન સંબંધિત બીમારીઓ પણ દુર કરે છે.સરગવાનું વૃક્ષ અસ્થમાં અને ફેફસા સાથે સંકળાયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખુબ જ ઉત્તમ છે. સરગવાની શીંગને ઉકાળી ગરમ પાણીના નાસ લેવાથી ફેફસા માટે લાભકારક છે.

READ MORE   લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે આ દેશી ખોરાક ખાવાનું શરૂ કરો, તમને જીવનભર કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની ઉણપ નહીં થાય.

5. ત્વચાને નિખારે છે.

સરગવાની શીંગ નાના બાળકો માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. તેમજ શરીરના હાડકાને તો મજબુત બનાવે છે સાથે-સાથે લોહીને પણ શુધ્ધ કરે છે.સરગવાની શીંગના રસ ને લીંબુના રસ સાથે ભેળવી ત્વચા પર લગાવવાથી બ્લૈકહેન્ડસ, પિંપલ્સ અને અન્ય ત્વચા સબંધિત ત્વચાના રોગથી છુટકારો મળે છે.

6. કેન્સર સામે લડવામાં શક્તિ આપે છે.

સરગવાનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા રહેતી નથી, આંખની દ્રષ્ટિ વધારે છે અને આંખોને સાફ રાખે છે. સરગવાની શીંગનું સુપ 21 દિવસ સેવન કરવાથી મહિલાઓનું માસિક ચક્ર યોગ્ય કરે છે. માનિસક દરમિયાન થતી પીડા પણ ખુબ ઓછી થાય છે.

7.બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે

1982માં તમિલનાડુમાં 36 ડાયાબિટીસના દર્દીઓ પર સરગવાના કેટલાક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 લોકોને સુગર લેવલમાં સકારાત્મક પરિણામ મળ્યું હતુ. જે ડાયાબિટિસવાળી વ્યક્તિઓએ દરરોજ સરગવાનું સેવન કરવાથી સુગર લેવલનો સ્કોર ઓછો જોવા મળે છે.

સરગવો ખાવાના છે અઢળક ફાયદા

 • રોગપ્રતિકારક શક્તિ વધે છે
 • પથરી બહાર કાઢે છે
 • કોલેસ્ટેરોલ ઓછું કરે છે
 • બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
 • પાચન સુધારે છે
 • દાંતને પોલાણથી બચાવે છે
 • પેટના કીડાઓથી છુટકારો મળે છે
 • સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
 • પેટની સમસ્યામાં રાહત મળે છે
 • લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક

સરગવાનાં ફૂલોનો રસ પીવો અથવા શાક ખાઓ અથવા સૂપ પીવો. જો તમને વધુ ફાયદો જોઈતો હોય તો દાળમાં ઉમેરીને પકાવો. સરગવો આંખો માટે પણ સારો છે. આંખનું તેજ પણ વધારે છે.

સરગવાનાં ફૂલના છે ફાયદા

 • સરગવાનાં ફૂલોમાં પ્રોટીન અને ઘણાં પ્રકારનાં વિટામિન્સ અને પોષકતત્ત્વો હોય છે.
 • સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. એને દૂર કરવા માટે સરગવાનાં ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ.
 • બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા એનો ઉકાળો બનાવીને પીવું જોઈએ.
 • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક, ચા અથવા કોઈપણ રીતે સરગવાનાં ફૂલનો ઉપયોગ કરો.
 • સરગવાનાં ફૂલો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
 • સરગવાનાં ફૂલોના સેવનથી વાળ ખરતા અટકે છે.
READ MORE   નરણા કોઠે નારિયેળ પાણી પીવાના આ ૦૯ ચમત્કારી ફાયદા વિશે

સરગવાનાં પાન પણ ફાયદાકારક

 • સરગવાનાં પાનમાં પ્રોટીન, બીટા-કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.
 • સરગવાનાં પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શુગરનાં લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તેઓ ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે, જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે.
 • સરગવાનાં પાનનો ઉપયોગ કેન્સરનાં લક્ષણોને ઓછાં કરવામાં પણ કરી શકાય છે.

એવું નથી કે સરગવાથી ફાયદો જ થાય છે, નુકસાન પણ થાય છે

 • જે લોકોને લો બીપીની સમસ્યા હોય તે લોકો માટે સરગવો નુકસાનકારક છે.
 • પ્રેગ્નન્સી અને પિરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી જાય છે,
 • સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે, જેને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા થાય છે.
 • જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તે લોકોએ સરગવાનું સેવન ટાળવું જોઈએ.
 • ડિલિવરી પછી તરત જ સરગવો ખાવાનું ટાળવું જોઈએ. સુવાવડ પછી તરત જ સરગવા બીજ, સરગવાની છાલ વગેરેનો ઉપયોગ નુકસાનકારક છે. ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

 

Leave a Comment