Eklavya School Admission 2024-25

Eklavya School Admission 2024-25

એકલવ્ય શાળા પ્રવેશ 2024-25: ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ મંડળ માત્ર આદિવાસી બાળકોને જ 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપે છે. એકલવ્ય મોડલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. EMRS પ્રવેશ સંબંધિત તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ કે જે eklavya-education.gujarat.gov.in છે તેના દ્વારા જાણ કરવામાં આવશે. એકલવ્ય મોડેલ સ્કૂલ એડમિશન 2024-25 સંબંધિત વધુ વિગતો જાણવા માટે, પૃષ્ઠ નીચે સ્ક્રોલ કરો.
Eklavya School Admission 2020-21

એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ શું છે ?

આદિજાતિ બાળકોના  સર્વાંગી વિકાસ માટે વિનામુલ્યે  ગુણવત્તાસભર શિક્ષણ,  ભોજન તથા આનંદ દાયક વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. બાળકોને  આ સ્કુલમાં મફત ગણવેશ, પુસ્તકો, લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષણ તેમજ આધુનિક શૈક્ષણિક અને રમતગમતની સુવિધા સાથે અભ્યાસની તકો પ્રાપ્ત થાય છે. જે કોઇ પણ મોટી ખાનગી સ્કૂલો જેવી હોય છે. બાળકોને  ધોરણ-6 માં પ્રવેશ મળી ગયા બાદ ધોરણ-12 સુધી ચિંતામુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

મહત્વની તારીખો

✓ અરજી કરવાની તારીખ : 28, ફેબ્રુઆરી 2024
✓ અરજી કરવાની અંતિમ તારીખ : 21, માર્ચ 2024 સાંજે 6:00 કલાક સુધી
✓ પરીક્ષાની તારીખ : 28 એપ્રિલ 2023
✓ પરિણામ જાહેર કરવાની તારીખ : મે, 2024 માં બીજુ અઠવાડિયુ.

મોડેલ સ્કૂલ પ્રવેશ માટે કોણ અરજી કરી શકશે ?

 • વિદ્યાર્થી એસ.ટી. કેટેગરીનો હોય.
 • ઉંમર પ્રવેશ વખતે ઓછામા ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 13 વર્ષ.
 • વિદ્યાર્થી હાલ ધોરણ-5 માં અભ્યાસ કરે છે જે સરકારી સ્કૂલ હોવી જોઇએ.
 • આદિમજુથ, વિચરતી જાતી, વિમુક્ત જાતિ  તથા હળપતિ બાળકોને 5% ની અનામત મળશે.
 • દિવ્યાંગ બાળકોઅને 5 % અનામત મળવાપાત્ર છે.
 • અનાથ બાળકો, દિવ્યાંતા ધરાવનાર માતા-પિતાના બાળકો તેમજ વિધવા માતાના બાળકોને 10 % અનામત મળશે.
READ MORE   ધોરણ 1-2 નિદાન કસોટી પરીપત્ર આને લાઈવ ટેલિકાસ્ટ લિંક

અરજી પત્રકો ક્યાં મળી શકશે ?

વિભાગની ઓફીશિયલ વેબસાઇટ:

eklavya-education.gujarat.gov.in
tribal.gujarat.gov.in
dsag.gujarat.gov.in
adijatinigam.gujarat.gov.in
comm-tribal.gujarat.gov.in
egram.gujarat.gov.in
વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી શકો છો અને આ ફોર્મ મેન્યુઅલ ભરવાનું રહેશે.
પરીક્ષા પેટર્ન 2024

નીચે અમે અરજદારોના સંદર્ભ માટે પેપર પેટર્ન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે:

 • પરીક્ષાનો સમયગાળો: અરજદારોને પેપર ઉકેલવા માટે બે કલાકનો સમયગાળો આપવામાં આવશે.
 • પરીક્ષા વિષય: પ્રશ્નપત્ર ત્રણ વિષયો પર આધારિત હશે.
 • પરીક્ષાની ભાષા: હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પરીક્ષાનું પ્રશ્નપત્ર સત્તાધિકારી દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
 • પ્રશ્નોનો પ્રકાર: પ્રવેશ પરીક્ષામાં, MCQ-પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.
 • પ્રશ્નોની સંખ્યા: પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે.
 • માર્કિંગ સ્કીમ: દરેક સાચા જવાબ માટે એક માર્ક આપવામાં આવશે.
 • પરીક્ષા મોડ: પ્રવેશ પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે.
 • પેનનો પ્રકાર: અરજદારોએ OMR શીટ પર કાળી અથવા વાદળી બોલ પેન સાથે પરીક્ષામાં હાજર રહેવાની જરૂર છે.
 • નેગેટિવ માર્કિંગઃ નેગેટિવ માર્કિંગની કોઈ જોગવાઈ નથી.
READ MORE   દુનિયાની સૌથી મોઘી વસ્તુ- ધાતુ કઇ ? ન જાણતા હોય તો જાણી લો

આ સિવાય આ ફોર્મ નીચે મુજબના સ્થળે પણ ઉપલબ્ધ થશે.

 • સંબંધિત ગામની પ્રાથમિક શાળા
 • તમામ એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલ
 • મોડેલ શાળાઓ
 • નિવાસી શાળાઓ
 • ગ્રામપંચાયત
 • આશ્રમશાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓ
 • પ્રયોજના વહીવટદારની કચેરીઓ
 • પરીક્ષા કેન્દ્ર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ

અરજી જમા કરવાનું સ્થળ

આપ જે પરીક્ષા કેન્દ્ર માં પરીક્ષા આપવા માંગો છો તે કેન્દ્ર પર રૂબરુ કે ટપાલ દ્વારા અરજી મોકલવાની હોય છે. પરીક્ષા વખત આપને અરજી મોકલેલ એ સ્કૂલમાંથીજ પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવે છે.
પરીક્ષા સમયે દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહેતા નથી, જો આપ ઠરો છો ત્યારે ડોક્યુમેંટ રજુ કરવાના રહેશે. અહીં આપ પાત્રતા ધરાવતા હશો તોજ અરજી કરવી નહિતર જ્યારે આપને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે ત્યારે ગેરલાયક ઠરશો તો આપનું પ્રવેશ રદ થઇ શકશે.

હેલ્પલાઇન નંબર અને ઓફિસિયલ વેબસાઇટ

 • 18002337928
 • official website
READ MORE   ધોરણ ૦૩ થી ૦૮ ના વાર્ષિક પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

અરજી ફોર્મ pdf ડાઉનલોડ અહીં ક્લિક કરો
પ્રવેશ જાહેરાત અહીં ક્લિક કરો
EMRS શાળાઓનું લીસ્ટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કૂલ વિશેની આ કેટલીક માહિતી પુરી પાડવામાં આવેલ છે. આ સિવાય આપ વધુ માહિતી માટે ઓફિસિયલ વેબાસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશો. આર્ટિકલ ઉપયોગી થયો હોય તો અન્ય સુધી જરૂર પહોંચાડશો.
Eklavya School Admission 2024-25

Leave a Comment