સવારે ખાલી પેટે ચા પીતા હો તો થઇ જાવ સાવધાન…

સવારે ખાલી પેટે ચા પીતા હો તો થઇ જાવ સાવધાન…

અંગ્રેજો તો દેશ છોડીને ચાલ્યા ગયા પરંતુ બધાને ચાની આદત પાડીને ગયા છે. આપણે દેશમાં ઘણા લોકો તો એવા છે, જેને તમે અડધી રાતે ઊંઘમાંથી જગાડીને પણ ચાનું પૂછો તો પીવા માટે તૈયાર જ હોય છે. તો ઘણા લોકોની સવારે આંખ જ ચાથી ખુલ્લે છે. આપણી આજુબાજુ ઘણા એવા લોકો હશે જે દિવસમાં 10થી વધુ કપ ચા પી લેતા હોય છે. પરંતુ તમને ચા પીવાની આ આદત નુકસાન પહોંચાડી શકે છે. ડાયટિશિયન ડો. સિમરન સૈની પાસેથી જાણીએ વાસી મોઢે ચા પીવાથી શું નુકસાન થાય છે.

ચાની ચુસ્કી પડી શકે છે ભારે

ડો. સિમરન જણાવે છે કે, સવારે ખાલી પેટ રહે છે તેથી થોડો નાસ્તો અચૂક કરવો જોઈએ. ચા પીતા પહેલાં એક ગ્લાસ પાણી પીઓ. ચા પીધા બાદ તુરંત જ નાસ્તો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી સવારની ચાની શરીર પર ખરાબ અસર નહીં પડે.

ચાની આદત છોડાવવા માટે આ ઉપાય કરો

જો તમારે ચાની આદત છોડાવવી હોય તો સવારે ચાના બદલે અન્ય હેલ્ધી ડ્રિંક્સ પીવો, જે તમને ફ્રેશ રાખવાની સાથે હેલ્ધી પણ રાખશે. ચાની જગ્યાએ તમે લીંબુ, જીરું, વરિયાળી, આમળા, મેથીનું પાણી લઈ શકો છો. તમે ફળ અને શાકભાજીનો જ્યુસ પણ ચાની બદલે પી શકો છો.

READ MORE   સવારે જાગીને પહેલા કરી લો આ 5 કામ શરીર બનાવો આજીવન નિરોગી

ચા પીવાથી થાય છે આ નુકસાન

પેટ ફૂલી જાય છે :

સવારે ચા પીવામાં આવે તો એસિડિટીની સમસ્યા થાય છે. પેટ ફૂલે છે, ભૂખ લાગતી નથી, થાક લાગે છે. ચામાં દૂધ અને ખાંડ ઉમેરવાથી એન્ટિઓક્સિડેન્ટની અસર ઓછી થાય છે અને વજન વધવા લાગે છે.

ઉબકા- ગભરાહટ :

સવારે ખાલી પેટે ચા પીવાના કારણે ગભરામણ અને ઉબકા જેવી સમસ્યા થાય છે.

હાડકા નબળા થશે :

સવારે આપણુ પેટ ખાલી હોય છે અને ચા પીવામાં આવે તો સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. રાત્રે ઊંઘ ન આવવાથી પણ ડિપ્રેશન થઈ શકે છે. ચામાં કેફીન હોય છે. દિવસની શરૂઆત કેફીનથી કરવાથી પેટ સાફ થતું નથી.

અલ્સરનું રહે છે જોખમ :

કડક મીઠી ચાના શોખીનો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કડક ચાથી અલ્સર અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે.

મોઢામાંથી દુર્ગંધ આવે :

પાચનક્રિયાથી શરીરની અંદરના ઘણા અવયવો પર ચાની અસર થાય છે, જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે.

એસિડિટીની સમસ્યા :

ચા પીવાથી પાચનક્રિયા નબળી પડે છે, જેના કારણે એસિડિટી થવાથી પાચનક્રિયાને મજબૂત રાખનારા બેક્ટેરિયાને નુકસાન થાય છે અને પાચનની ફરિયાદો પણ થઇ શકે છે.

READ MORE   શિયાળમાં કમર, ઘૂંટણ અને કરોડરજ્જુના દુખાવામાં રાહત અપાવશે આ લાડુ, જાણો આ ખાસ લાડુ બનાવવાની રીત…

થાક ઓછો થવાને બદલે વધે છે :

સવારની ચા પીવાથી થાક દૂર થતો નથી, પરંતુ દિવસભર થાક અને ચીડિયાપણું રહે છે.

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ :

ચા પીવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે, તેથી જો તમને સવારે ચા પીવાનું મન થાય તો ગરમ પાણી પીવો. પહેલી ચાને ટાળવી સ્વાસ્થ્ય માટે સારી છે.

પેશાબમાં બળતરા :

ખાલી પેટ ચા પીવાથી પેશાબમાં સમસ્યા થાય છે. આ સ્થિતિમાં પેશાબ ઓછો અને પીળો હોય છે.

હાર્ટની બીમારી પણ જોખમ :

સવારે ચા પીવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થઈ શકે છે. હાર્ટ એટેક આવવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય માટે કઈ ચા બેસ્ટ?

ચાથી વજન ઘટાડો

ડો.સિમરન જણાવે છે કે દિવસમાં 1 કપ ચા પીવાથી 1 કલાકની અંદર 10 કેલરી બર્ન થઇ જાય છે. જો તમે દિવસભર 3 કપ ચા પીશો તો દિવસભર 80 કેલરી બર્ન થશે. ચાના દરેક કપમાંથી 25 કેલરી બર્ન કરી શકાય છે. બ્લેક ટી, વ્હાઇટ ટી અને ગ્રીન ટી બધી ચા પર આ નિયમ લાગુ પડે છે. મસાલા ચાને તેમાં સામેલ કરી શકાય નહીં. દિવસમાં ૩ કપ ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝ્મ બુસ્ટ થઇ શકે છે. જેનાથી તમે દિવસભરમાં 100 કેલરી બર્ન કરી શકો છો.

READ MORE   કબજિયાત, ખાટા ઓડકાર અને ગેસથી કંટાળ્યા હોય તો આ 2 મસાલા રોજ ફાંકી જાવ, ક્યારેટ પેટમાં મળ જમા નહીં થાય

બ્લેક ટી
ચામાં દૂધ મિક્સ કરવાથી નુકસાન થાય છે. . દૂધમાં કેસીનની હોવાને કારણે મેટાબોલિઝ્મ અને કેલરી બર્નિંગની પ્રવૃત્તિને અસર કરે છે. આ સ્થિતિમાં ચા પીવાથી કોઈ ફાયદો થતો નથી, તેથી મસાલા ચા અથવા દૂધની ચા પીવાની ટેવ બદલો.

ગ્રીન ટી
જો તમે વ્હાઇટ ટીમાં લીંબુ ઉમેરો છો, તો ગ્રીન ટી કરતા વ્હાઇટ ટી વધુ બેસ્ટ છે. વ્હાઇટ ટીમાં લીંબુ ઉમેરવાથી ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ છૂટે છે. ચાના પોષક તત્વોને મુક્ત કરવા માટે પીએચનું લેવલ વધુ સારું હોવું જરૂરી છે. લીંબુવાળી ચા કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે. બંને ચા કેન્સરના નિવારણમાં મદદરૂપ થાય છે. ગ્રીન ટી કરતાં કેન્સર નિવારણ માટે વ્હાઇટ ટી બેસ્ટ વિકલ્પ છે.

ચા પીતા હોય તે દરમિયાન આ વસ્તુથી રહો દૂર

ડો.સિમરન કહે છે કે ચામાં ટેનીન અને કેટેચીન હોય છે, તેથી જો તમે ચા સાથે બદામ, કાજુ, અખરોટ ખાઓ છો, તો તેમાંથીઆયર્ન મળતું નથી. શેકેલા કે પલાળેલા ચણાને ચા સાથે ખાવાથી પણ આયર્ન નહીં મળી શકે. ચા પીધા પછી લગભગ ૩૦ મિનિટ અથવા 1 કલાક પછી બદામ ખાઓ. ચા સાથે કંઈક ખાવું હોય તો મખાના, બાજરી, ઓટ્સ બિસ્કિટ ખાઓ

Leave a Comment